કિડની શરીરનું એક ખુબજ અગત્યનું અંગ છે. તમે કિડનીને સુપર કોમ્પ્યુટર સાથે સરખાવી શકો છો, કારણ કે તેની રચના અત્યંત અટપટી છે અને તેનું કાર્ય ઘણું જટિલ છે. કિડની પર આપણા શરીરની મોટાભાગની પ્રવૃત્તિઓ આધાર રાખે છે.
આપણી કિડની હોર્મોન્સ બનાવવા અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરવામાં તેમજ શરીરમાંથી કચરો બહાર કાઢવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આપણા આયુર્વેદમાં કિડનીને સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે જેમાં તમે કેટલાક સરળ ઉપાયો કરીને તમારી કિડનીને ડિટોક્સ કરી શકો છો.
આનાથી તમારી કિડની માત્ર સારી રીતે કામ કરવાની સાથે ભવિષ્યમાં પણ બીમારીઓ થવાની શક્યતા પણ ઓછી થઇ જાય છે. કેટલા નિષ્ણાંતોના મતે કિડનીને સારી રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જોઈએ, આ સિવાય એવા કેટલાક ખોરાકનું સેવન કરવું જોઈએ જેમાં પાણીની વધુ માત્રામાં હોય છે.
અહીંયા તમને આયુર્વેદ અનુસાર જણાવેલ એવા બે શ્રેષ્ઠ ઉપાયો વિશે જણાવીશું જે કિડનીની ગંદકીને સાફ કરશે અને તેને સ્વસ્થ રાખશે. તો ચાલો જાણીએ આ આયુર્વેદિક ઉપાયો વિષે
ગરમ પાણી સાથે આદુ અને ધાણાના બીજ: તમને જણાવીએ કે કિડની સાફ કરવા માટે ગરમ પાણી એ સારો વિકલ્પ છે. તમે એક લીટર પાણીમાં પાંચ ગ્રામ આદુ અને પાંચ ગ્રામ ધાણાના બીજને એકસાથે ઉકાળો. આ સામગ્રીને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લિટર પાણી 10 ગ્રામ થઈ જાય. ત્યારબાદ તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેનું સેવન કરો.
નારિયેળ પાણી અને એલચી: નાળિયેર પાણી અને એલચી પણ કિડની સાફ કરવાનું કામ કરે છે. લીલા નારિયેળના પાણીમાં એલચી પાવડર ભેળવી પીવાથી કિડની ડિટોક્સમાં ફાયદો થાય છે. તમે 15ml નારિયેળ પાણીમાં 3 ગ્રામ એલચી પાવડર ઉમેરીને સેવન કરી શકો છો .
જો તમે કિડની સંબંધિત કોઈ સમસ્યાથી પરેશાન છો, તો આ ઉપાયોનો ઉપયોગ કરતા પહેલા તમે તમારા ડૉક્ટર અથવા કોઈપણ આયુર્વેદચાર્યની સલાહ જરૂર લો. અહીંયા આપેલી માહિતી સમસ્યા છે.
લીંબુ : લીંબુ વિટામીન-C થી ભરપુર હોય છે. લીંબુ શરીરમાં હાજર ટોક્સિન્સને દૂર કરવામાં ખુબજ કારગર સાબિત થાય છે. આ માટે તમારે રોજ 1ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ નીચવીને પીવો. જો કિડનીની કોઈ બીમારી છે તથા કિડનીને તંદુરસ્ત અને સાફ રાખવા ઈચ્છો છો તો દરરોજ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને સેવનથી ફાયદો થાય છે.