આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક લોકોની ઈચ્છા હોય છે તે યુવાન અને સુંદર દેખાય. પરંતુ ઘણા લોકો સુંદર દેખાઈ શકતા નથી અને સુંદર દેખાવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે. ઘણા લોકો સુંદર દેખાવાના ચક્કરમાં બજારમાં મળતી કેમિકલયુક્ત વસ્તુઓનો પણ ઉપયોગ કરતા હોય છે.

બજારમાંથી લાવેલી કેમિકલયુક્ત વસ્તુઓ લગાવતા જ ચહેરા પર તરત જ ગ્લો આવી જાય છે અને તમે સુંદર દેખાવા લાગો છો, પરંતુ આ ચમક થોડાજ કલાકો કે દિવસ માટે હોય છે. પરંતુ જો ચહેરા પર જુના જમાનાથી ચાલી આવતા દેશી ઉપાયો કરવામાં આવે તો ચહેરા પર કુદરતી ગ્લો લાવી શકાય છે.

આ કુદરતી ગ્લો લાંબો સમય તમારા ચહેરા પર રહે છે અને તમને કોઈ પણ પ્રકરનું નુકશાન થતું નથી. તમને જણાવીએ કે મેગ્નેશિયમ, સિલિકેટ, કેલ્સાઈટ વગેરે જેવા ખનિજોથી સમૃદ્ધ મુલતાની માટી ત્વચાને કુદરતી ચમક આપે છે. તેના ઉપયોગથી સનબર્ન, બળતરા ખીલ, મૃત ત્વચા કોષો વગેરે જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો આ લેખમાં અમે તમને સ્વસ્થ-સુંદર ત્વચા માટે મુલતાની માટીના વિવિધ ઉપયોગો વિષે જણાવીશું.

1. મુલતાની માટી અને હળદર-ચંદન ફેસ માસ્ક: સામગ્રી: બે ચમચી મુલતાની માટી પાવડર, 1 ચમચી ચંદન પાવડર, 1 ચમચી હળદર, જરૂર મુજબ પાણી

રીત: સૌ પ્રથમ એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો. તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને 15 થી 20 મિનિટ પછી હૂંફાળા પાણીથી ધોઈ લો. છેલ્લે, થોડું મોઇશ્ચરાઇઝર લગાવો. ઓઇલ મુક્ત ત્વચા માટે અઠવાડિયામાં એકવાર આ પેસ્ટનો ઉપયોગ કરો.

2. મુલતાની માટી અને દહીં ફેસ માસ્ક: સામગ્રીઃ અડધો કપ કપ દહીં, બે ચમચી મુલતાની માટી પાવડર, એક ચમચી ગુલાબજળ

રીત: એક બાઉલમાં બંને સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ તૈયાર કરેલી પેસ્ટને ચહેરા પર લગાવો અને અડધા કલાક પછી પાણીથી ધોઈ લો. જો તમારી ત્વચા શુષ્ક હોય તો આ ફેસ માસ્કને 15 દિવસમાં એકવાર અજમાવો.

3. મુલતાની માટી અને નીમ ફેસ માસ્ક: સામગ્રી: બે ચમચી મુલતાની માટી પાવડર, એક ચમચી સૂકા લીમડાના પાનનો પાવડર, એક ચમચી કાચું મધ અને જરૂર મુજબ ગુલાબજળ

રીત: એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને પેસ્ટ બનાવો. ત્યારબાદ બનાવેલી પેસ્ટને ચહેરા પર સારી રીતે લગાવો અને 20 મિનિટ પછી પાણીથી ધોઈ લો અને ચહેરા પર હળવી ક્રીમ લગાવો.

4. મુલતાની માટી અને પપૈયા ફેસ માસ્ક: સામગ્રીઃ એક કપ પાકેલા પપૈયાનો પલ્પ, બે ચમચી મુલતાની માટી પાવડર અને જરૂર મુજબ ગુલાબજળ

રીત: સૌ પ્રથમ ત્રણેય સામગ્રીને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવો અને 15-20 મિનિટ પછી પાણીથી ધોઈ લો. નરમ અને કોમળ ત્વચા માટે અઠવાડિયામાં એકવાર આ ફેસ માસ્કનો ઉપયોગ કરો. થોડા દિવસોમાં જ ફરક દેખાશે.

જો તમને અહીંયા જણાવેલ મુલતાની માટીના ફેસ માસ્ક પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને પણ આ માહિતી શેર કરજો અને આવીજ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *