મેથી પ્રાચીન સમયથી વાળ માટે ખૂબ જ ફાયદાકારક રહી છે. મેથીના દાણામાં ઔષધીય ગુણો જોવા મળે છે. આ નાના પીળા રંગના બીજમાં ઘણા મોટા ફાયદા છુપાયેલા છે. આ સ્વાસ્થ્યની સાથે ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આના ઉપયોગથી તમે વાળની ઘણી સમસ્યાઓથી રાહત મેળવી શકો છો.
મેથીના દાણામાં આયર્ન, પ્રોટીન અને વિટામિન સી હોય છે, જે માથાની ચામડીને સ્વસ્થ રાખે છે, વાળને મજબૂત બનાવે અને વાળને ઘાટા અને લાંબા બનાવવામાં મદદ કરે છે. તો આવો જાણીએ કે મેથીના દાણાનો ઉપયોગ વાળ માટે કેવી રીતે કરવો જોઈએ.
1. મેથી, લીંબુ અને નારિયેળનું દૂધ : સૌથી પહેલા મેથીના દાણાને આખી રાત પલાળી રાખો, બીજા દિવસે તેની પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટમાં નારિયેળનું દૂધ અને લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને માથાની ચામડી પર લગાવો. લગભગ 30 મિનિટ પછી વાળ ધોઈ લો.
2. મેથી અને નાળિયેર તેલ માસ્ક : મેથીના દાણાને પલાળી, પીસીને પેસ્ટ તૈયાર કરો. હવે તેમાં 1 ચમચી નારિયેળ તેલ ઉમેરો, આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. પછી તેને વાળમાં લગાવો. 30 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
3. મેથી અને મધ પેક : મેથીના દાણામાંથી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટમાં મધ ઉમેરો, તેને વાળના મૂળમાં લગાવો. જ્યારે વાળ સુકાઈ જાય ત્યારે તેને પાણીથી ધોઈ લો. આ હેર પેક અઠવાડિયામાં બે થી ત્રણ વાર વાપરી શકાય છે.
4. મેથી અને દહીંનો હેર પેક : મેથીના દાણાને આખી રાત પાણીમાં પલાળી રાખો, બીજા દિવસે તેની પેસ્ટ તૈયાર કરો. પછી આ પેસ્ટમાં દહીં ઉમેરો. આ મિશ્રણને વાળમાં લગાવો, 25 મિનિટ પછી ધોઈ લો. તમે અઠવાડિયામાં એક થી બે વખત આ પેકનો ઉપયોગ કરી શકો છો.
5. મેથીની પેસ્ટ : મેથીની પેસ્ટ વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનો ઉપયોગ કરવાથી તમારા વાળ જાડા થવાની સાથે વાળને ખરતા પણ અટકાવી શકે છે. મેથીની પેસ્ટ બનાવવા માટે તમારે માત્ર મેથીના દાણાને પલાળી રાખો અને સવારે તેને પીસીને તેની પેસ્ટ બનાવી વાળમાં લગાવો. તેનું નિયમિતપણે પાલન કરવાથી નવા વાળના વિકાસમાં મદદ મળશે.
ફણગાવેલી મેથી વાળ માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે તમે મેથીને રાત્રે પલાળી શકો છો અને સવારમાં મેથીને ફણગાવવા માટે એક કપડામાં બાંધી દો. સાંજના સમયે તમે જોશો તો મેથીમાં ફણગા ફુટ્યા હશે. આ મેથી વાળ માટે ફાયદારૂપ છે. આ બીને ક્રશ કરીને તમે વાળમાં નાખી શકો છો. મેથી વાળમાં ખોડો, વાળ ખરવા જેવી અનેક સમસ્યાઓમાંથી છૂટકારો અપાવે છે.