માઈગ્રેન એક એવી સમસ્યા છે જે વારેવારે થતો એક ગંભીર માથાનો દુખાવો છે. જે મગજના અડઘા ભાગમાં થતો હોય છે. માઈગ્રેનનો દુખાવો અમુક કલાકથી લઈને અમુક દિવસો સુઘી રહેતો હોય છે, જયારે માઇગ્રેનનો દુખાવો થાય છે ત્યારે તે થોડા સમયમાં બંઘ થઈ જાય છે અને પછી થોડા સમયમાં ચાલુ પણ થઈ જાય છે.
માથાનો દુખાવો થવો તે એક સામાન્ય સમસ્યા છે પરંતુ માઇગ્રેનનો દુખાવો થતો હોય તો તેને નજર અંદાજ ના કરવો જોઈએ. જયારે પણ માઈગ્રેન ના કારણે દુખાવો થતો હોય છે ત્યારે તે ખુબ જ અસહ્ય પીડાદાયક હોય છે.
માઈગ્રેન નો દુખાવા થવાના ઘણા બધા કારણો પણ હોય છે, દિવસ દરમિયાન ઓછું પાણી પીવાના કારણે પણ મૌગ્રેન ની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આજે અમે તમને માઈગ્રેનથી થતા અસહ્ય દુખાવામાં રાહત મેળવાના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહત આપશે.
દ્રાક્ષનો જ્યુસ: માઈગ્રેન ના થતા દુખાવામાં રાહત મેળવવા માટે દ્રાક્ષ નો જ્યુસ પી શકાય છે, એમાં વિટામિન-એ, વિટામિન-સી, ડાયટરી ફાયબર વગેરે મળી આવે છે, જો તમે પણ દુખાવાની સમસ્યાથી ખુબ જ પરેશાન થઈ ગયા છો તો તમે પણ દ્રાક્ષના જ્યુસ પીને રાહત મેળવી શકો છો. તેનું જ્યુસ પીવાથી આઘાશીશી ના દુખાવામાં પણ ફાયદો આપે છે.
આદુંનો રસ: આદું રેક રસોઈ ઘરમાં મળી આવે છે, જેનો ઉપયોગ લોકો ચા આ કરતા હોય છે, જો તમે આદુંના\
રસને લીંબુના રસમાં મિક્સ કરીને પી જાઓ છો તો માઈગ્રેન ના થતા દુખાવામાં ઘણી રાહત આપે છે.
તજનો ઉપયોગ: તજનો પાવડર માથાના દુખાવા મટાડવા માટે ઉપયોગ કરી શકાય છે. આ માટે તમને જયારે માઈગ્રેન નો દુખાવો થાય છે ત્યારે તાજના પાવડરમાં પાણી ઉંમરે પેસ્ટ તૈયાર કરો, હવે તે પેસ્ટને કપારમા લગાવી દો, અને 30 મિનિટ રહેવા દઈ પાણીથી ઘોઈ દેવું, આમ કરવાથી માઈગ્રેનના દુખાવામાં ઘણી રાહ્ય મળશે.
વધુ પ્રકાશથી દૂર રહો: જો તમને માઈગ્રેનની સમસ્યા વધુ રહેતી હોય તો વધારે પડતા સૂર્ય પ્રકાશ કે વધારે પડતી લાઈટિંગ હોય તેવી જગ્યાએ જવાનું ટાળો, આ ઉપરાંત તમે વધુ લાઈટિંગમાં જાઓ છો તો આંખો પર ચશ્મા પહેરીને જવાનું રાખવું જોઈએ.
તેલની માલિશ કરવી: માઈગ્રેનના દુખાવા માં રાહત મેળવવા માટે તમારે માથાની ચામડીમાં સારી રીતે તેલ લગાવીને માલિશ કરવી જોઈએ, આમ કરવાથી લોહીમાં આવેલ અવરોઘ દૂર થઈને લોહીના પ્રવાહને વઘારે છે અને માઈગ્રેનના થતા દુખાવામાં રાહત આપે છે.