મોં ના ચાંદા પડવા તે ખુબ જ સામાન્ય સમસ્યા છે. તેનો દુખાવાનો ખુબ જ અસહ્ય હોય છે, ચાંદા પડવાના કારણે ખાવા અને પીવામાં પણ ખુબ જ તકલીફ પડતી હોય છે. મોં માં પડતા ચાંદા ને મટાડવા દવા નો ઉપયોગ કર્યા વગર જ મટાડી શકાય છે.
મોં માં ચાંદા પડવાના ઘણા બધા કારણો પણ હોઈ શકે છે, જેમ કે પેટ સારી રીતે સાફ ના થવું, કબજિયાત રહેવો, શરીરમાં ગરમી વધુ રહેવી, દવાઓ વધુ ખાવી વગેરે કારણોથી મોં માં ચાંદા પડતા હોય છે.
મોં માં પડતા ચાંદા ને મટાડવા માટેના કેટલાક આસાન અને ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી મોં માં પડેલ ચાંદા થોડા જ કલાકોમાં મટાડી શકાય છે. તો ચાલો મોં માં પડેલ ચાંદા ને ઘરે બેઠા જ રાતો રાત કેવી રીતે મટાડવા તેના વિષે જણાવીએ.
લસણ: લસણ આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. ચાંદા ને મટાડવા માટે લસણ નો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક લસણ ની કળી લેવાની છે તે કળી ના ફોતરાં નીકાળીને તેને પીસી ને પેસ્ટ બનાવી લો, આ પેસ્ટ ને ચાંદા પડ્યા હોય તે જગ્યા પર લગાવાથી એક રાત માં જ ચાંદા મટી જાય છે.
તેમાં ખુબ જ સારા પ્રમાણમાં એન્ટી બાયોટિક ગુણો મળી આવે છે જે મોં માં પડતા ચાંદા ને ઝડપથી મટાડવાની મહત્વની ભૂમિકા ભજવે છે. લસણ શરીરમાં રહેલ ગરમીને દૂર કરીને ચાંદા માં થતા અસહ્ય દુખાવામાં ઘણી રાહત આપે છે.
કાથા વાળું પાન ખાવું: મોં માં પડેલ ચાંદા ને મટાડવા માટે પાન ના ગલ્લા પર મળતું માત્ર 2 રૂપિયા વાળું કાથા વાળું પાન ખાઈ લેવાનું છે, જે મોં માં પડેલ બે થી ચાંદા ને પણ એક રાત માં દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. આ માટે જો તમે અવાર નવાર મોં માં પડતા ચાંદા થી પરેશાન હોય તો કાથા વાળું પાન ખાઈ લેવું જોઈએ.
દૂધ પીવું: ચાંદા પડે ત્યારે સવારે અને રાતે સુવાના સમયે એક વાટકી ઠંડુ દૂધ પી જવું જોઈએ. ઠંડુ દૂધ પીવાથી શરીરમાં રહેલ વધારાની ગરમી દૂર થાય છે અને શરીરને ઠંડક આપે છે. જેના કારણે ચાંદા પણ ઘીરે ઘીરે મટી જાય છે.