આજની જીવનશૈલીમાં, આપણે આપણા આહારમાંથી ઘણી બધી ચરબીયુક્ત વસ્તુઓને બાદ કરતા જઈએ છીએ. જો આપણે માખણની વાત કરીએ તો જૂના જમાનામાં સવારના નાસ્તામાં રોટલી સાથે ઘણું બટર સામેલ કરવામાં આવતું હતું.
પરંતુ આજે આપણે તેની સંપૂર્ણ અવગણના કરવા લાગ્યા છીએ એટલે કે આપણે અત્યારે તેનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. તમને જણાવીએ કે માખણ ખાવાના ઘણા ફાયદા છે. જો તમે નથી જાણતા તો તમારે આ ફાયદા ચોક્કસ જાણવા જોઈએ.
કેન્સર -માખણ કોઈ નાની વસ્તુ નથી કારણકે માખણ તમને કેન્સર જેવી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે. માખણમાં હાજર ફેટી એસિડ કન્જુગેટેડ લિનોલીક મુખ્યત્વે કેન્સરને રોકવામાં મદદ કરે છે.
ઑસ્ટિયોપોરોસિસ – વિટામિન્સ, મિનરલ્સ અને કૅલ્શિયમથી ભરપૂર માખણ તમારા હાડકાંને મજબૂત બનાવી ઑસ્ટિયોપોરોસિસ જેવી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં મદદ કરે છે. માખણ દાંત માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
તાવ – ગાયના દૂધમાંથી બનાવેલું માખણ અને સાકરનું સેવન કરવાથી જૂનો તાવ મટે છે, આ સિવાય માખણ, મધ અને ખડી સાકર મિક્ષ કરીને ખાવાથી મરડો મટે છે.
હાર્ટ પ્રોબ્લેમ – એક રિસર્ચમાં સામે આવ્યું છે કે જે લોકો પોતાના ડાયટમાં થોડી માત્રામાં માખણનો સમાવેશ કરે છે, તેમને હ્રદય રોગનું જોખમ પ્રમાણમાં ઓછું હોય છે. વિટામિન A, D, K અને E ઉપરાંત તેમાં લેસીથિન, આયોડિન અને સેલેનિયમ જેવા તત્વો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારા છે.
થાઈરોઈડ – થાઈરોઈડ મહિલાઓમાં ખુબજ પ્રમાણમાં જોવા મળે છે. માખણમાં આયોડીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક છે. આ સિવાય તેમાં રહેલું વિટામિન A થાઈરોઈડ ગ્રંથિ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.
મૂડ ફ્રેશ રાખવા: માખણમાં જોવા મળતું સેલેનિયમ તમને તમારો મૂડ સુધારવામાં મદદ કરે છે. તેથી જ્યારે પણ તમે ખરાબ મૂડમાં હોવ, ત્યારે થોડું માખણ ખાઈ લેવું. તરત જ તમારો મૂડ ઠીક થઇ જશે.
એન્ટીઑકિસડન્ટ્સ – માખણ, એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે, જે તમને કેન્સર અથવા ગાંઠોથી બચાવવા સાથે ત્વચાને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. તે ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે.