મિત્રો આ લેખમાં તમને પથરીનો અકસીર ઈલાજ જણાવીશું. હાલના સમયમાં દરેક નાની ઉંમરની વ્યક્તિથી લઈને મોટી ઉંમરની વ્યક્તિ કોઇ ને કોઇ બીમારીથી પીડાઈ રહ્યો હોય છે. આજની આ ભાગદોડવાળી જીંદગીથી મનુષ્ય પોતાના સ્વાસ્થ્ય ને સાચવી શકતો નથી અને અનેક બીમારીઓની ચપેટમાં આવી જાય છે.
મિત્રો જે રીતે લોકોની જીવનશૈલી બદલાઈ રહી છે તેની સાથે પથરીની બીમારી ખૂબ જ સામાન્ય બની ગઈ છે. મિત્રો તમને જણાવીએ કે આપણા શરીરમાં ક્ષાર ના કણો આપણા પેશાબમાં રહેલા હોય છે અને આ ક્ષારના કણો લાંબા સમય સુધી એક જગ્યાએ ભેગા થાય અને એક કઠણ પદાર્થ બનાવે છે. જેને આપણે પથરી કહીએ છીએ.
તમને જણાવીએ કે આપણા શરીરમાં મિનરલ અને સોલ્ટ જામીને એક પથ્થરનું સ્વરૂપ લઇ લે છે જેને આપણે પથરી તરીકે ઓળખીએ છીએ અને આ પથરી મગની દાળ થી લઈને રમવાના ટેનિસ બોલ જેટલી મોટી હોઈ શકે છે. મિત્રો શરીરમાં પથરી અલગ અલગ જગ્યાએ હોય છે.
ઘણા લોકોને પથરીની સમસ્યા કિડનીમાં થાય છે, અમુક લોકો ની પથરી પેશાબ ની કોથળી માં હોય છે જયારે અમુક લોકોને પથરી પેશાબ ની નળી માં હોય છે. અને પિત્તાશયમાં પથરી થવી એ પણ એક સામાન્ય થઈ ગઈ છે. મિત્રો ઘણા લોકો કહેતા હશે કે પથરી ગંભીર બીમારી છે પરંતુ તમને જણાવીએ કે પથરી એક એવી ગંભીર બીમારી નથી
પરંતુ જો તેનો ઈલાજ સમયસર કરવામાં ન આવે તો તેનું મોટુ અને ગંભીર પરિણામ ભોગવવું પડી શકે છે. શરીરમાં જ્યારે સોડિયમની માત્રા વધી જાય છે ત્યારે કિડની સોડિયમને નિકાળવાનું કરે છે. પરંતુ ઘણી વખત કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે ત્યારે સોડિયમની માત્રામાં વધારો થાય છે અને વધારે માત્રામાં સોડિયમ કિડનીમાં ભેગા થવાથી પથરી થવાની શરૂ થઈ જાય છે.
આ ઉપરાંત શરીરમાં વધારે પ્રમાણમાં કેલ્શિયમ સ્ટોર થઇ જાય તો પણ પથરી થતી હોય છે અને આ ખાસ કરીને જે લોકો માંસ અને મટનનું વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે તેવા લોકોમાં વધુ માત્રામાં પથરીની બીમારી જોવા મળે છે. તમને જણાવીએ કે જો પાણીનું વધારે પ્રમાણમાં સેવન કરવામાં આવે તો,
શરીરમાં ગમે તે ભાગમાં રહેલી નાની નાની પથરી પેશાબ વાટે બહાર નીકળી જાય છે. એટલે કે જો તમને પથરીની સમસ્યા છે તો તમારે પાણીનું સેવન વધારે માત્રામાં કરવું જોઈએ. મિત્રો પથરી થાય એટલે અસહ્ય પેટમાં દુખાવો થાય છે અને આ દુખાવો તમને કોઈ પણ સમયે થઇ શકે છે.
ઘણી વાર પેશાબ કરતી વખતે પણ વધુ માત્રામાં બળતરા થતી થાય છે, ઘણી વાર પેશાબમાં લોહી આવવું, પેશાબમાં દુર્ગંધ આવવી, પેશાબ કરતી વખતે બળતરા થવી, પેશાબ એકદમ પીળા રંગનો આવવો આવા ઘણા બધા પથરી ને લગતા લક્ષણો જોવા મળે છે. જે લોકોની કિડનીમાં પથરી હોય,
તે લોકોને કમરનો દુખાવો વધુ થતો હોય છે અને મોટાભાગે કમળની પાછળના ભાગમાં ખૂબ જ પીડાદાયક દુખાવો થતો હોય છે. જયારેપિત્તાશયમાં પથરી હોય તો શરીરના પડખામાં વધુ દુખાવો થતો હોય છે. મિત્રો જે લોકોને પથરીની બીમારી હોય તેવા લોકોએ માંસ મટન નું સેવન ન કરવું જોઈએ અને પાન મસાલા ખાતા લોકો વધુ માત્રામાં ચુના નું સેવન ન કરવું જોઇએ.
મિત્રો જે લોકોને પથરીની સમસ્યા છે તેવા લોકોને નિયમિત દરરોજ સવારે ખાલી પેટ સફરજનનો જ્યૂસ પીવાથી શરીરમાં ગમે તે જગ્યાએ પથરી હશે જેવી કે કિડની, પિતાશ કે પછી પેશાબની નળીમાં હશે તેવી બધી પથરી બહાર નીકળી જશે. જો તમે જ્યુસ ન પી શકો તો નિયમિત રૂપે ત્રણ સફરજનનો સવારે ખાલી પેટ સેવન કરશો તો પણ શરીરમાંથી પથરી નીકળી જશે.
આ સિવાય જો તમે લીલા નાળીયેરનું પાણી અને તેમાં એક લીંબુ નીચોવી ને નિયમિત રૂપે સવારે પીવો છો તો પણ ગમે તેવી પથરી શરીરમાંથી દૂર થઈ જશે. મિત્રો લીલા નાળિયેરનું પાણી પથરીની બીમારી માં ખૂબ જ સારા પરિણામો મળે છે.
આ સિવાય મિત્રો રોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં બે ચમચી કરથી નાખી ને સવારે તેને નિયમિતરૂપે પીવાથી પણ પથરી ની બીમારી માંથી છુટકારો મળે છે આ ઉપાય પણ પથરીની બીમારીમાં રામબાણ સાબિત થાય છે.
જો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને આગળ જરૂર મોકલો અને આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.