આજના આધુનિક ટેક્નોલીજી વાળા યુગમાં દરેક વ્યક્તિ પોતાના કામ માં ખુબ જ વ્યસ્ત રહેતો હોય છે જેના કારણકે તે પોતાના શરીરનું ઘ્યાન રાખવાનું પણ ભૂલી જતો હોય છે, પરંતુ જો તમે સવારે ઉઠીને આ કામ કરી લેશો તો આખો દિવસ શરીરમાં એનર્જી અને ઉર્જા બની રહેશે.
જે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે, આજ ના સમયમાં લોકો ઉઠે ત્યારે સૌથી પહેલા મોબાઈલ ને જોવાનું ચાલુ કરી દેતા હોય છે તેમાં પણ 10-15 મિનિટ નીકાળી દેતા હોય છે. આજે મોડું થઈ જવાના કારણે ઉતાવર માં તૈયાર થઈ ને કામ પર નીકળી જતા હોય છે.
પરંતુ આજે અમે તમને એવી કેટલીક સવાર ની ટિપ્સ જણાવીશું જેને રોજે અપનાવામાં આવે તો શરીર આજીવન સ્વસ્થ અને નિરોગી રહેશે. તમે પણ સવાર ની આદતો ના હોય તો એક વખત અપનાવી ને જરૂર જોજો, આખો દિવસ તમારો એનર્જી થી ભરપૂર રહેશે. તો ચાલો જાણીએ સવારે ઉઠીને શું કરવું જોઈએ.
સવારે ઉઠીને કરી લો આ કામ:
સૌથી પહેલા તો ઉઠીને પલંગમાં બેસી રહીને ભાગવાનું નામ લેવાનું છે. ત્યારબાદ જ ધરતી માતાને પગે લાગીને નીચે ઉતરવાનું છે. જો તમે સવારે ઉઠીને આ પહેલું કામ કરશો તો દિવસની શરૂઆત માં સુધાર થતો જોવા મળશે.
ત્યાર પછી માટલાના પાણી વડે આંખો અને ચહેરાને ધોઈ લેવાનું છે. આ રીતે સવારે ચહેરો અને આંખો ધોવાથી આંખો તેજસ્વી બને છે અને સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. જે સવારની શરૂઆત માટે ખુબ જ જરૂરી અને આવશ્યક છે.
ત્યારબાદ એક ગ્લાસ પાણીને નવશેકું ગરમ કરીને એ પાણીને નીચે બેસીને ધુંટડે ધુંટડે પીવાનું છે. દરેક વ્યક્તિએ ખાસ ઘ્યાન રાખવું કે ઉપર મોઠે ક્યારેય પાણી ના પીવું જોઈએ. આ રીતે રોજે સવારે એક ગ્લાસ નવશેકું પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલ હાનિકારક કચરો અને ટોક્સિન બહાર નીકળી જાય છે.
ખાલી પેટ પાણી પીવાથી પાચનક્રિયામાં સુઘારો થાય છે. આ સાથે વજન ને પણ ઓછું કરવામાં ઘણી મદદ મળે છે, આ માટે વજન ઓછું કરવા માંગતા હોય એવા લોકો માટે ખાસ નવશેકું પાણી પીવું જોઈએ. રોજે સવારે ખાલી પેટ પલાળેલ 5-7 બદામ અને 2 અખરોટ ખાવા જોઈએ.
જે શરીર ને જરૂરી પોષણ આપે છે, અને આખા દિવસ દરમિયાન શરીરમાં એનર્જી અને ઉર્જા બનાવી રાખે છે. આ માટે સવારે આ બને ડ્રાય ફ્રૂટ્સ ખાઈ શકાય છે. સવારે વધુ તેલ અને વધુ મસાલા વાળો નાસ્તો ના કરવો જોઈએ.
સવારના નાસ્તામાં તમે દૂધ, કેળાં, ઓટ્સ, ફણગાવેલ કઠોળ વગેરે ખાઈ શકાય છે. આ સાથે સવાર માં થોડો સમય એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમાં હળવી કસરત, વોકિંગ અને યોગા નો સમાવેશ કરવો જોઈએ. જે શરીરના દરેક અંગોને મજબૂત અને યોગ્ય રીતે કાર્ય કરવા માટે કાર્યશીલ બનાવી રાખવામાં મદદ કરશે.
જો તમે રોજે સવારે આટલું કરી લેશો તો ઘણી બીમારી થી બચી શકશો જેથી તમે એકદમ સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહી શકશો.