હાલમાં ઉનાળાની સીઝન માં ભરપૂર ગરમીનું પ્રમાણ હોય છે. જેથી આપણા શરીરમાં ત્વચા ગરમી છે તે બહાર નીકળે છે જેના કારણે આપણા મોં માં ચાંદા પાડવાની સમસ્યા થતી હોય છે, વધારે પડતા ગરમ આહારનું સેવન કરવાથી પણ મોં માં ચાંદા પડતા હોય છે.
આ ઉપરાંત મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકાયો છે. ઘણી વખત કબજિયાત થવાથી પણ મોં માં છાલા પડતા હોય છે. એટલે કે આપણે કોઈ પણ ખોરાક ખાઈએ અને તે ખોરાક ના પચાવો હોય જેના કારણે આપણા મોં માં ચાંદા પડતા હોય છે.
વધારે પડતી કોઈ પણ દવાનું સેવન કરવામાં આવે તો શરીરમાં આંતરિક ગરમી ઉત્પન્ન થાય છે જેના કારણે ચાંદા સ્વરૂપમાં બહાર આવે છે. મોં માં પડતા ચાંદાને દૂર કરવા માટે આપણે આપણા શરીરને થડક રાખવું પડશે. જેથી ચાંદા પાડવાની સમસ્યા દૂર કરી શકાય છે.
આ માટે આપણે ઉનાળામાં શરીરને થડક રાખવા માટે કેટલાક ઠંડા પીણાંનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને થડક આપી ને ત્વચા ગરમીને દૂર કરે છે. જેથી ચાંદા પાડવાની સમસ્યા દૂર થઈ જાય છે, આ માટે આપણે શેરડી રસ, સંતરાનો રસ, પાઇનેપલનો રસ જેવા પીણાંનું સેવન કરવું જોઈએ.
મોં માં ચાંદા પડવાથી ખાવા પીવામાં ખુબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે. મોં માં પડતા ચાંદાને કેટલાક આયુર્વેદિક ઉપાય અપનાવીને પણ દૂર કરી શકાય છે. માટે આજે અમે તમને મોં માં પડતા ચાંદા ને દૂર કરવા માટેનો એક ઘરેલુ ઉપાય જણાવીશું જે તમે ધરે જ સરળતાથી કરી શકો છો.
આ માટે તમારે પાનના ગલ્લા પરથી બે ચમચી કાથો લાવવાનો છે. કાથો ઘરે લાવ્યા પછી તમારે એક ચમચીનો ચોથો ભાગ કાથો લેવાનો છે, ત્યાર પછી તે કાથા માં તમારે અડધી ચમચી મઘ મિક્સ કરવાનું છે, ત્યાર પછી બને ને સારી રીતે હલાવીને પેસ્ટ તૈયાર કરવાની છે,
પેસ્ટ તૈયાર થઈ જાય પછી જે જગ્યાએ ચાંદા પડિયા હોય ત્યાં આગળીની મદદથી લગાવી દેવાનું છે, ત્યાર પછી 10-15 મિનિટ થાય ત્યારે મોં માં જે લાળ ભેગી થઈ છે તે બહાર નીકાળી દેવાની છે. આવું દિવસમાં બે વખત કરવાથી મોં માં પડેલ ચાંદા એક જ દિવસમાં ગાયબ થઈ જશે.
મોં માં ચાંદા પડવાથી ખાવા પીવામાં ખુબ જ તકલીફનો સામનો કરવો પડતો હોય છે તેમના માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે, આ પેસ્ટમાં રહેલ મઘમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ જેવા ગુણો મળી આવે છે. જે મોં માં પડેલ ચાંદાને દૂર કરે છે. મોં માં પડતા ચાંદા ને દૂર કરવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.