આજના યુગમાં ટેકનોલોજી ખુબ જ વધી રહી છે તેવામાં હાલના સમયમાં ઘણા બધા કામ ખુબ જ સરળતાથી પુરા કરી શકીએ છીએ. આજના આધુનિક યુગમાં એક એવી વસ્તુ છે જેના ફાયદા તો ઘણા બધા છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન પણ થઈ શકે છે.

આપણા રોજિંદા જીવનને ખુબ જ સરળ બનાવી તે સ્માર્ટ ફોન છે, જે હાલના સમયમાં નાના મોટા દરેક વ્યક્તિ જોડે જોવા મળી રહ્યા છે, કારણકે લોકોને હવે સ્માર્ટ ફોન ની લત લાગી છે માટે તેના વગર કોઈ પણ વ્યક્તિને ચાલતું પણ નથી. તમે જોયું હશે કે તમારા જોડે સ્માર્ટ ફોન હોય છે અને એક બે દિવસ ખરાબ થઈ જાય છે ત્યારે એક બે દિવસ કાઢવા ખુબ જ મુશ્કેલ બની જાય છે.

સ્માર્ટ ફોન આવ્યા પછી ઘણા બધા કામ આપણે ફોન પર જ કરી લઈ છે જેના કારણે આપણું કામ ખુબ જ સરળ થઈ જાય છે. સ્માર્ટ ફોનના ફાયદાની સાથે તેના ઘણા નુકસાન પણ છે. કેટલાક રિર્સચ માં જાણવા મળ્યું છે કે સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ કરવાથી આખોને નુકસાન પણ થઈ શકે છે.

સ્માર્ટ ફોનના ઉપયોગથી આંખોને નુકસાન તો થાય છે સાથે તેમાં થી નીકળતા ઉત્સર્જિત રેડિએશનના કારણે સ્વાસ્થ્ય પર ખુબ જ ખરાબ અસર થઈ શકે છે. દરેક વ્યક્તિ ફોનને સાથે રાખીને જ ફરે છે, જે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી. મોબાઈલ માંથી નીકળતા રેડિએશન ના કારણે મોબાઈલને ક્યાં ના રાખવો જોઈએ તેના વિષે જણાવીશું.

સૂતી વખતે મોબાઈલ તકિયા નીચે ના રાખવો: દરેક યુવાનો પોતાના ફોનને એક મિનિટ પણ પોતાનાથી દૂર થવા દેતા નથી, સૂતી વખતે પણ યુવાનો તકિયા નીચે અને સાથે જ રાખે છે, પરંતુ ફોનના રેડિએશન ના કારણે તેની અસર મગજના સ્વાસ્થ્ય પર પડી શકે છે, જેના કારણે માથાનો દુખાવો અને ચક્કર આવવા, યાદશકતી ઓછી થવી જેવી સમસ્યા થઈ શકે છે, માટે તકિયા નીચે મોબાઈલ મૂકીને સુવાની ટેવને સુધારી મોબાઈલને સુવાની જગ્યાથી થોડા દૂર મૂકીને સૂવું જોઈએ.

મોબાઈલ પાછળના ખીચામાં ના રાખો: આજના યુવાનોમાં પાછળના ખીચામાં મોબાઈલ રાખવાનો ખુબ જ ટ્રેન્ડ વઘી ગયો છે. આ ટ્રેન્ડ શરીરને ઘણું નુકસાન કારક થઈ શકે છે, પાછળના ખીચામાં મોબાઈલ મુકવાથી પેટ અને પગના દુખાવા થવાનું નિષ્ણાતો દ્વારા જણાવામાં આવ્યું છે. આ સિવાય મોબાઈલ પાછળ ના ખીચામાં મુકવાથી મોબાઈલ તૂટી જવાની સંભાવના સૌથી વધુ રહેતી હોય છે. માટે પાછળના ખીચામાં મોબાઈલ મુકવાનું ટાળવું જોઈએ.

શર્ટ ના ઉપરના ખીચામાં મોબાઈલ ના મુકવો: ઘણી વખત આપણે ઉતાવરમાં મોબાઈલને ઉપરના ખીચાંમાં મૂકી દઈએ છીએ પરંતુ મોબાઈલ ઉપરના ખીચામાં રાખવાથી હૃદયને લગતી સંબધિત બીમારીઓ થઈ શકે છે. માટે હાર્ટને એટેક જેવી ગંભીર બીમારીમાંથી બચાવી રાખશે. માટે ભૂલથી પણ શર્ટના ઉપરના ખીચામાં રાખવાનું ટાળવું જોઈએ.

જો તમે પણ મોબાઈલ પાછળના ખીચામાં, ઉપરના ખીચામાં, કે પછી સૂતી વખતે જોડે લઈને સુવાની આદત હોય તો તેને સુઘારીને મોબાઈલના રેડિએશનથી સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચાવી શકશો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *