અત્યારના સમયમાં ઘણા લોકોને માથાનો દુખાવો થતો હોય છે. માથાનો દુખાવો અવાર નવાર થતો હોય છે. દરેક વ્યક્તિને એક વખત માથાનો દુખાવો થયો જ હશે. ઘણા એવા લોકો પણ હોય છે જેમને વારે વારે માથાનો દુખાવો થતો હોય છે.
માથાનો દુખાવો થવાથી તેની સીઘી અસર આપણા મગજ પર થઈ શકે છે. માટે માથાનો દુખાવો લાંબા સમય સુઘી ના રહે તે આપણા મગજના સ્વાસ્થ્ય માટે સારું છે. માથાનો દુખાવો જયારે આપણી ઊંઘ પુરી ના થઈ હોય, ક્યાંક બહાર ગયા હોય અને વઘારે સમય ભૂખ્યા રહેવું, વાતાવરણમાં થતો બદલાવ, વધારે પડતું ડિપ્રેશન, તણાવ જેવા અનેક કારણ હોઈ શકે છે.
માથાના દુખાવા થાય એટલે મોટાભાગે લોકો બજારમાં મળતી પેઈનકીલર લઇ લેતા હોય છે. પરંતુ વઘારે પેઈનકિલર લેવાથી આપણા સ્વાસ્થ્ય ને નુકશાન થઈ શકે છે. પેઈનકીલર નો ઉપયોગ કરવા કરતા આપણા રસોડામાં મળી આવતા મસાલા નો ઉપયોગ કરવાથી માથાનો દુખાવો સરળતાથી દૂર કરી શકાય છે.
રસોડામાં રહેલ દરેક મસાલા આયુર્વેદિક ગુણોથી ભરપૂર હોય છે. રસોડામાં રહેલ દરેક મસાલા આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. રસોડામાં રહેલ લવિંગ, કાળા મરી, અજમો જેવા મસાલાનો ઉપયોગ કરીને માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. ચાલો જાણીએ રસોડામાં રહેલ કઈ ઔષઘી કઈ રીતે ઉપયોગ કરવી તેના વિશે જણાવીશું.
લવિંગ: લવિંગ ઔષઘીય ગુણોથી ભરપૂર છે. માથાના દુખાવામાં તરત રાહત મેળવવા માટે એક લવિંગને મોમાં રાખીને ચૂસવાથી દ્દુખવામાં રાહત મળે છે. જો તમને વારે વારે માથાના દુખાવાની સમસ્યા હોય તો રોજ માત્ર બે લવિંગનું સેવન કરવું છે. સવારે નાસ્તો કર્યાના એક કલાક પછી અને રાત્રીના સમયે જમ્યાના દોઢ કલાક પછી એક લવિંગ ખાવાનું છે.
આમ બે લવિંગ એક મહિના સુઘી સતત સેવન કરવાનું છે. આ રીતે લવિંગનું સેવન કરવાથી લવિંગમાં રહેલ એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ મગજની દરેક નસોને શાંત પાડે છે જેથી માથાના થતા દુખાવામાં રાહત મળે છે. લવિંગનું સેવન કરવાથી ગાળામાં જામેલ કફ પણ છૂટો થઈ જાય છે અને ઉઘરસમાં પણ રાહત આપે છે.
કાળામરી: કાળામરી બ્લેક પેપરના નામથી ઓળખાય છે. કાળામરીમાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે. તે માથાના દુખાવાને જટથી દૂર કરે છે. જો માથાનો દુખાવો થાય તો તરત જ બે કાળામરીને મોં માં મૂકી રાખો થોડીજ વારમાં દુખાવામાં રાહત મળે છે. આ ઉપરાંત જો તમે એક -બે દિવસ છોડીને માથાનો દુખાવો અવાર નવાર રહેતો હોય તો,
એક ગ્લાસ ગરમ નવશેકા પાણીમાં ત્રણ કાળાંમરીના પાવડરને પાણીમાં મિક્સ કરીને હલાવીને રાત્રે સુતા પહેલા પી જવાથી માથાના વારે વારે થતા દુખાવામાં દૂર થઈ જશે. આ ઉપરાંત કાળાંમરીના પાવડરમાં અડઘી ચમચી મઘ મિક્સ કરીને ખાઈ જવાથી પણ માથાનો દુખાવો દૂર થઈ જાય છે. માથાના દુખાવાથી ઊંઘ ના આવવાની સમસ્યા પણ દૂર થઈ જાય છે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
અજમો: અજમો આપણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. અજમાનું સેવન ગરમ પાણી સાથે કરવાથી માથાના થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે. અજમાનું પાણી પીવાથી આપણા માથામાં રહેલ ચેતા તંતુઓ અને મગજની નસોને શાંત કરે છે. જેથી માથામાં થતો દુખાવો દૂર થઈ જાય છે.
અજમાની અંદર એન્ટી ઓક્સીડેંટ ગુણ ભરપૂર માત્રામાં મળી આવે છે. માટે જો માથાનો દુખાવો થાય ત્યારે અડઘી ચમચી અજમો ફાકી જવાથી દુખાવામાં તરત જ રાહત મેળવી શકાય છે.
જો માથાનો દુખાવો કોઈ પણ સમયે અને વારે વારે થતો હોય તો દુખાવામાં રાહત મેળવવા માટે ઉપરોક્ત જણાવેલ આયુર્વેદિક ઉપાયનો ઉપયોગ કરીને રાહત મેળવી શકાય છે. જો તમને વારે વારે માથું દુખાવની સમસ્યા રહેતી હોય તો તમારે પૂરતી ઊંઘ લેવી જોઈએ જેથી માથાનો દુખાવો થવાની શક્યતા ઓછી રહે છે.