આજે અમે તમને એક એવા ફળ વિશે વાત કરીશું જેનું સેવન કરવાથી કિડની, હૃદય રોગ, ત્વચા, એનિમિયાની સમસ્યા જેવી સમસ્યા માં ખુબ જ ફાયદાકારક સાબિત થશે. તેના માટે તમારે દરરોજ આ ફળનું સેવન કરવું જોઈએ.
આપણે જે ફળની વાત કરીયે છીએ એ ફળનું નામ મોસંબી છે. આ ફળ ખાવામાં ખુબ જ સ્વાદિસ્ટ હોય છે. આ ફળ દરેક ઋતુમાં મળે છે પરંતુ શિયાળામાં ખુબ જ વઘારે પ્રમાણમાં મળી આવે છે. આ ફળનું સેવન આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે.
મોસંબીમાં રહેલા વિટામિન-સી, ફાયબર, એન્ટી ઓક્સીડેન્ટ, ફોલેટ જેવા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તેમાં રહેલ વિટામિન-સી વધારે પ્રમાણમાં મળી આવે છે જે શરીર માટે ઉત્તમ માનવામાં આવે છે. મોસંબી જેવા ખાટા ફળોમાં સાઈટ્રિક એસિડ હોવાથી શરીરમાં થતી પથરીને અટકાવે છે.
માટે જો તમને પથરીની સમસ્યા હોય તો તમારે મોસંબીનો જ્યુસ પીવો જેથી પથરી ને મોટી થવા દેતી નથી અને પથરીને બહાર કાઢવામાં આ ફળ ખુબ જ ઉપયોગી છે. તો ચાલો જાણીએ આ આર્ટિકલમાં મોસંબી ફળ ખાવાથી થતા ફાયદા વિશે.
હદય રોગ માટે ઉપયોગી : અત્યારના સમય માં હદય રોગથી મુત્યુ થનારની સંખ્યા વઘવા લાગી છે. માટે હદય રોગના દર્દી એ આ ફળનું સેવન કરવું જોઈએ જેથી હદય રોગ થવાનું જોખમ ઓછું થઈ જાય છે. જો તમારે દરરોજ આ ફળનું સેવન કરો તો બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને લોહીને પાતરું કરવામાં મદદ કરે છે.
કિડનીમાં પથરીનું જોખમ ઓછું કરે : આ ખાટા ફળ ખાવાથી કિડનીમાં પથરી થતી અટકાવે છે. માટે આ મોસંબીનું સેવન કરવાનું કહેવામાં આવે છે. કારણકે તેમાં પોટેશિયમ સાઈટ્રેટ જેવા મહત્વ પૂર્ણ ગુણ આવેલ છે. માટે તે ફળ નું સેવન કરવાથી કિડની હંમેશા સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
એનેમિયાનું ની સમસ્યા દૂર કરે છે : લોહીની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થાય છે. વિટામિન સી અને સાઈટ્રિક એસિડ જેવા મહત્વ પૂર્ણ તત્વો આવેલ છે. માટે દરરોજ આ ફળ ખાવાનું કહેવામાં આવે છે. જેથી લોહીની ઉણપ પણ દૂર થઈ જાય છે.
ત્વચા માટે ઉપયોગી : મોસંબીમાં એન્ટી ઓક્સીડેન્ટ આવેલ છે જે ત્વચા પર થતા ફ્રી રેડિકલ્સને રોકવામાં મદદ રૂપ થાય છે. દરરોજ મોસંબીનું સેવન કરવાથી ઉંમર વઘે તો પણ તમે જવાન દેખાશો. ત્વચા પરની કરચલી, ખીલ, ડાઘા ને દૂર કરે અને ચહેરાને નેચરલી ગ્લો લાવવામાં મદદ કરે છે.
જો તમે પણ આ ખાટા અને સ્વાદિસ્ટ ફળ નું દરરોજ સેવન કરશો તો તમારું શરીર પણ હંમેશા સ્વસ્થ અને હેલ્ધી રહેશે. આ ફળના સેવનથી રોગપ્રતિકારક શકિત પણ મજબૂત થશે અને તમને અનેક નાની મોટી બીમારી થી બચાવવા માં મદદરૂપ થશે.