ઉનાળાની ગરમીમાં આપણા શરીરને ઠંડક મળી રહે તે જરૂરી છે. સાથે ગરમીમાં આપણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવું પણ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં લૂ લાગે ત્યારે આપણે બીમાર પડી જતા હોઈએ છીએ.
તમને જણાવી દઉં કે હવે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે. તેવામાં આપણા એક એવી ઔષઘી મળી આવે છે જે આપણા શરીરને 365 દિવસ સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરે છે. આ ઔષઘીનું નામ મોર છે જે લીમડાના ઝાડ પર આવે છે.
લોમડો જેટલો ઔષધીય ગુણોથી ભરપૂર છે તેટલો જ તેનો મોર ઔષધીય ગુણોથી ભરપૂર છે. તેનું સેવન દરેક વ્યક્તિ ચૈત્ર મહિનામાં કરતા હોય છે. કારણકે આ લીમડાના મોરનું સેવન કરવાથી 100થી વધુ બીમારીઓને દૂર થાય છે. માટે દરેક વ્યક્તિ ચૈત્ર મહિનામાં મોરનું સેવન ભરપૂર પ્રમાણમાં કરતા હોય છે.
એકદમ મફતમાં મળતા મોરનો રસ માત્ર 10 દિવસ પીવાથી આખું વર્ષ શરીરને અનેક રોગથી બચાવાનું કામ કરે છે. મોરને તોડીને સવારે ખાલી પેટ ખાઈ શકો છો, પરંતુ તેનો રસ બનાવીને પીવાથી તેના અગણિત ફાયદાઓ થાય છે. તો ચાલો જાણીએ મોર પીવાથી થતા ફાયદા.
રોજ સવારે મોરનો રસ પીવાથી ગરમીમાં લગતી લૂ થી બચાવી રાખે છે. શરીરમાં રહેલ વઘારાની ગરમીને દૂર કરે છે. લીમડો ખુબ જ ઠંડો હોય છે જેથી તેના મોરનો રસ પીવાથી શરીરમાં ઠંડક મળી રહે છે. માટે કુદરતી રીતે મળી આવતી આ વનસ્પતિના મોરનો રસ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
ચૈત્ર મહિનો એક કફ ના તાસીર વાળા વ્યક્તિ માટે ખુબ જ લાભદાયક છે. કારણકે કફ પ્રક્રૃતિવાળા લોકો આ સમયે લીમડાના મોરના રસનું સેવન કરે તો કફને છૂટો કરી બહાર નીકાળે છે જેથી ખાસીમાં રાહત થાય છે. માટે કુરતી રીતે મળી આવતી આ વનસ્પતિના રસનું સેવન કરવું જોઈએ
આ વનસ્પતિના રસનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જેથી આપણા શરીરમાં રહેલ લોહીની ઉણપને દૂર કરે છે. સાથે લોહીમાં રહેલ ખરાબ ટોક્સીન પણ દૂર કરે છે. જેથી લોહી શુદ્ધ રહે છે અને લોહીની ટકા વાળીમાં વઘારો કરે છે.
આ મોરનો રસ પીવાથી આપણા શરીર ખંજવાળ, ખરજવું, દાદર, ખસખસ જેવી અનેક ચામડીના લગતા રોગોને દૂર કરવામાં ખુબ જ ઉપયોગી છે. 10 દિવસ મોરના રસનું સેવન કરવાથી શરીરમાં લોહી શુદ્ધ થાય છે જેથી ચામડીના દરેક રોગ કરી શકાય છે.
ઘણા લોકોને એસીડીટીની સમસ્યા હોય છે તેમના માટે આ કુદરતી રીતે મળી આવતા મોરના રસનું સેવન ખુબ જ ફાયદાકારક છે. થોડા જ દિવસ આ રસ પીવાથી એસીડીટીની સમસ્યા દૂર થઈ જાય છે. આ ઉપરાંત સવારે ખાલી પેટ મોરના રસનું સેવન કરવાથી સુગર લેવલ કંટ્રોલમાં રહે છે માટે ડાયાબિટીસ દર્દી માટે આ રસ ખુબ જ ફાયદાકારક છે.
પેટમાં થતી બળતરા, પેશાબમાં થતી બળતરા જેવી સમસ્યા માં પણ આ રસનું સેવન ખુબ જ લાભદાયક છે. ઘણા લોકો ને વારે વારે વાતાવરણમાં થતો બદલાવના કારણે વાયરલ ઈન્ફેક્શન, શરદી, ખાંસી, તાવ આવતો હોય તેમના માટે લીમડાના મોરનો રસ ખુબ જ ફાયદાકારક છે. મોરના રસનું સેવન કરવાથી આપણા શરીરમાં કમજોર પડી ગયેલ રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે. જેથી આપણા શરીરથી અનેક રોગો દૂર રહે છે.
આંખુ વર્ષ સ્વસ્થ અને નિરોગી રહેવું હોય તો માત્ર ચૈત્ર મહિનામાં કરી લો મોરના રસનું સેવન. આપણા શરીરના 100થી વધુ રોગોનો નાશ કરે છે. માટે કુદરતી રીતે મળી આવતા લીમડાના મોરનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થશે. દરેક મહિલાઓ અને પુરુષો માટે અમૃત સમાન વનસ્પતિ છે.