ઉનાળાનો સમય એવો કે જ્યારે શરીરને ઠંડક અને હાઇડ્રેશનની જરૂર હોય છે. ઉનાળાના સમયમાં દરેક લોકોને દરેક કામમાં તકલીફ પડે છે અને કામમાં આળસ અને થાક વધુ લાગે છે. એટલે કહી શકાય કે ઉનાળાનો સમય દરેક લોકો માટે માટે થોડો મુશ્કેલ હોય છે.
પરંતુ જો ઉનાળામાં ખૂબ જ હાઈડ્રેટિંગ ડ્રિંક મળી જાય તો શરીરમાં તાજગી અને શક્તિ આવી જાય છે. તો આજે તમને ફુદીના અને લીંબુથી બનતા ડ્રિન્ક વિષે જણાવીશું જે તમને ઉનાળામાં ફ્રેશ બનાવી દેશે. તો ચાલો જાણીએ આ ડ્રિન્ક બનાવવાની રીત વિષે.
લીંબુ અને ફુદીનાનું ડ્રિન્ક બનાવવા માટે સામગ્રી: 3 લીંબુ, 20 થી 25 ફુદીનાના પાન, 5 ચમચી ખાંડ, 4 ગ્લાસ પાણી, 4 બરફના ટુકડા અને 1 ચમચી જીરું પાવડર.
લીંબુ અને ફુદીનાનું ડ્રિન્ક બનાવવાની રીત: સૌ પ્રથમ બધા લીંબુને કાપીને તેનો રસ કાઢો. હવે બધી સામગ્રીને એકસાથે લઇ તેને બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરો. ત્યારબાદ તેને ગરણી વડે ગાળી લો જેથી શરબત સ્મૂધ બને. ત્યારબાદ એક ગ્લાસ લઇ તેમાં આ ડ્રિન્ક ઉમેરી અને તરત જ પી જાઓ.
આ ડ્રિન્ક પીવાની સાથે જ તમારા શરીરમાં એનર્જી આવી જશે. આ ડ્રિન્ક ને ઉનાળાનું સૌથી સારું ડ્રિન્ક કહી શકાય છે જે તમારા શરીર માટે ઉનાળામાં ખુબજ ફાયદાકારક સાબિત થાય છે.
અમે આશા રાખીએ છીએ કે તમને આ લીંબુ અને ફુદીનાનું શરબત બનાવવાની રીત પસંદ આવી હશે અને તમે ઘરે એકવાર જરૂર
બનાવવાનો પ્રયત્ન કરશો. ઉનાળામાં એક વાર ઘરે આ ડ્રિન્ક બનાવીને ઉપયોગ કરો. જરૂર ફાયદો થશે.