શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવા માટે શરીરમાં યોગ્ય માત્રામાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. જો શરીરમાં લોહીનું પ્રમાણ યોગ્ય ના હોય તો ઘણી બીમારીઓ શરીરમાં થઈ શકે છે, આ માટે લોહીની કમી ને પુરી કરવી જોઈએ.
લોહી શરીરના દરેક અંગો ને જરૂરી હોય છે, લોહીને વધારવા માટે આપણે આહારમાં પૂરતું ઘ્યાન એવું જોઈએ. આ મેઈ આપણે એવા કેટલાક ખોરાક ખાવા જોઈએ જેની મદદથી લોહીના સ્તર ને વધારવામાં મદદ મેળવી શક્ય છે. તો ચાલો જાણીએ લોહી વધારવાના કેટલાક ખોરાક વિષે. આ ખોરાકનો સમાવેશ રોજિંદા જીવનમાં કરવામાં આવે તો લોહીનું સ્તર એક અઠવાડિયામાં જ વધી જશે.
ગાજર: ગાજર માં ખુબ જ શ્રી માત્રામાં આયર્ન નો સ્ત્રોત મળી આવે છે, માટે ગાજરને બપોરના સલાડ સાથે અથવા સવારે તેનો જ્યુસ બનાવીને પીવું જોઈએ. જે શરીરમાં થઈ ગયેલ લોહીની કમીને પુરી કરશે. ગાજર લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરે છે અને લોહીને શુદ્ધ બનાવે છે.
લીલા પાનવાળા શાકભાજી: લીલા પાન વાળા શાકભાજીમાં ભરપૂર માત્રા આયર્ન, કેલ્શિયમ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે, જે શરીરમાં લોહીના સ્તરને વધારે છે માટે રોજિંદા આહારમાં લીલા પાન વાળા શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. શરીરમાં રહેલ હાનિકારક ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે.
બીટ: બીટને લોહી વધારવાનું મશીન કહેવામાં આવે છે તેમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે, તેને રોજિંદા ડાયટમાં સલાડમાં સમાવેશ કરવો જોઈએ. જે શરીરમાં લોહીની અછતને પૂર્ણ કરે છે અને લોહીને વધારે છે.
ટામેટા: તેમાં આયર્નનો સારો સ્ત્રોત મળી આવે છે. શરીરમાં થઈ ગયેલ લોહીની ઉણપને દૂર કરવા માટે રોજે એક ટામેટું ખાઈ લેવું જોઈએ, ટામેટાને સલાડ બનાવીને ખાવાથી તેનો ઘણો બધો ફાયદો થાય છે.
આમળા: આમળામાં વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે, જે લોહીને વધારવાની સાથે લોહીમાં રહેલ અશુદ્ધિઓને દૂર કરી લોહીને શુદ્ધ બનાવે છે. તેનું નિયમિત પણે સેવન કરવાથી હિમોગ્લોબીન સ્તર વધારી શકાય છે, તે વાળને મજબૂત અને સ્કિન ને ચમકદાર બનાવી રાખવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે.
તમે પણ લોહીં ના ઘટી ઘટી ગયેલ સ્તરને વધારવા માંગો છો તો રોજિંદા જીવનમાં આ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જે થોડા જ દિવસમાં લોહીના ઘટી ગયેલ સ્તરને વધારવામાં મદદ કરે છે.