ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તેવામાં વરસાદ પડવાથી ઘરમાં ખુબ જ મચ્છર આવી શકે છે, જેથી મચ્છર જન્ય અનેક પ્રકારના રોગો થતા હોય છે, જેમ કે, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા જેવા રોગો થઈ શકે છે.
માત્ર એક નાનો દેખાતો મચ્છર કરડવાથી ઘણા લોકો બીમાર અને મુત્યુ પણ પામતા હોય છે. આખા વર્ષ દરમિયાન સૌથી વધુ બીમારીઓ મચ્છર કરડવાથી ફેલાઈ રહી છે. માટે મચ્છરને સૌથી વધુ ખતરનાક અને જાનલેવા કહી શકાય છે.
મચ્છરની ઘણી બધી જાતિઓ મળી આવે છે, જેમાં ઘણા મચ્છરની જાતિ જાનલેવા હોતી નથી, પરંતુ આપણા ઘરમાં માત્ર એક મચ્છર મેલેરિયા કે ડેન્ગયુનો આવી ને એક વખત કરડે તો તે જાનલેવા થઈ હોઈ શકે છે. વરસાદમાં સૌથી વધુ મચ્છર જોવા મળતા હોય છે.
જેના કારણે વરસાદની ઋતુમાં સૌથી વધુ બીમારીઓ થતી હોય છે, આ બીમારી માંથી છુટકાળો મેળવવા માટે આપણે અનેક પ્રકારના બજારમાંથી મળતા પ્રોડટકનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ તે બધી વસ્તુ માં ભરપૂર કેમિકલ મળી આવે છે,
જેનો ધુમાડો આપણા શ્વાસ દ્વારા શરીરમાં જવાથી કેટલાક અંગોને નુકસાન થઈ શકે છે. આ માટે આજે અમે તમને એવા ઉપાય જણાવીશું જેની મદદથી તમે ખુબ જ આસાનીથી ઘરમાં આવતા મચ્છરને ખુબ જ આસાનીથી દૂર કરી શકીશું.
ઘરમાંથી મચ્છર દૂર કરવાના ઉપાય:
આ માટે સૌથી પહેલા એક તગાડું લઇ લેવું ત્યાર પછી તેમાં કડવા લીમડાના પાન નાખવા, હવે તેમાં બે ચમચી જેટલી ઘી નાખવાના છે, ત્યાર પછી તે પાનનાને માંચીશ વડે સળગાવાનું છે, આવી રીતે લીમડાનો ધુમાડો ઘરમાં કરવામાં આવે તો તમારા ઘરના કોઈ પણ ખૂણામાં મચ્છર હશે તે બહાર નીકળી જશે,
લીમડાનો આ ઉપાય ખુબ જ સરળ છે જેને દરેક વ્યક્તિ ધરે કરી શકે છે. તમારા ઘરમાં રોજે મચ્છર વધુ આવે છે તો તમે રોજે લીમડાનું તેલ હાથ પગમાં લગાવી દો, લીમડાના સુગંધથી મચ્છર તમારી આસપાસ નહીં આવે.
આ સિવાય તમે ધરે આ ઉપાય પણ કરી શકો છો. આ માટે તમારે એક કોડિયું લેવાનું છે, તેમાં કોલસા નાખીને સળગાવાના છે, તકોલસા પ્રજલિત થઈ જાય પછી તેમાં ગૂગલનો ધૂપ ઉપરથી નાખવાનો છે, હવે આ કોડિયાને દરેક રૂમ થોડી થોડી વાર મૂકી દો જેથી મચ્છર હશે તે ભાગી જશે.
આ ઉપાય કરવાથી એક નવી ઉર્જા મળશે અને આ માંથી નીકળતી સુગંધ મનને શાંત રાખશે, આ ઉપય ખુબ જ સરળ અને આસન છે જે દરેક વ્યક્તિએ કરવો જોઈએ, જેથી મચ્છર જન્ય રોગોથી આપણે બચી જઈશું. મચ્છર તમારા ઘરમાં ના આવે તે માટે તમારા ઘરની આસપાસ કોઈ પણ જગ્યાએ ગંદકી કે પાણી ભરેલું ના રહેવું જોઈએ.