હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, આ માટે હેલ્થ નિષ્ણાત પણ જણાવે છે કે ઉનાળામાં ઓછામાં ઓછા 10 ગ્લાસ પાણી આખા દિવસ દરમિયાન પીવું જ જોઈએ. જે ઉનાળામાં ડિહાઈડ્રેશનથી બચાવી રાખે છે.
આ સાથે આપણે એવા કેટલાક ખોરાક ઉનાળામાં ખાવા જોઈએ જે ઉનાળામાં આપણા શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદરૂપ સાબીત થશે. આ ઉપરાંત મોટાભાગે લોકો ઉનાળામાં ગરમીથી બચવા માટે અલગ અલગ પીણાં પણ પિતા હોય છે.
આ સિવાય ઘણા લોકોને ફળોના જ્યુસ પીવાનું પણ ખુબ જ ગમતું હોય છે તેમના માટે ઉનાળાની ઋતુ ખુબ જ ફાયદાકારક છે, કારણકે ઉનાળામાં ફળોના જ્યુસ પીવાથી શરીરમાં ઘણા બધા ફાયદા થાય છે, ફળોના જ્યુસ પીવાથી આપણા શરીરને હાઈડ્રેટ રાખવાની સાથે પોષક તત્વોની કમી પણ પુરી કરી શકાય છે,
ઉનાળામાં આપણા શરીરને પાણીની સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે પાણી પીવાથી આપણું શરીર હાઈડ્રેટ રહે છે અને શરીરને કમજોર પડવા દેતું નથી. માટે પાણી આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે, આપણે પાણી સાથે એવી કેટલીક વસ્તુઓ નાખીને પાણીને પી શકીએ છીએ. જે આપણા શરીરને ઘણા બધા ફાયદાકારક હોઈ શકે છે.
આ માટે આજે અમે તમને એવા એવી કેટલીક વસ્તુ વિષે જણાવીશું જેને પાણીમાં નાખીને ઉનાળામાં પીવામાં આવે તો આપણા આરોગ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થશે સાથે આ વસ્તુ મિક્સ કરીને પીવામાં આવે તો આપણા શરીરના મોટાભાગના રોગો દૂર કરી શકાય છે.
ફુદીના નું પાણી: આપણા સ્વાસ્થ્ય માટે ફુદીનાનું પાણી ખુબ જ લાભદાયક છે. આ માટે સૌથી પહેલા થોડા ફુદીનના પાન લઈ લેવા અને તેને ધોઈને પછી તેને મિક્સર જારમાં પીસી દેવાના છે અને તેનો રસ નીકાળી દેવાનો છે, ત્યાર પછી એક પેનમાં બે ગ્લાસ પાણી નાખો અને ફુદિનાનો રસ અને એક આખા લીંબુનો રસ મિક્સ કરીને બરાબર હલાવી દો, હવે તેને એક પાણીની બોટલમાં ભરી દો,
હવે આ પાણીને તમારે એક કલાકે બે થી ત્રણ ઘૂટડા મારવાના છે, આ ફુદીના વાળા પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે શરીરને ડીટોક્સિફાય કરે છે, આ પાણી આપણી મંદ પડી ગયેલ પાચન શક્તિને મજબૂત બનાવે છે, સાથે બ્લડ સુગર લેવલ ની માત્રને ધટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત આપણા શરીરને ઠંડક આપી શરીરને ચોખ્ખું અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે.
લીંબુની પાણી: લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે જે આપણા શરીરમાં રોગપ્રતિકારક શક્તિને વધારી લાંબા સમય સુધી એનર્જીવાન બનાવી રાખે છે. લીંબુમાં ફાયબર પણ મળી જે ચરબીને ઓગાળવામાં મદદ કરે છે.જેથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
આ માટે તમારે એક ગ્લાસ પાણીમાં એક આખું લીંબુ નીચોવી દેવાનું છે ત્યાર પછી તેમાં થોડી જલજીરા મિક્સ કરવાની છે અને તે પાણી પી જવાનું છે, આ પાણી પીવાથી આપણું પેટ એકદમ સાફ થઈ જશે અને આપણી પાચનશક્તિ મજબૂત બની જશે. લીંબુ વાળું પાણી ઉનાળામાં પીવાથી આપણા શરીરને ભરપૂર ઉર્જા આપે છે.