તણાવને કારણે રાત્રે ઊંઘમાં ખલેલ પડે છે. તણાવ એ માનસિક વિકાર છે. આ ડિસઓર્ડરથી પીડિત વ્યક્તિ રાત્રે સૂઈ શકતી નથી. તેમજ તે વ્યક્તિ હંમેશા બેચેન રહે છે. આ સિવાય મોડી રાત્રે મોબાઈલ ચલાવવાથી પણ ઊંઘમાં ખલેલ પડે છે.
નિષ્ણાતોના મતે લાંબા સમય સુધી અનિદ્રાની શરીર પર વિપરીત અસર થાય છે. વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળી પડી જાય છે. આ સાથે અનેક રોગો જન્મ લે છે. આ માટે ડોક્ટરો હંમેશા સ્વસ્થ રહેવા માટે દરરોજ ઓછામાં ઓછા 8 કલાક સૂવાની સલાહ આપે છે.
સાથે જ રાત્રે ચા-કોફી, ધુમ્રપાન અને આલ્કોહોલનું સેવન ન કરો, તણાવથી દૂર રહો અને રાત્રે સૂવાના 1 કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરો. આ સિવાય લીંબુના પાનને સૂંઘવાથી પણ અનિદ્રામાં રાહત મળે છે. આનાથી રાત્રે સારી ઊંઘ આવે છે. તો આવો, જાણીએ તેના વિષે.
આરોગ્ય નિષ્ણાતોના મતે, લીંબુના પાનમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ઓક્સિડન્ટ, ફિનોલિક, ટેનીન, એન્ટિ-માઇક્રોબિયલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરીના ગુણો જોવા મળે છે, જે અનિદ્રા સહિત અન્ય અનેક રોગોમાં ફાયદાકારક છે.
અનિદ્રા માટે દિવસમાં કોઈક સમયે લીંબુના પાનને સૂંઘો. તે ઝડપી લાભ આપે છે. તેમાં રહેલા સાઇટ્રિક એસિડ અને અલ્કલોઇડ ઉંઘની સમસ્યા દૂર કરવામાં મદદરૂપ થાય છે. લીંબુના પાનમાંથી બનેલી ચા પીવાથી પણ રાત્રે સારી ઊંઘ આવે છે.
આના કારણે મગજમાં હેપ્પી હોર્મોનનું ઉત્સર્જન થાય છે, જે તણાવ, માથાનો દુખાવો અને અનિદ્રાને દૂર કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તેમાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ ચયાપચયને સક્રિય કરે છે. તેમજ ફાઈબરને કારણે ખોરાક મોડા પચે છે.
જો તમે વધતા વજનથી પરેશાન થઇ ગયા છો તો લીંબુના પાન તમારી આ પરેશાની દૂર કરી શકે છે. લીંબુના પાનથી બનેલા જ્યૂસમાં પેક્ટિન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે, જે વજન ઘટાડવામાં કાગરત સાબિત થાય છે. લીંબુના પાનને પાણીમાં ઉકાળીને આ પાણીને પીવાથી ફાયદો થશે.