ડ્રાયફ્રૂટ્સના શોખીનોને કિસમિસનો સ્વાદ ખૂબ જ ગમતો હોય છે. લોકો કિસમિસને વધુ પસંદ કરે છે કારણ કે તે અન્ય ડ્રાય ફ્રૂટ્સની સરખામણીમાં સસ્તું હોવાની સાથે વધુ ફાયદાકારક પણ છે. જે લોકોના શરીરમાં લોહીની ઉણપ હોય છે. તેમના માટે કિસમિસનું સેવન વરદાનથી ઓછું નથી.
કિસમિસ ખાવાથી શરીરમાં થાક, નબળાઈ, સુસ્તી જેવી સમસ્યાઓથી પણ રાહત મળે છે. સાથે જ તેનું સેવન કરવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. કફ અને પિત્તની સમસ્યામાં કિસમિસનું સેવન ખુબ જ ફાયદાકારક છે.
1. કબજીયાતથી રાહત : કબજીયાતથી પીડિત લોકો માટે કિસમિસનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે તમારા પેટ માટે સારું છે. આ ખાવાથી તમને પેટ ભરેલું લાગશે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. તેથી જ તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ થાય છે.
2. એનર્જી આપે : કિસમિસમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વધુ માત્રામાં જોવા મળે છે, જે ઊર્જા પ્રદાન કરવા માટે જાણીતા છે. જે લોકોની ઉર્જા ઘણી ઓછી હોય છે. તેમના માટે કિસમિસ શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તે ન માત્ર એનર્જી પુરી પાડે છે, પરંતુ તે હાડકાંને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે.
3. એનિમિયા માટે : આયર્નની ઉણપના કિસ્સામાં જો કિસમિસને તમારા ડાયટ ચાર્ટમાં સામેલ કરવામાં આવે તો આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. લોહીની ઉણપથી એનિમિયા એક રોગ બની જાય છે, જેના માટે કિસમિસ ખૂબ જ ફાયદાકારક છે. આ આયર્ન લાલ રક્તકણોની રચના માટે મહત્વપૂર્ણ છે. આ કારણે તે આપણા શરીરના કોષો સુધી ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે.
4. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે : કિસમિસમાં હાજર પોટેશિયમની ઉચ્ચ માત્રા આપણી રક્તવાહિનીઓને આરામ આપે છે અને રક્ત પરિભ્રમણને સુધારે છે અને બ્લડ પ્રેશરને સ્થિર રાખવામાં મદદ કરે છે. કિસમિસ વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન, ફાઈબર, વિટામિન બી6 અને કોપર તેમજ એન્ટીઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર છે જે આપણી સિસ્ટમમાં ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે.
5. લીવર માટે ફાયદાકારક : તમને જણાવીએ કે કિસમિસ એક ઉત્તમ ડ્રાયફ્રૂટ છે, જે શરીરમાં રહેલા ઝેરીલાં પદાર્થોને બહાર કાઢવામાં મદદરૂપ બને છે અને લીવરને તેની અસર થવાથી બચાવે છે.
6. શ્વાસની દુર્ગંધને દૂર કરે : કિસમિસમાં એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે. તેનાથી બેક્ટેરિયાથી લડવામાં સહાયતા મળે છે અને મોઢામાંથી આવતી ખરાબ દુર્ગંધને દૂર કરે છે. જો તમારા મોંમાંથી દુર્ગંધ આવે છે તો જરૂરથી કિસમિસનું સેવન કરો.
જો તમે પણ કિસમિસ ખાવાની શરુ કરશો તો તમને ખુબજ ફાયદો થશે. જો તમે અહીંયા જણાવેલી કોઈ સમસ્યાથી પરેશાન છો તો ચોક્કસ સેવન કરો. માહિતી પસંદ આવે તો શેર કરવાનું ભૂલશો નહીં.