વ્યક્તિની ખાવાની ખરાબ ટેવ શરીરમાં ઘણા બધા રોગો ઉત્પન્ન કરવાનું કારણ બને છે. જેમકે, ચરબી વધવાથી વજન વધવું, પેટ ખરાબ થવું, ડાયબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, બીપી, થાઈરોડ જેવા ઘણા બધા રોગો શરીરમાં આવતા હોય છે. જેના કારણે શરીર શારીરિક રીતે કમજોર પડી જાય છે.

તેમાંથી એક બીમારી એટલે કે વધારે વજન છે જેના વિષે આજે અમે તમને જણાવીશું. વજન વધવું તે બેઠાળુ જીવન અને જમ્યા પછી ખોરાક ના પચવાના કારણે શરીરમાં ઘણી ચરબીના થર જામી જતા હોય છે. આ પેટમાં ચરબીના થર વધવાના કારણે પેટ પણ બહાર આવતું જાય છે અને વજનમાં વધારો થાય છે.

જયારે પણ ભોજન કરીને એક જગ્યાએ લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે તે ખોરાકને પચવામાં ખુબ જ મુશ્કેલી પડે છે આ ઉપરાંત ઘણા લોકો ભોજન કર્યા પછી તરત સુઈ જતા હોય છે તેવા લોકો માં ચરબી અને વજન વધવાની સમસ્યા વધુ જોવા મળે છે.

વજન ને ઓછું કરવા માટે મોટા ભાગે ઘણા લોકો જિમ પણ જતા હોય છે, પરંતુ તે રોજે ના જવાના કારણે તે પોતાના શરીરની ચરબી અને વજન ને ઓછું કરી શકતા નથી. વજન ઓછું કરવા માટે ફાયબર યુક્ત ખોરાક હૂંફાળું પાણી અને સવારે વોકિંગ, જોગિંગ, કરવાથી પણ વજન ને ઓછું કરી શકાય છે.

આજે અમે તમને એવા ડ્રિન્ક વિષે જણાવીશું જેને રોજે પીવાથી જિમ માં કસરત કરવા જવાની જરૂર પણ નહીં પડે. આ ડ્રિન્ક પીવાની સાથે તમારે રોજે આ કામ કરવાનું છે જેના લીધે પેટના વધી ગયેલ બધા જ ચરબીના થર ઓગળી જશે. અને વજન નિયત્રંણમાં આવી જશે.

વજન ઓછું કરવાનું ડ્રિન્ક બનાવવાની રીત: આ માટે એક ચમચી અજમો અને એક ચમચી જીરું લેવાનું છે હવે બંને ને એક ગ્લાસ પાણીમાં નાખીને હલાવી પછી ઢાંકી દેવાનું છે. અજમો અને જીરૂને રાતે પલાળીને આખી રાત માટે રહેવા દેવાનું છે.

ત્યાર પછી સવારે તે પાણીને એક પેનમાં નાખીને ઉકાળી લેવાનું છે. બરાબર ઉકળી જાય ત્યારે તેને બંધ કરી તેને પીવા જેવું ઠંડુ થવા દો અને પછી તેમાં એક આખા લીંબુનો રસ નીકાળીને તેમાં ઉમેરો, હવે તેમાં બે ચપટી સિંધાલુણ મીઠું અને મધ મિક્સ કરી બરાબર હલાવી લો.

સારી રીતે હલાવ્યા પછી વજન ઓછું કરવાનું ડ્રિન્ક તૈયાર થઈ જશે. હવે આ ડ્રિન્ક ખાલી પેટ પીવાનું છે, આ ડ્રિન્ક નું સેવન કર્યા ના 30 મિનિટ સુધી કોઈ પણ વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ ડ્રિન્ક ખુબ જ શક્તિ શાળી અને એનર્જી ભરપૂર છે.

જે પેટની વધી ગયેલા ચરબીના થરને બરફના જેમ ઓગાળી દેશે, જેના કારણે વધી ગયેલ પેટ અંદર જતું રહેશે અને વજન પણ નિયત્રંણમાં આવશે. આ ડ્રિન્ક પીવાથી શરીરમાં રહેલ બધો જ વધારાનો ઝેરી કચરો અને બગાડ બધું જ નીકળી જશે અને પેટને એકદમ સાફ અને ચોખ્ખું થઈ જશે.

પેટ સાફ રહેવાથી શરીરમાં થતા રોગો 100 % નાશ પામે છે આ ડ્રિન્કમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે શરીરને ભરપૂર એનર્જી અને ઉર્જા પ્રદાન કરે છે અને મોટાભાગના રોગોનો દૂર કરે છે. એક મહિનામાં 8-10 કિલો વજન ધટાડવા માટે આ ડ્રિન્ક ખુબ જ અસરકારક છે.

આ ડ્રિન્ક પીવાની સાથે તમારે રોજે સવારે વોકિંગ અને જોગિંગ કરવું જોઈએ જેના કારણે પાચન સારું થશે અને ચરબીના થરને ઓગાળવામાં મદદ કરશે.આ ઉપરાંત ચાલવા અને દોડવાથી શરીરમાં પરસેવો નીકળે છે જે શરીરનો વધારાનો બધો જ કચરો દૂર કરે છે અને સ્કિને લગતી અનેક બીમારી થી બચાવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *