કિસમિસ અને બદામ બંને ડ્રાયફ્રૂટ્સ છે આ બંને ડ્રાય ફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. જેનું સેવન મોટાભાગે લોકો હાલત ચાલતા કોઈ પણ સમયે કરતા હોય છે, પરંતુ તેને યોગ્ય સમયે અને યોગ્ય રીતે ખાવાથી શરીરને તેનાથી થતા ફાયદાઓ મળે છે.
ડ્રાયફ્રૂટ્સ નું સેવન હંમેશા માટે 7-8 કલાક પલાળીયા પછી જ કરવું જોઈએ. પલાળેલા ડ્રાયફ્રૂટ્સ હંમેશા માટે સવારે ખાલી પેટ ચાવીને કરવું જોઈએ, શું તમે ક્યારેય કિસમિસ અને બદામ ને પલાળીને ખાઘી છે. જો ના ખાધી હોય તો ખાવાનું શરુ કરી દો.
કારણકે તમને જણાવી દઉં કે કિસમિસ અને બદામ બંને સાથે ખાવાથી આરોગ્યને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. આ બંને વસ્તુમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, કિસમિસ માં આયર્ન, ફાયબર, પ્રોટીન, પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ, વિટામિન- બી6 મળી આવે છે.
આ ઉપરાંત બદામમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ, વિટામિન-ઈ, પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ શરીરને જરૂરી પોષક તત્વો મળી આવે છે. આ માટે 7-8 દાણા કિસમિસ અને 4-5 બદામ ખાઈ શકાય છે, પરંતુ જો તેનાથી વધુ પડતું સેવન કરવામાં આવે તો ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.
જયારે આ બંને શક્તિ શાળી ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવામાં આવે તો શરીરને ભરપૂર એનર્જી અને ઉર્જા મળી રહે છે, જેના કારણે આખા દિવસ દરમિયાન કોઈ પણ કામ કરવામાં થાક અને કમજોરી આવતી નથી અને શરીરમાં સ્ફૂર્તિ બનાવી રાખે છે.
કિસમિસ અને બદામ ખાવાથી પેટ સારું રહે છે અને પાચનક્રિયામાં સુધારો કરે છે, જયારે આ બંને વસ્તુનું સવારે ખાવામાં આવે ત્યાર પછી પેટ એકદમ સારી રીતે સાફ થાય છે અને પેટ અને આંતરડામાં જમા થયેલ વધારાનો કચરો પણ દૂર થઈ જાય છે. અને પેટને સ્વસ્થ રાખી અનેક રોગોથી બચાવે છે.
આજના સમયમાં મોટાભાગના ઘણા લોકો હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર ની સમસ્યાથી પરેશાન થઈ ગયા છે, તેવામાં જો બ્લડ પ્રેશર હોય તેવા દર્દી નિયમિત પણે રોજે સવારે ખાલી પેટ કિસમિસ અને બદામ નું સેવન કરે છે તો તેમનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
તેમાં મળી આવતું ઓમેગા-3 ફેટી એસિડ મગજના સ્વાસ્થય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરવાથી મગજની કાર્ય ક્ષમતામાં વઘે છે અને કમજોર પડી ગયેલ યાદશક્તિમાં વઘારો થાય છે.
તેમાં મળી આવતું વિટામિન-ઈ તત્વ વાળ ને મજબૂત અને હેલ્ધી બનાવે છે આ ઉપરાંત પલાળેલી બદામ ખાવાથી બેજાન ત્વચા દૂર થાય છે અને ચહેરા પર કરચલી જેવા વૃદ્ધાવસ્થાના ચિન્હો પણ દૂર કરે છે જેના કારણે ચહેરો સુંદર અને મુલાયમ બને છે, કિસમિસમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે ત્વચા અને વાળને સ્વસ્થ બનાવી રાખવાનું કામ કરે છે.
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે કિસમિસ અને બદામ ડ્રાય ફ્રૂટ્સ ખાવાથી કોલેસ્ટ્રોલ ની સમસ્યા દૂર થાય છે અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, આ ડ્રાય ફ્રૂટ્સ માં મળી આવતું આયર્ન તત્વ શરીરમાં લોહીની કમીને પુરી કરે છે અને એનમિયાના શિકાર બનતા રોકે છે.
જયારે આ બંને વસ્તુ એક સાથે ખાવામાં આવે છે ત્યારે તેમાંથી સારી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે જેના કારણે હાડકા મજબૂત મજબૂત થાય છે અને હાડકામાં આવતો કડકડ અવાજ, સાંઘાના દુખાવા, સ્નાયુના દુખાવા વગેરે દૂર થાય છે.
જો તમને કબજિયાતની તકલીફ થી પીડાઓ છો તો નિયમિત પણે થોડા દિવસ આ બંને ડ્રાય ફ્રૂટ્સનું સેવન કરી લેશો તો વર્ષો જૂની કબજિયાત હશે તો તેમાંથી પણ છુટકાળો મળશે. ઘ્યાનમાં રાખવું કે કિસમિસ અને બદામ એકસાથે વધારે માત્રામાં ના ખાવી જોઈએ.