મેથી દાણા આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. મેથી નો ઉપયોગ રસોઈમાં અનેક રીતે કરવામાં આવે છે. મેથી દાણામાં ઘણા ઔષધીય ગુણ મળી આવે છે. જે લોહીની ઉણપને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત મેથી દાણા ના ઘણા બઘા ફાયદા પણ જોવા મળે છે.
મેથીના દાણા ખાવામાં કડવા હોય છે કડવી વસ્તુનું સેવન ડાયાબિટીસ દર્દી માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે, સાથે કોલેસ્ટ્રોલમાં પણ ખુબ જ ઉપયોગી છે. સાંઘાના દુખાવા માટે પણ મેથી દાણા ખાવા જોઈએ. મેથી દાણા આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જેથી આજે અમે મેથી દાણા ખાવાના ફાયદા વિષે જણાવીશું.
કબજિયાત દૂર કરે: કબજિયાત એક પેટલે લગતી સામાન્ય સમસ્યા છે, પરંતુ કબજિયાત લાંબો સમય રહેવાથી અનેક બીમારી પણ લાવી શકે છે માટે તેને દૂર કરવા માટે અડઘી ચમચી મેથી દાણાનો પાવડર ને એક ગ્લાસ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાનું છે. જેથી જુનામાં જૂની કબજિયાત હશે તો તે પણ દૂર થઈ જશે.
ડાયાબીટીસ કંટ્રોલ કરે: ડાયબિટીસ દર્દી માટે મેથી દાણા અમૂલ્ય ઔષઘી છે. આ માટે અડઘો ગ્લાસ પાણી લઈને તેમાં અડઘી ચમચી મેથી દાણાનો પાવડર મિક્સ કરીને 5 મિનિટ ઉકળવા દો, જયારે પાણી ચોથા ભાગનું રહે ત્યારે ગેસને બંઘ કરી લો ત્યાર પછી ભોજન કરવાના પહેલા બે ચમચી આ મેથીનું ઉકાળેલ પાણી પી જાઓ. બપોર અને સાંજના ભોજન પછી બે-બે ચમચી પીવાની છે. જેથી લોહીમાં રહેલ સુગરના ભાગને ઓછો કરશે જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે.
સાઈટિકા અને પીઠના દુખાવામાં રાહત: આ માટે એક ગ્લાસ નવશેકા પાણીમાં એક ચમચીનો 1/4 ભાગ મેથીનો પાવડર અને એક ચમચીનો 1/4 ભાગ સૂંઢ પાવડર લઈને પાણીમાં મિક્સ કરીને પી જવાનું છે. જેથી સાઈટિકાના અને પીઠના દુખાવામાં રાહત મળશે.
સાંઘાના દુખાવા દૂર કરે: સાંઘાના દુખાવા વાયુના પ્રકોપના કારણે થતા હોય છે, માટે વાયુના પ્રકોપને દૂર કરવા માટે 50 ગ્રામ મેથીનો પાવડર બનાવીને તેમાં શુદ્ધ દેશી ઘી મિક્સ કરી લો અને ત્યાર પછી તેને થોડું શેકીને સોપારી કરતા પણ નાના લાડુ કરી લો, ત્યાર પછી રોજે એક લાડુ ખાઈ જવાનો છે, જેથી વાયુનો પ્રકોપ શાંત થશે અને સાંઘાના દુખાવા દૂર થઈ જશે. જેથી હાડકા મજબૂત બને છે.
કમરના દુખાવા દુર કરે: કમરનો દુખાવો થવાથી કોઈ એક જગ્યાએ બેસી પણ શકાતું નથી, માટે કમરના દુખાવા ને દૂર કરવા માટે એક કરાઈ માં 70 ગ્રામ દેશી ઘી નાખો ત્યાર પછી તેને ગરમ કરવા મુકો ત્યાર પછી તેમાં 50 ગ્રામ દેશી ગોળ સમારીને નાખો અને ત્યાર પછી તેમાં 50 ગ્રામ મેથી પાવડર પણ મિક્સ કરી લો,
ત્યાર પછી બરાબર હલાવીને તેની નીચે ઉતરી લો ત્યાર પછી તેના સોપારી કરતા નાના લાડુ બનાવી લો, ત્યાર પછી સવારે અને સાંજે એક એક ખાઈ લેવાના છે. આ લાડુ ખાવાથી વર્ષો જૂનો કમરનો દુખાવો પણ દૂર થઈ જશે.
એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડઘી ચમચી મેથી દાણાનો પાવડર મિક્સ કરીને પીવાથી ઉલટી, અરુચિ, પેટનો દુખાવા માં રાહત થાય છે. આ ઉપરાંત મેથી દાણાનું પાણી પીવાથી લોહીમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે જેથી લોહી શુદ્ધ થાય છે. આપણા શરીરમાં લોહી શુદ્ધ થવાથી ચામડીના રોગો થતા નથી સાથે ત્વચામાં નિખાર પણ આવે છે. જે વૃદ્ધાવસ્થાના ચિન્હોને દૂર કરે છે.