આજકાલ લોકોને તણાવપૂર્ણ જીવન જીવવાની આદત પડી ગઈ છે. જે તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે. આનાથી રાતની ઊંઘ બગડે છે. ઘણા લોકો તણાવને કારણે મોડી રાત સુધી ઊંઘી શકતા નથી.
આવા લોકો બેડમાં બાજુ બદલીને આખી રાત પસાર કરે છે. આ સિવાય મોડી રાત સુધી મોબાઈલના ઉપયોગથી પણ ઊંઘ પણ ગાયબ થઈ જાય છે. નિષ્ણાતોના મતે મોબાઈલમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઊંઘમાં ખલેલ પહોંચાડે છે. આ માટે સૂવાના એક કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરી દો.
તેમજ સૂતા પહેલા ચા-કોફી અને ધુમ્રપાન ન કરો. કેફીન પણ અનિદ્રાનું કારણ બને છે. આમ છતાં ઊંઘમાં ખલેલ હોય તો ડોક્ટરનો સંપર્ક કરો. આ સિવાય અનિદ્રાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મધનું સેવન કરી શકો છો. મધના સેવનથી રાત્રે સારી ઊંઘ આવે છે.
અનિદ્રામાંથી રાહત: મધને ઊંઘના ડૉક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂવાના અડધા કલાક પહેલા એક ચમચી મધનું સેવન કરવાથી રાત્રે સારી ઊંઘ આવે છે. નિષ્ણાંતોના મતે મોડી રાત્રે સુગર વધી જવાને કારણે લોકોને ઊંઘવામાં તકલીફ થાય છે.
સૂવાના અડધા કલાક પહેલા મધ પીવાથી ઊંઘની સમસ્યા દૂર થાય છે. આ માટે એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી મધ મિક્સ કરીને પીવાથી સારી ઊંઘ આવે છે.
કબજીયાત: જે લોકોને વારંવાર ગેસ, કબજિયાતની સમસ્યા રહે છે તેવા લોકોએ સુવાના અડધા કલાક પહેલા દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ચાંદા: મોઢામાં થોડી મિનિટ મધ રાખી કોગળો કરવાથી અથવા તો મધ અને પાણી એકત્ર કરીને કોગળો કરવાથી મોઢામાં પડેલા ચાંદા, વારંવાર તરસ લાગવી, વગેરે મટે છે અને મોં સ્વચ્છ થાય છે. જો તમને ચાંદાની સમસ્યા રહેતી હોય તો તમે આ ઉપાય અજમાવી શકો છો.
ત્વચા: જો તમને ત્વચાની ઘણી બધી સમસ્યા છે તો તમે એક ચમચી મધ માં લીંબુનો રસ મિક્ષ કરીને ચહેરા પર માલીશ કરો. આનાથી ચહેરા પર જલ્દી થી કરચલીઓ દૂર થઇ જશે અને ચહેરા માં નિખાર આવશે. આ સાથે જ ત્વચા ના ડાઘ ઓછા થઇ જશે.