આજના સમયમાં માથાનો દુખાવો થવો એ સામાન્ય બાબત થઇ ગઈ છે. માથામાં દુખાવાની સમસ્યા તમારી આસપાસ ના ઘણા લોકોમાં જોવા મળતી હશે. માથાનો દુખાવો થવાને કારણે મગજમાં તકલીફ અને માથાના દુખાવામાં સતત પરેશાન રહેવાથી ઊંઘ લેવામાં પણ તકલીફ પડતી હોય છે.
માથાના દુખાવાની સમસ્યા એવી છે જે એક દિવસ કે સતત જોવા મળે છે. માથાનો દુખાવો થવાના ઘણા કારણો હોઈ શકે છે જેવા કે વધુ પડતો તણાવ, હાઈબીપી ની સમસ્યા, થાક, ઓછી ઊંઘ લેવી, ઓછા પ્રકાશમાં રહેવું, આરામનો અભાવ વગેરે.
ઘણા લોકો માથાના દુખાવાની સમસ્યાથી કંટારીને દવાઓ લે છે જેનાથી તેમનો દુખાવો મટી જાય અને તેમને રાહત થાય. પરંતુ જો વધુ પડતી ગોળીઓ ખાવામાં આવે તો તે શરીરને ક્યાંક ને ક્યાંક નુકશાન પહોંચાડે છે જે શરીર માટે જોખમકારક બની શકે છે.
દરેક ના રસોડામાં કાળા મરી મળી રહે છે જેનો ઉપયોગ મોટાભાગે દાળ અને શાકથી લઈને બીજી ઘણી રીતે તેનો ઉપયોગ કરીએ છીએ. કાળા મરીની અંદર એન્ટીઓક્સીડેંટ ગુણ ભરપુર માત્રામાં રહેલા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે. જો 4 થી 5 કાળા મરીને મોઢામાં નાખીને ચાવી જવામાં આવે તો થોડાજ સમયમાં માથાનો દુખાવો મટી શકે છે.
કાળા મરી ની જેમ લવિંગ પણ દરેક રસોડામાં અવારનવાર વપરાતું ઔષધીય મસાલો છે. જયારે લવિંગનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે તો તેનાથી એન્ટીઇન્ફલેમેંટરી ગુણ મળે છે. જે તમારા મગજની નસોને શાંત કરવામાં ઉપયોગી છે. જેના લીધે તમારો માથાનો દુખાવો મટી શકે છે.
જો લવિંગને વાટીને તેની અંદર થોડું મીઠું ઉમેરી તેને દૂધમાં મિક્સ કરીને પીવામાં આવે તો પણ માથાનો દુખાવો દૂર થાય છે. આ ઉપાય જો સળંગ એક મહિના સુધી કરવામાં આવે તો માથાના દુખાવાની તકલીફમાંથી રાહત મળે છે.
લીંબુ માથાના દુખાવામાં ઉપયોગી સાબિત થાય છે. લીંબુનો સમાવેશ ખાટા ફળોમાં થાય છે. ખાટા ફળોમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડેંટ ભરપૂર રહેલા હોય છે. લીંબુ માથાની ચેતા અને પેશીઓને શાંત કરવામાં ઉપયોગી છે. જયારે પણ માથાના દુખાવાની સમસ્યા થાય ત્યારે લીંબુની છાલને છોલીને તેને માથા પર ઘસવાથી માથાની દુખાવાની સમસ્યા મટી જાય છે.
ઓછી ઊંઘને કારણે પણ માથામાં દુખાવાની સમસ્યા થઇ શકે છે જે ઓછા લોકો જાણતા હશે. જયારે પણ ઓછી ઊંઘ લીધી હોય અને માથાનો દુખાવો થાય તો શાંતિથી ઊંઘી જવું જોઈએ. જયારે તમારી ઊંઘ પૂરી થઇ જશે ત્યારે તમારો માથાનો દુખાવો આપોઆપ મટી જશે.
જો તમારા શરીરને સ્વસ્થ્ય રાખવું હોય તો શરીરને પૂરતી ઊંઘ આપવી પણ જરૂરી છે. જયારે પણ માથામાં દુખાવો થાય ત્યારે અજમાને વાટીને તેનો પાવડર કરીને પાણીમાં ગરમ કરીને પી જવો. થોડાજ સમયમાં માથાના દુખાવાની સમસ્યા ઠીક થઇ જાય છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.