હજારો વર્ષો પહેલા જ્યારે ખજૂરની શોધ થઈ ત્યારથી તે તેના ઔષધીય ગુણધર્મો માટે તે જાણીતું છે. ખજૂર માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે ઘણા વિટામિન્સ અને ખનિજો, એનર્જી અને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. ખજૂરમાં તમને કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, પોટેશિયમ, ઝિંક અને મેંગેનીઝ પણ મળશે. તો ચાલો જાણીએ ખજૂર ખાવાના ફાયદાઓ વિષે.
હાડકાંને મજબૂત બનાવે છે: ખજૂરમાં સેલેનિયમ, મેંગેનીઝ, કોપર અને મેગ્નેશિયમની માત્રા મળી આવે છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તે તમને ઓસ્ટીયોપોરોસીસ થવાથી પણ બચાવે છે. આ સિવાય ખજૂરમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો સાંધાના દુખાવા અને સોજાને ઓછો કરીને આર્થરાઈટિસમાં રાહત આપે છે.
ત્વચા માટે ફાયદાકારક: ખજૂરમાં સારા પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ્સ જોવા મળે છે, જે વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મોથી ભરપુર હોય છે. વૃદ્ધત્વની પ્રક્રિયા તેના વપરાશથી ધીમી થઈ શકે છે, જે ત્વચા પર વૃદ્ધત્વની અસરને ઘટાડે છે.
એનર્જી થી ભરપૂર: વિટામિન્સ થી ભરપૂર ખજૂરમાં વિટામિન A1 અને C ની સાથે B1, B2, B3 અને B5 જેવા વિટામિન્સ પણ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જો તમે ખજૂરનો સમાવેશ તમારા ડાઇટમાં કરો છો, તો તમને વિટામિન સપ્લિમેન્ટ્સ લેવાની જરૂર નહીં પડે.
ખજૂર ખાવાથી માત્ર સ્વસ્થ જ નહીં, પરંતુ એનર્જી લેવલમાં પણ વધારો કરી શકાય છે. ખજૂરમાં કુદરતી મીઠાશ, સુક્રોઝ અને ફ્રુક્ટોઝ હોય છે જે શરીરને તાત્કાલિક ઉર્જા આપે છે . દરરોજ સવારે નાસ્તામાં ખજૂરનો સમાવેશ કરવાથી તમે દિવસભર ઉર્જાથી ભરપૂર રહી શકો છો.
પેટ સારું રાખે: જો તમે દરરોજ રાત્રે થોડીક ખજૂરને પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી તેનું સેવન કરો તો તે તમારી પાચનક્રિયાને સુધારી શકે છે. જે મહિલાઓને કબજિયાતની સમસ્યા હોય તેમના માટે પલાળેલી ખજૂર રામબાણ સાબિત થઈ શકે છે. કારણ કે તે આપણા શરીર પર રેચક અસર કરે છે.
આયર્નનો સારો સ્ત્રોત છે: ખજૂરમાં મળતું આયર્ન શરીરમાં એનિમિયાને દૂર કરવામાં મદદરૂપ છે. ખજૂરની માત્રા વધારીને એનિમિયા દૂર કરી શકાય છે. ખજૂરમાં ફ્લોરિન પણ હોય છે, જે તમારા દાંતને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે.
કોલેસ્ટ્રોલમાં ફાયદાકારક: શું તમે જાણો છો કે ખજૂરમાં ખૂબ જ ઓછી માત્રામાં ફેટ હોય છે. જો તમે તેને ઓછી માત્રામાં તમારા આહારમાં સામેલ કરો છો, તો તમે તમારા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરી શકો છો. આ સિવાય તમે તેનું સેવન કરીને વજન પણ ઘટાડી શકો છો.
જો તમે થોડા દિવસ ખજૂરની પેશીઓ ખાવાનું શરુ કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આવીજ માહિતી જાણવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.