દરેક વ્યક્તિની ઈચ્છા એવી હોય છે કે તેમનો ચહેરો સુંદર, કોમળ અને મુલાયમ બની રહે. સુંદર ચહેરો બનાવવા માટે મોટાભાગે યુવતીઓ અને મહિલાઓ બ્યુટી પાર્લરમાં જઈને પોતાનો ચહેરો સુંદર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે.
આ ઉપરાંત બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો પણ વધુ માત્રામાં ઉપયોગ કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઉં કે બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ અને રસાયણો થી બનાવવામાં આવે છે, તેનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે તો તે સ્કિન માટે હાનિકારક બની શકે છે.
જો તમે બ્યુટી પ્રોડક્ટ અને બ્યુટી પાર્લરના વધુ પડતા નુકસાન અને વધુ ખર્ચ થી બચવા માંગતા હોય તો રસોડામાં રહેલ આ એક વસ્તુ નો ઉપયોગ ચહેરા પર કરવાથી સ્કિન ને પોષણ મળશે અને સ્કિન હેલ્ધી અને ચમકદાર પણ થઈ જશે.
રસોડામાં રહેલ આ વસ્તુનું નામ મલાઈ છે, જેનો ઉપયોગ સ્કિન પર કરવામાં આવે તો તે ત્વચા એકદમ મુલાયમ થઈ જાય છે. મલાઈ માં સારી માત્રામાં લેક્ટિક એસિડ મળી આવે છે, જે ત્વચા માટે સૌથી વધુ ફાયદાકારક સાબિત થશે.
ચહેરા પર મલાઈ રાતે સુવાના 30 મિનિટ પહેલા લગાવી દેવી અને 3-4 મિનિટ માલિશ કરવાની છે, ત્યાર પછી 20 મિનિટ જેવું થાય ત્યારબાદ ચહેરાને થોડા હૂંફાળા પાણી વડે ઘોઈ દેવાનો છે, આમ કરવાથી ચહેરા પર ચોંટી ગયેલ કચરો અને ગંદકી પણ દૂર થઈ જાય છે.
મલાઈ ચહેરા પર લગાવાથી સ્કિનમાં નિખાર આવે છે, અને સ્કિન પર દેખાતા ખાડા અને કરચલીઓ દૂર થાય છે જેથી ચહેરાની સુંદરતા પણ દૂર થાય છે અને સ્કિન ને લગતી બધી જ તકલીફ દૂર થાય છે.
મલાઈ ત્વચાને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. જે સ્કિનને જીવંત બનાવી રાખે છે. મલાઈ ત્વચાને મોઈશ્ચરાઈઝ કરે છે, તેમાં મળી આવતા પોષક તત્વો ત્વચાને સ્વસ્થ, હેલ્ધી અને ચમકદાર બનાવવાનું કામ કરે છે.
વધારે પડતા તડકામાં રહેવાના કારણે ત્વચા ટેનિંગ થવા લાગે છે આ માટે ટેનિંગને દૂર કરવા માટે એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર એવા મલાઈનો ઉપયોગ કરી શકાય છે. તે ડ્રાય અને નિસ્તેજ થઈ ગયેલ ત્વચાને જીવંત બનાવી નાની ઉંમરે જ ઘરડા દેખાવા ની સમસ્યાને દૂર કરી જુવાન અને સુંદર બનાવી રાખે છે.
સૂર્ય પ્રકાશના કિરણોથી બચવા માટે મલાઈનો ઉપયોગ સનસ્કીન તરીકે કરી શકાય છે. જે સ્કિનને તડકામાં માં હેલ્ધી બનાવી રાખવાનું કામ કરે છે.
