દરેક વ્યક્તિ શરીરને સ્વસ્થ, હેલ્ધી અને નિરોગી રાખવા માટે ઘણા બઘા પ્રયાસો કરતા હોય છે. વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરી દેતા હોય છે અને રાતે સુવે ત્યારે ક્રિયાઓ કરવાનું બંધ કરતા હોય છે.
જીવન શૈલીમાં દિવસ દરમિયાન વધુ કામ કરવાથી શરીરના દરેક અંગોને યોગ્ય કામ કરવાની ક્ષમતામાં વઘારો થાય છે. સવારથી દિવસ ની શરૂઆત કરતા આપણે સૌથી પહેલા શું કરવું જોઈએ તેના વિષે જણાવીશું,
દિવસની શરૂઆતમાં થોડી પણ ભૂલ થાય તો શરીરને ઘણી બીમારીનો સામનો પણ કરવો પડતો હોય છે. આ માટે રોજે સવારે ઉઠીને સૌથી પહેલા આ ત્રણ કામ જરૂર કરવા જોઈએ, જેથી વ્યક્તિ અનેક પ્રકારના રોગોથી બચી શકે છે.
આ માટે સૌથી પહેલા સવારે ઉઠીને એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરવાનું અને ત્યાર પછી તે પાણીને નીચે બેસીને ધુંટડે ધુંટડે પી જવાનું છે. આ રીતે નિયમિત પણે રોજે હૂંફાળું પાણી પીવાથી મોં માં રહેલ લાળ શરીરમાં જવાથી શરીરમાં રહેલ હાનિકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ થાય છે.
આ સિવાય પેટ સંબધિત રોગો પણ દૂર રહે છે જે પેટ અને આંતરડા ને એકદમ સાફ બનાવે છે. હૂંફાળું પાણી નિયમિત પીવાથી પેટની વધતી વધારાની ચરબીને ઓગાળવામાં મદદ કરે છે. જે વજન ને નિયત્રંણમાં રાખવાનું કામ કરે છે, તે લોહીના પરિવહન ને સુધારી લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરે છે.
ત્યાર પછી 10 મિનિટ થાય ત્યારે સારી રીતે બ્રશ કરવાનો છે, જેથી મોં માં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર સારી રીતે બ્રશ કરવાથી દાંતમાં સડો, કે દાંતને લગતી અનેક પ્રકારની તકલીફમાં રાહત મેળવી શકાય છે. દાંતને સારી રીતે સાફ કરવામાં આવે તો મોં ની દુર્ગધ પણ દૂર થાય છે.
ઘણા લોકો ઉતાવરમાં ઘણી વખત બ્રશ કરવાનું ભૂલી જતા હોય છે. પરંતુ માત્ર 5 મિનિટ નો સમય લઈને સારી રીતે સવારે બ્રશ કરવો જોઈએ. ત્યાર પછી 30 મિનિટ થોડો પરિશ્રમ કરવો જોઈએ, આ માટે વ્યક્તિએ યોગા, હળવી કસરતો અને વોકિંગ પણ કરવું જોઈએ. જે શરીરના હાંડાને મજબૂત બનાવામાં મદદ કરે છે.
રોજે સવારે આ ત્રણ કામ કરવામાં આવે તો શરીરના દરેક અંગો ને એનર્જી અને ઉર્જા મળી રહે છે જેના પરિણામે દરેક અંગો સ્વસ્થ અને હેલ્ધી રહે છે. આ માટે રોજે સવારે આ ત્રણ દરેક વ્યક્તિએ જરૂર કરવા જોઈએ.