આપણા સમયમાં દરેક સ્ત્રી સુંદર દેખાવા માંગે છે અને બધા બધા લોકોની ઈચ્છા હોય છે , પરંતુ ખાવાની ખોટી આદતો, પ્રદૂષણ અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ ત્વચા પર ખરાબ અસર કરે છે. આનાથી ત્વચાની ચમક તો ઓછી થાય છે, સાથે સાથે ત્વચા ઢીલી પણ થાય છે અને તમે નાની ઉંમરે મોટી ઉંમરના દેખાઈ શકો છો.
ત્વચા પર પ્રદૂષણ અને કેમિકલયુક્ત બ્યુટી પ્રોડક્ટ્સની સૌથી વધુ અસર સામાન્ય રીતે જે મહિલાઓની ઉંમર 30 વર્ષથી વધુ હોય છે, તેમની વધુ અસર થાય છે. ખરેખર તો વધતી ઉંમર સાથે, ત્વચાની કાળજી લેવાની રીત બદલવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ ઉપરાંત શક્ય હોય તેમ, ઉંમર અને ત્વચાના પ્રકાર અનુસાર અલગ-અલગ પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરવો જોઈએ. પરંતુ આ બ્યુટી પ્રોડક્ટ્સ કોઈ નુકશાન તેવી હોવી જોઈએ.અહીંયા ઘરેલુ ટિપ્સ વિષે જાણાવીશું, જે તમારી ત્વચાને ચમકદાર અને જુવાન બનાવી શકે છે.
અહીંયા તમને કિવી ફળનો ફેસ પેક વિષે જણાવીશું જે તમારી ત્વચાને ચમકદાર અને જુવાન બનાવવામાં મદદ કરશે. આ ફેસ પેક માટે સામગ્રી માં 1 કિવિ ફળ અને 1 નાની ચમચી મધ ની જરૂર પડશે.
હવે તેની પદ્ધતિ જાણીએ: સૌ પહેલા કિવીને વચ્ચેથી કાપીને તેનો પલ્પ કાઢી લો. કીવીની છાલને ફેંકી દેશો નહીં કારણકે તેનો ઉપયોગ સ્ક્રબિંગ માટે કરી શકાય છે. હવે તમારે કીવીને મેશ કરીને તેમાં મધ મિક્સ કરવાનું છે. પછી તમે આ મિશ્રણને ચહેરા અને ગરદન પર લગાવો.
આ ઘરે બનાવેલા ફેસ પેકને માત્ર 8 થી 12 મિનિટ માટે ચહેરા પર રાખો. 8 થી 12 મિનિટ પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ફેસ પેકને લગાવવો: સૌ પ્રથમ ચહેરાને પાણીથી સાફ કરીને સારી રીતે સૂકવી લો. આ પછી તમારે ચહેરા પર ગુલાબજળ લગાવવાનું છે.
ગુલાબજળ લગાવ્યા પછી ચહેરા પર હળવા હાથે મસાજ કરીને ફેસ પેક લગાવવો. ચહેરાની સાથે તમે આ ફેસ પેકને ગરદન અને હાથ પર પણ લગાવી શકો છો. ફેસ પેક લગાવ્યા પછી, કીવીની છાલના ખરબચડા ભાગથી ચહેરો અને ગરદનને સ્ક્રબ કરો. સ્ક્રબ કરતી વખતે ધ્યાન રાખો કે તમારે ત્વચા પર છાલને બહુ ઝડપથી ઘસવાની જરૂર નથી.
આમ કરવાથી ત્વચા છોલાઈ શકે છે. આ ફેસ પેકને ચહેરા પર સંપૂર્ણપણે સુકાવો નહીં, તેના બદલે 8 થી 12 મિનિટ પછી જ ચહેરાને હૂંફાળા પાણીથી સાફ કરો. ચહેરાને સાફ કર્યા પછી તરત જ, તમારી ત્વચાના પ્રકાર અનુસાર મોઇશ્ચરાઇઝર લગાવો.
કિવી ફ્રૂટ ફેસ પેકના ફાયદા : કીવીમાં વિટામિન-સી અને વિટામિન-ઈ વધુ માત્રામાં જોવા મળે છે. આ બંને વિટામિન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને પ્રદૂષણના કારણે ત્વચાને થતા નુકસાનને ઘટાડવામાં કીવી ખૂબ જ ફાયદાકારક છે.
કિવી એક એવું ફળ છે, જે ત્વચામાં કોલેજનના ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે . તેને ખાવા અને ત્વચા પર લગાવવા બંનેના ઘણા ફાયદા છે. કીવી એન્ટિ-એજિંગ ગુણોની સાથે, કીવીમાં હાજર એન્ટિઓક્સિડન્ટ્સ ત્વચામાં ખીલની સમસ્યાને પણ ઘટાડે છે.