દરેક ને વધારે પડતા કામના દબાણ અને પરિવાર અને સામાજિક ચિંતા અને તણાવ એ દરેક ને હોય છે. આ સમસ્યા દરેક ને ચાલુ રહે છે જેના લીધે અનેક દૈનિક પ્રવૃત્તિ ઉપર અસર કરે છે. જેના થી દરેકે સાવચેતી રાખવી જોઈએ. કોરોના આવ્યા પછી દરેક લોકોને વસ્તુ પર વહેમ થવા લાગ્યો છે.
જેના લીઘે માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. માટે મગજને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવું હોય તો ભરપૂર પ્રમાણમાં પૌષ્ટિક આહાર લેવો જોઈએ અને સાથે સાથે કસરત પણ કરતું રહેવું ખુબ જ જરૂરી છે. દિવસમાં 15-20 મિનિટ ક્સરત કરવાથી માનસિક સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો યોગ્ય પ્રમાણમાં આહાર લેવો જોઈએ. જેથી હૃદય પણ સ્વસ્થ રહી શકે. જેના કારણે તમારો મૂડ પણ સારો રહે અને પાચન ક્રિયામાં પણ સુધારો થાય.
જો તમે પણ માનસિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માંગતા હોય તો તમે પણ આ પોષક તત્વો થી ભરપૂર આહારનું સેવન કરવું જોઈએ. તો ચાલો તમને જણાવીએ કે તમારા માટે કયો પૌષ્ટિક આહાર લેવો જેથી તમારા મગજ ને પણ સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય.
પોષ્ટીક આહારનું સેવન કરવું : દરેક વ્યક્તિને પૌષ્ટિક આહાર લેવો ખુબ જ જરૂરી છે. જે તમારા મગજને સ્વસ્થ રાખવા માટે ની ઉપયોગી ભૂમિકાનો ભાગ ભજવે છે. માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાં કઠોળ, લીલા શાકભાજી, ફ્રૂટ, ડ્રાયફૂટ, પ્રોટીન, ઓમેગા-3 થી ભરપૂર પોષક તત્વોનો આહાર લેવો જોઈએ.
અનાજ સ્વાથ્ય માટે ફાયદાકારક : આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અનાજ, કઠોળ, ઓટ્સ વધારે પ્રમાણ માં લેવું જોઈએ. નટસ, ઓટસ જેવા આહારમાં ટ્રિપ્ટોફનનો ખુબ જ સારો સ્ત્રોત આવેલ છે. જે મગજના કર્યો માં વધારો કરે છે. જેથી નિરાશા અને ચિંતા ને દૂર કરવા મદદ કરે છે.
મગજ માટે ફાયદાકારક પાલક : લીલા શાકભાજી જેવા પાલક મગજને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પુરા પાડે છે. જે ચિંતા અને ડિપ્રેશન નું જોખમ ઘટે છે. ઉપરાંત અનિંદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. પાલક નું સેવન કરવાથી માનસિક વિકૃતિનું જોખમ ઘટાડવા ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. માટે લીલા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ.
દહીં ખાઓ : દહીં માં રહેલા પ્રોબાયોટિક્સ વિટામિનનો ઉત્તમ સ્ત્રોત આવેલ છે. હરીરની પાચન ક્રિયા માં સુધારો કરે છે. અને તણાવ થી દૂર રહેવામાં મદદ કરે છે. દહીંના સેવનથી મેગ્નેશિયમ અને પોટેશિયમ મળે છે. જે મગજ ને પૂરતો ઓક્સિજન પહોંચાડે છે.જેથી મગજ સારી રીતે કામ કરવામાં મદદરૂપ થાય છે.