દેશમાં એવું કોઈ પણ વ્યક્તિ નહીં હોય કે જેને ખાલડી ચડી જ ના હોય. દેશમાં રહેતા દરેક વ્યક્તિને એક વખત ખાલડી ચડી જ હશે. ખાલડી ચડવી એક સામાન્ય સમસ્યા છે. મોટા ભાગે આપણે સુતા હોય અને માથા નીચે લાંબા સમય સુઘી હાથ દબાયેલો રહેવાથી પણ ખાલડી ચડતી હોય છે.
આ ઉપરાંત કોઈ પણ જગ્યાએ પલાઠી વાળીને બેઠા હોઈએ ત્યારે પણ પગમાં ખાલડી ચડી જતી હોય છે. જયારે આપણા શરીરનો કોઈ પણ એક ભાગ દબાઈ ગયો હોય ત્યારે તે નસમાં લોહીનું પરિભ્રમણ ઓછું થઈ જાય છે. જેના કારણે ખાલડી ચડતી હોય છે.
જયારે હાથ અને પગ તેની મૂળ સ્થિતિમાં આવી જાય છે ત્યારે ખાલડી ઉતરી જાય છે. પરંતુ જો તમને કોઈ પણ કારણ વગર એમ જ હાથ પગમાં કીડીઓ ચડતી હોય તેવો અહેસાસ થતો હોય છે ચિંતાજનક કહી શકાય છે.
હાથ પગમાં ખાલડી ચડવાના ઘણા કારણો પણ છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. આ ઉપરાંત ખાલડી ચડતી હોય તો તેને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાય પણ જણાવીશું જેનો ઉપયોગ કરવાથી ખાલડી ચડવાની સમસ્યા દૂર થઈ જશે.
ખાલડી ચડવાના કારણો: 1. જો શરીરમાં લો બી.પી થઇ જયારે ખલડી ચડવાની સમસ્યા થાય છે. જો શરીરમાં કોઈ પણ ઈન્ફેકશન થઈ ગયુ હોય અથવા સુગરનું પ્રમાણ ઘટી ગયું હોય ત્યારે લો બી.પી ની સમસ્યા થતી હોય છે.
2. જો શરીરમાં હિમોગ્લોબીન ઘટી ગયું હોય ત્યારે પણ ખાલડી ચડી જવાની સમસ્યા થતી હોય છે. જયારે શરીરમાં હિમોગ્લોબીન 7 થી 10 % થઈ જાય ત્યારે ખાલડી ચડતી હોય છે. આ ઉપરાંત શરીરમાં નબળાઈ અને અશક્તિ જોવા મળતી હોય છે.
3. જો શરીરમાં બી12 ની ઉણપ હોવી એ ખાલડી ચડવાનું અગત્યનું કારણ છે. વિટામિન બી12 ની ઉણપ મોટાભાગે દરેક વ્યક્તિમાં જોંવ મળતી હોય છે. તેની ઉણપથી આપણા શરીરના હાડકા પણ નબળા થઈ જાય છે.
ખાલડીને દૂર કરવાના ઉપાય: જો તમને લો બીપી સમસ્યા હોય તો 2-4 દિવસમાં એક વખત બીપી ચેક કરાવું જોઈએ. જો તમારું બીપી લો થવા લાગે ત્યારે તરત જ એક ગ્લાસ પાણીમાં એક લીંબુ, અડઘી ચમચી મીઠું, ખાંડ નાખીને શરબત બનાવીને પી જવું. આમ કરવાથી બીપી તરત જ નોર્મલ થઈ જશે.
2. જો શરીરમાં હીમોગ્લોબિનની ઉણપ હોય ત્યારે પાલકનું શાક અથવા તેનું જ્યુસ પીવાથી પણ હિમોગ્લોબીન વઘશે. આ ઉપરાંત દરરોજ એક આખું બીટને સલાડના રૂપમાં ખાઈ જાઓ અથવા બીટનો જ્યુસ બનાવીને પી જવો. જેથી હિમોગ્લોબીન ની ઉણપ દૂર થઈ જશે.
3. જો શરીરમાં વિટામિન-બી12 ની ઉણપ હોય તો વઘારે પ્રમાણમાં ફણગાવેલ કઠોળનું સેવન કરવું જોઈએ. જે બી12 ની ઉણપને દૂર કરશે. માટે દરરોજ સવારે એક વાટકી ફણગાવેલ મગ ખાઈ જવા. ફણગાવેલ મગનું સેવન કરવાથી આપણું સ્વાસ્થ્ય પણ સ્વસ્થ રહે છે.
આ ઉપરાંત બી12 ની ઉણપને દૂર કરવા માટે તેના પાંચ ઈન્જેક્શનનો કોષ પૂરો કરી લેવો. જે વર્ષમાં એક વાર લેવાના જેથી શરીરમાંથી બી12 ની ઉણપ દૂર થઈ જશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.