આમ તો મખાના ડ્રાયફ્રુટ્સની શ્રેણીમાં આવે છે, જેનો ઉપયોગ મીઠાઈઓ અને નાસ્તા બનાવવામાં થાય છે. તે કાચા અને રાંધેલા બંને ઉપયોગ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે ઔષધીય ગુણોથી ભરપૂર મખાનાનો ઉપયોગ અનેક રોગોના ઈલાજમાં પણ થાય છે.
પોષક તત્ત્વોની ખાણ કહેવાતા મખાનામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફાઇબર, પોટેશિયમ અને આયર્નની સાથે ઝીંક સારી માત્રામાં મળી આવે છે. નિષ્ણાતો કહે છે કે સવારે તેનો ઉપયોગ વજન ઘટાડવા ઘણી મદદ કરે છે.
આયુર્વેદમાં તેને વંધ્યત્વથી છુટકારો મેળવવાનો રામબાણ ઉપાય માનવામાં આવ્યો છે. આ ઉપરાંત મખાનાને માનવ શરીર માટે ઉપયોગી માનવામાં આવે છે. જો કે, ઘણી પરિસ્થિતિમાં, મખાના માનવ શરીર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ કે કયા સંજોગોમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ.
પથરી અને એલર્જીની સમ્સ્યાઓવાળા પણ દૂર રહો: જે લોકોને કિડની સ્ટોનની સમસ્યા હોય તેમણે પણ કેલ્શિયમયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. કેલ્શિયમની પુષ્કળ માત્રાને કારણે, તેના વધુ પડતા સેવનથી શરીરમાં કેલ્શિયમ વધે છે. આ જ કારણ છે કે તેના ઉપયોગથી કિડની સ્ટોનનું કદ વધવાનું જોખમ રહેલું છે.
આ ઉપરાંત, જેમને એલર્જીની સમસ્યા છે, તેમણે પણ તેનાથી દૂર રહેવું જોઈએ, ભૂલથી પણ તેને ન ખાવું જોઈએ. તેનું મુખ્ય કારણ એ છે કે મખાનામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે. તેના સેવનથી શરીરમાં સ્ટાર્ચની માત્રા વધી જાય છે, જેના કારણે એલર્જીક પ્રતિક્રિયા થવાની સંભાવના વધી જાય છે.
પાચનક્રિયા સારી ન હોય તો ઉપયોગ કરવાનું ટાળો: જો કે મખાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે, પરંતુ જે લોકોનું પાચન બરાબર નથી, એવા લોકોએ તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. હાલમાં, માનવ શરીરમાં તેનાથી થતા નુકસાન વિશે કોઈ સચોટ તબીબી વિજ્ઞાન માહિતી નથી. હા, એ ચોક્કસ છે કે, તેનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ.
મખાના ખાવા સ્વાસ્થ્ય માટે સારા જ છે પરંતુ જો તમને ઉપર જણાવેલ કોઈ તકલીફ હોય તો તેને થોડા પ્રમાણમાં ખાઓ અથવા નિષ્ણાતની સલાહ લઇ ને ખાઓ.