ડેન્ગ્યુ જેવી ભયંકર બીમારી મચ્છર કરડવાને કારણે થાય છે. ડેન્ગ્યુ મચ્છર ક્યારે આપણને કરડીને જતો રહે તેની ખબર કોઈને પણ હોતી નથી. આથી ઘરમાંથી કોઈ પણ પ્રકારના મચ્છર જોવા ન મળે તે ખુબજ જરૂરી છે કારણકે મચ્છર કરડવાથી તમને તાવ પણ આવી શકે છે. આપણા ઘરમાંથી મચ્છર ને ભગાડી મૂકીએ એવો સરળ ઉપયોગ અને સરળ નુસખો તમને જણાવીશું.
તો તમારે ઘરમાંથી મચ્છર ને કાયમી ભગાડવા માટે શુદ્ધ ગૂગળ અને કપૂરનો ધૂપ કરવાનો છે. જ્યારે પણ ઘરમાં મચ્છરોનો ઉપદ્રવ થાય ત્યારે કપૂર અને ગૂગળનો ધૂપ કરશો તો તમારા ઘરમાંથી ખૂણેખૂણેથી મચ્છરો ઘરની બહાર નીકળી જશે અને તમારા ઘરનું વાતાવરણ પણ એકદમ સ્વચ્છ અને નિર્મળ બની જશે.
આ પ્રયોગ એકદમ દેશી છે પરંતુ આ સો ટકા સફળ પ્રયોગ છે. એકવાર તમે આ પ્રયોગ કરશો તો તમને ચોક્કસ રીઝલ્ટ જોવા મળશે. આ ઉપરાંત તમે ઘરમાંથી મચ્છર ને ભગાડવા માટે બીજો પણ દેશી પ્રયોગ કરી શકો છો. આ દેશી પ્રયોગ કરવા માટે તમારે કડવા લીમડાના પાન લેવાના છે અને તેને સુકવી નાખવાના અથવા તો તમે તાજા પણ પાંદડા લઇ શકો છો. તેનો તમારે ધુમાડો કરવાનો છે.
આ ધુમાડો તમારે દરેક રૂમમાં કરવાનો છે. આ ધુમાડો રૂમમાં થવાની સાથે રૂમમાં કે ઘરમાં રહેલા મચ્છરો ઘરની બહાર ભાગી જશે એટલે કે ઘરની બહાર નીકળી જશે. આ પ્રયોગ પણ ખૂબ જ સફળ પ્રયોગ છે. આપણા દાદા પરદાદા પહેલાના સમયમાં આ બધા પ્રયોગો કરતા હતા અને મચ્છર થી છુટકાળો મેળવતા હતા.
હવે તમને ત્રીજો ઉપયોગ જણાવીએ છીએ. આ પ્રયોગ માટે તમારે લીમડાની લીંબોળી લઇ આવવાની છે અને તેમાંથી તેલ કાઢવાનું છે. આ તેલ એટલે કે લીમડાના તેલમાં કપૂર મિક્સ કરી એક સ્પ્રે બોટલમાં ભરી લેવાનો છે. હવે આ મિશ્રણને તમાલ પત્ર સ્પ્રે કરો અને સળગાવો.
તમાલપત્રનો ધુમાડો સ્વાસ્થ્ય માટે કોઇપણ રીતે હાનિકારક નથી. આ ધુમાડાની અસરથી આશ્ચર્યજનક રૂપે મચ્છરોનો ઘરમાંથી ભાગી જશે એટલે કે ઘરમાંથી મચ્છરોનો સફાયો થઇ જશે. આ ઉપરાતં લીમડાના તેલનો દીપ સળગાવવાથી પણ મચ્છર તમારી આસપાસ ક્યાંય પાસે ભટકશે નહીં.
એક્વાતનું ધ્યાન રાખો કે આ પ્રકારના સાદા અને દેશી નુસખા કરવાથી પણ ડેન્ગ્યુ નામના જીવલેણ રોગથી બચી શકાય છે. સામાન્ય ડેન્ગ્યુ છે તે સરળતાથી મટી જાય છે, પરંતુ તમે ડેન્ગ્યુમાં યોગ્ય ધ્યાન નથી રાખતા, યોગ્ય સારવાર નથી લેતા તો તે જીવલેણ પણ સાબિત થઇ શકે છે.
માટે મચ્છરો કઈ રીતે તમારા ઘરમાંથી દૂર રહે અને મચ્છર કઇ રીતે તમારા ઘરમાં ન પ્રવેશે તે માટે તમારે ભૂલ્યા વગર આ પ્રયોગો કરવાના છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે. આવી જ અવનવી માહિતી અને ટિપ્સ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો.