શું તમે પણ ઉનાળામાં ચમકતી અને ગોરી ત્વચા મેળવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો? શું તમે ક્યારેય આ માટે તમારા ફ્રીજમાં રાખેલી ક્રીમની મદદ લીધી છે? તમારો જવાબ હશે કે ના. તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ મલાઈ તમારી ત્વચા પર અજાયબીઓનું કામ કરી શકે છે.
પરંતુ આ ત્યારે જ શક્ય છે જયારે તમે તેને તમારા ચહેરા પર યોગ્ય રીતે કેવી રીતે લગાવવી તે જાણતા હશો. જો તમે અત્યાર સુધી મલાઈને એમજ જાણ્યા વગર ચહેરા પર લગાવી હશે, તો તમને થોડો પણ ફાયદો થયો હશે નહીં. તો આજની આ માહિતિમાં અમે તમને ગ્લોઈંગ સ્કિન માટે મલાઈનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે જણાવીશું.
તેને કેવી રીતે લગાવવી, ઓઈલી સ્કિન પર મલાઈને તમે કેવી રીતે લગાવી શકો છો, તેના નુકશાન શું છે તે બધું આ માહિતિમાં આપણે જાણીશું. મલાઈ શું છે તે વિષે તમને જણાવીએ: દરેક સ્ત્રી રસોડામાં કામ કરતી વખતે અથવા જ્યારે પણ દૂધ ગરમ કરે છે ત્યારે તેણે તેમાંથી મલાઈ તો કાઢી જ હશે. દૂધની ટોચ પર જે એક જાડુ સ્તર જામીજાય છે તેને મલાઈ કહેવામાં આવે છે.
મલાઈ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેને ખાઈ પણ શકાય છે અને તે ત્વચા માટે ફાયદાકારક હોવાથી તેને ત્વચા પર પણ લગાવવામાં પણ આવે છે. તે બાહ્ય રીતે ત્વચાને હાઇડ્રેટ અને મોઇશ્ચરાઇઝ કરે છે અને તમારી ત્વચાને ચમકદાર બનાવે છે.
ત્વચા માટે મલાઈ કેવી રીતે ફાયદાકારક છે? મલાઈ તમારી ત્વચાને માત્ર એક જ ફાયદો જ નથી કરતી, પરંતુ તે તમારી ત્વચાને અનેક ઘણા વધુ ફાયદા આપે છે.
મલાઈ ત્વચાના મૃત કોષોને સાફ કરે છે: મલાઈ નેચરલ ક્લીન્ઝર તરીકે પણ કામ કરે છે. ક્લોગ પોર્સને સાફ કરવા ઉપરાંત, તે ત્વચા પર જમા થયેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. તમારે એવું ન વિચારવું કે તેને ફક્ત ચહેરા પર જ લગાવી શકાય છે, તમે તેને ઘૂંટણ અથવા કોણીઓ પર પણ લગાવી શકો છો.
આ કરવા માટે, એક ચમચી મલાઈ અને એક લીંબુના રસને મિક્સ કરીને તમારી ત્વચા પર થોડી મિનિટો માટે મસાજ કરો, પછી તેને કોટનથી સાફ કરો અને તમારા મોંને પાણીથી ધોઈ લો. તમને તેનું રીસલ્ટ જલ્દી જ જોવા મળશે.
મલાઈ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે: મલાઈના જાડા સ્તરમાં ભરપૂર પ્રમાણમાં ચરબી હોય છે, જે તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં મદદ કરે છે. કેટલીક સ્ત્રીઓની ઉનાળામાં પણ ત્વચા શુષ્ક હોય છે, તેથી મલાઈ કોઈપણ ક્રીમ કરતાં વધુ સારી મોઈશ્ચરાઈઝર હોઈ શકે છે.
જ્યારે પણ તમને લાગે કે તમારી ત્વચા શુષ્ક થઈ રહી છે ત્યારે તમારા હાથ પર થોડી મલાઈ લો અને મસાજ કરો. તે ફક્ત તમારી ત્વચાને નરમ અને કોમળ બનાવશે જ નહીં, પરંતુ તે તમારી ડેમેજ ત્વચાની પણ ઠીક કરશે.
મલાઈમાંથી કુદરતી ગ્લો આવશે: ઉપર જે રીતે તમને જણાવ્યું કે મલાઈ તમને નરમ ત્વચાનો અહેસાસ કરાવે છે. મલાઈ તમારી ત્વચાને પોષણ આપશે અને તેને કુદરતી ચમક પણ આપશે. ત્વચામાં ગ્લો મેળવવા માટે તેમાં થોડી હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો અને પછી ચહેરો સાફ કરો.
ટેન દૂર કરવામાં મદદ કરે: સૂર્યના કિરણોથી ત્વચાને રાહત આપવા માટે પણ મલાઈનો ઉપયોગ કરી શકાય છે. તે તમારી સૂર્યના કિરણોથી ડેમેજ થયેલી ત્વચાને ઠંડક આપશે અને તેને ઊંડે સુધી પોષણ પણ આપશે. એન્ટીઑકિસડન્ટથી ભરપૂર મલાઈ તમને ત્વચાના ટેનથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ટેનવાળી જગ્યા પર એક ચમચી લીંબુનો રસ લગાવો અને તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો.
ત્વચાની બળતરા મટાડશે: મલાઈ એ એક એવો અદ્ભુત સામગ્રી છે જે કુદરતી રીતે તમારી ત્વચાને રાહત આપી શકે છે. તે શુષ્ક અને નિર્જીવ ત્વચા સમસ્યાઓનો સામનો કરવામાં મદદ કરે છે . મલાઈ નો ઉપયોગ ત્વચાના બે ભાગ જેને ફાડા કહીએ છીએ, હીલ્સ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે અને જો કોઈ કારણસર ત્વચામાં બળતરા થતી હોય તો તેના માટે ક્રીમ એક સારો ઉપાય છે.
તમારે ફક્ત ક્રીમમાં એક ચમચી મધ ઉમેરવાનું છે અને આ પેકને તમારી ત્વચા પર લગાવવાનું છે. તેને 20 મિનિટ માટે રહેવા દો. 20 મિનિટ પછી ત્વચાને ઠંડા પાણીથી સાફ કરો.
મલાઈ ને લગાવવાની સાચી રીત શું છે: શું તમે ફ્રીજમાંથી મલાઈને સીધી કાઢીને લગાવો છો? જો હા, તો આ એકદમ ખોટી રીત છે. તો ચાલો જાણીએ કે તેને યોગ્ય રીતે કેવી રીતે લગાવવી. ચહેરા પર મલાઈ લગાવતા પહેલા તમારા ચહેરાને એક સારા ક્લીંઝરથી સાફ કરો.
હવે ઓરડાના તાપમાને એટલે કે નોર્મલ તાપમાને મલાઈને બહાર કાઢો અને તમારા ચહેરા પર તેનું પાતળું પડ લગાવો. તમે મલાઈ લગાવવા માટે બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.
તેને ચહેરા પર લગાવીને માત્ર 15 મિનિટ માટે જ રહેવા દો. ધ્યાન રાખો કે મલાઈને ચહેરા પર આનાથી વધુ સમય સુધી ન રાખવી જોઈએ. 15 મિનિટ પછી ચહેરાને વાઇપ્સથી સાફ કરો અને પછી કોઈપણ ફેસવોશ લગાવ્યા વિના, તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમારા ચહેરાને ટુવાલથી સૂકવી દો.
ઓઈલી ત્વચા પર મલાઈ કેવી રીતે લગાવી શકાય: મલાઈ અત્યંત ક્રીમી હોવાથી, તે તૈલી ત્વચા માટે ખૂબ ભારે માનવામાં આવે છે અને આવી ત્વચાને વધુ ચીકણું બનાવી શકે છે. કારણ કે તેમાં અસરકારક લાઇટનિંગ ગુણ હોય છે, તેથી તૈલી ત્વચાવાળી છોકરીઓ અન્ય રીતે પણ તેનો ઉપયોગ કરી શકે છે.
તૈલી ત્વચા માટે પિગમેન્ટેશનની સમસ્યા હોય તો ક્રીમમાં લીંબુના રસના થોડા ટીપાં મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ધોઈ લો. તે ચહેરાના ડાઘને ખૂબ જ અસરકારક રીતે દૂર કરી શકે છે. તમે હળદરને મલાઈમાં મેળવીને ચહેરા પર પણ લગાવી શકો છો. આ રીતે, તે ત્વચાને ચમકદાર બનાવશે અને અકાળ વૃદ્ધત્વના સંકેતને ઘટાડવામાં પણ મદદ કરશે.
ઘણી વખત તૈલી ત્વચા ધરાવતી મહિલાઓને ચહેરા અથવા અન્ય ભાગોમાં ડ્રાય પેચની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, જો તમે મલાઈ લગાવો છો, તો બરાબર સિક્કાની સાઈઝ માં મલાઈ ત્વચા પર લગાવવી જોઈએ.
પ્રો ટીપ: એક વાતનું ધ્યાન રાખો કે તમારી ત્વચા ગમે તે હોય, રાત્રે ક્યારેય ક્રીમ લગાવીને સૂવું નહીં. તેનાથી વિપરીત અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં, તે છિદ્રોને બંધ કરી શકે છે, જેનાથી ત્વચામાં બળતરા, ખીલ વગેરે થઈ શકે છે.
અમે એમ નથી કહેતા કે મલાઈ તમારી ત્વચાની તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તેને લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરો અને જો તમને કોઈપણ પ્રકારની એલર્જી હોય તો તેને લગાવવાનું ટાળો.