અત્યારના સમયમાં દરેક વ્યક્તિને વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે. મોટાભાગે દરેક વ્યક્તિને અકાળે વાળ સફેદ થઈ જવા જેવી સમસ્યા વઘવા લાગી છે. વાળ સફેદ થવાથી ચહેરાની રોનક બગડી શકે છે.
જો એક વખત વાળ સફેદ થઈ જવા લાગે તો ઝડપથી માથામાં વાળ સફેદ થવા લાગે છે. માટે આપણે વાળની સાર સંભાળ લેવી પણ ખુબ જ જરૂરી છે. જો તમે વાળને યોગ્ય સંભાળ રાખો તો વાળની મજબૂતાઈ અને સૌંદર્ય જળવાઈ રહે છે.
અત્યારના સમયમાં કોઈ ને પોતાના માટે સમય નથી માટે તે પોતાની સાર સંભાર લઈ શકતા નથી. આ ઉપરાંત વાતાવરણ અને પ્રદૂષણના કારણે પણ વાળ સફેદ થઈ જતા હોય છે. ઘણા લોકો સફેદ વાળથી છુટકાળો મેળવવા માટે વાળમાં ડાઈ અને કલર પણ કરાવે છે.
પરંતુ તેનાથી વાળ થોડા સમય માટે કાળા થઈ જાય છે. હાલમાં તમે બઘા જાણતા હશો કે નાની ઉંમરમાં જ અત્યારે વાળ સફેદ થવા લાગ્યા છે. આ કેમિકલવાળી પ્રોડક્ટનો ઉપયોગ કરવાથી કાળા વાળ પણ ઘીરે ઘીરે સફેદ થવા લાગે છે.
માટે આજે અમે તમે વાળને કાળા કરવા માટેનો ઘરેલુ ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી વાળ કાળા થઈ જશે. આ ઉપાયનો ઉપયોગ એક મહિનામાં એક જ વાર કરવાનો રહેશે. આ ઉપાયનો ઉપયોગ કરવાથી વાળ લાંબા સમય સુઘી કાળા રહેશે.
વાળને કાળા બનાવવા માટેની સામગ્રી: 5 ચમચી મહેંદી પાવડર, કાળી ચા અઢી ચમચી, એક ચમચી લીંબુ રસ, એક ચમચી આમળાનો પાવડર આ બઘી વસ્તુને એકઠી કરી લો.
બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં મહેંદી પાવડર લઈને જરૂરિયાત અનુસાર તેમાં પાણી મિક્સ કરીને આખી રાત રહેવા દો. પછી બીજા દિવસે ચા ને ઉકાળીને તેને ગાળીને જે ભૂકી વઘે તેને ઠંડી થવા દઈ ને અઢી ચમચી નાખો, ત્યાર પછી એક ચમચી આમળાનો પાવડર અને એક ચમચી લીંબુ રસ મિક્સ નાખીને બરાબર હલાવીને પેસ્ટ તૈયાર કરો.
હવે તે પેસ્ટને વાળના મૂળમાં અને વાળ પર લગાવો. ત્યાર પછી આશરે એક કલાક સુઘી સુકાવા દો. બરાબર સુકાઈ જાય પછી વાળને ચોખા પાણી થી ઘોઈ દેવા. વાળ ધોવા માટે શેમ્પુનો ઉપયોગ ના કરવો.
આ પેસ્ટ એક હેર ડાઈનું કામ કરશે. આ ઉપરાંત આ પેસ્ટમાં ઉપયોગ કરવામાં આવેલ વસ્તુ થી કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી. જો તમારે વાળ સફેદ છે અને તમારે વાળ કરવા છે તો આ ઘરેલુ આયુર્વેદિક ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
આ ઉપાયનો ઉપયોગ એક મહિનામાં માત્ર એક વાર કરવાથી વાળ કાળા તો થશે આ ઉપરાંત વાળ ઘાટા અને આકર્ષિત થઈ જશે. આ સિવાય ચહેરાની ચમક પણ વઘારશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા અને ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.