શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે રોજિંદા જીવનમાં એક્સસાઈઝ અને યોગનો સમાવેશ કરવો જોઈએ આ ઉપરાંત આપણે શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાઓ જોઈએ. આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ કિડની છે.
જેને સ્વસ્થ રાખવી ખુબ જ જરૂરી છે. હેલ્ધી આહાર લેવાથી કિડની જેવા આપણા શરીરના અંગોને પૂરતું પોષણ મળી રહે છે. જેથી આપણા શરીરમાં મોટાભાગના રોગો દૂર રહે છે. કિડની આપણા શરીરમાં ફિલ્ટરનું કામ કરે છે.
જે જે શરીરમાં રહેલ હાનિકારક પદાર્થોને બહાર કાઢે છે. માટે કિડની ને સ્વસ્થ અને ચોખી રાખવી ખુબ જ જરૂરી છે. આપનો અનિયમિત ખોરાક ખાવાની ટેવ કિડની ને ઘણું નુકસાન પહોંચાડે છે. જેના કારણે ઘણી અક્લિફનો સામનો કરવો પડતો હોય છે.
કિડનીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આપણે યોગ્ય ખોરાક લેવો જોઈએ આ માટે આજે અમે એવા કેટલાક ફૂડ વિષે જણાવીશું જેને ખાવાથી કિડની નો બધો જ કચરો દૂર કરી કિડની ને સાફ કરશે અને કિડનીને થતા નુકસાન થી બચાવશે.
અનાનસ ખાઓ: અનાનસ ખાવામાં ખુબ જ ખાટું મીઠું હોય છે. જેમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે જેમ કે, કેલ્શિયમ વિટામિન-સી, પોટેશિયમ, વિટામિન- કે ઉપરાંત ફાયબર પણ સારી માત્રામાં હોય છે. જેથી આપણી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે અને અનેક વાયરલ બીમારીથી દૂર રાખે છે.
આ ઉપરાંત અનાનસમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ કિડનીમાં રહેલ કચરાની દૂર કરી સાફ કરવામાં મદદ કરે છે, માટે કિડનીને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે રોજે ડાયટમાં અનાનસ નો સમાવેશ કરવો જોઈએ. અનાનસ ખાવાથી બ્લડપ્રેશર નિયંત્રણમાં રહે છે.
સફરજન ખાઓ: સફરજન દરેક સીઝન માં મળી આવતું ફળ છે જેને ખાવાથી આપણા શરીરમાં ભરપૂર તાકાત મળી રહે છે. કિડનીમાં રહેલ ગંદકીને દૂર કરવા માટે નિયમિત પણે સફરજન નો સમાવેશ કરવો જોઈએ. જે કિડનીને ચોખી કરી સ્વસ્થ અને હેલ્ધી બનાવશે.
પપૈયા ખાઓ: ઘણી બધી બીમારી માંથી છુટકાળો મેળવવા માટે ખાવામાં આવે છે. કિડની સાફ કરવા માટે પપૈયાને અઠવાડિયામાં 100 ગ્રામ જેટલું ખાવું જોઈએ જેથી કિડની ખરાબ થવાની સંભાવના ખુબ જ ઓછી રહે છે. કિડની સાફ કરવા માટે સૌથી મહત્વ પૂર્ણ ફળ માનવામાં આવે છે.
કિડનીને સાફ કરવા માટે આપણે નિયમિત પણે લીંબુનો સમાવેશ કરવો જોઈએ. આ માટે આપણે અઠવાડિયામાં બે થી ત્રણ વખત લીંબુનો સરબત બનાવીને પીવો જોઈએ. જેથી કિડની અને શરીરમાં રહેલ બધો જ હાનિકારક ઝેરી પદાર્થો દૂર થઈ જશે.