બદલાતી જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખોરાકને કારણે સ્વાસ્થ્યની સાથે ત્વચા પર પણ અસર થાય છે. જેના કારણે ચહેરા પર કરચલીઓ, ખીલ વગેરેની સમસ્યા રહે છે. ત્વચા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે મુલતાની માટીનો ઉપયોગ કરી શકો છો. આના ઉપયોગથી તમે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તો આવો જાણીએ કે તેમાંથી ફેસ પેક કેવી રીતે બનાવવું.
1. મુલતાની માટી અને હળદરનો ફેસ પેક: હળદરમાં એન્ટિ-બાયોટિક, એન્ટિ-ફંગલ, એન્ટિ-એજિંગ અને એન્ટિ-ઓક્સિડન્ટ ગુણ હોય છે, જે ત્વચાના ચેપ સામે રક્ષણ આપે છે. ફેસ પેક મા ટે જરૂરી સામગ્રી: 1 ચમચી મુલતાની માટી પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ગુલાબજળ
ફેસપેક બનાવવાની રીત: એક બાઉલમાં મુલતાની માટી લો, તેમાં હળદર ઉમેરો. ગુલાબજળની મદદથી પેસ્ટ તૈયાર કરો. હવે તેને ચહેરા પર સારી રીતે લગાવો. 15-10 મિનિટ પછી પાણીથી ધોઈ લો.
2. મુલતાની માટી અને ઈંડાનો ફેસ પેક: આ ફેસ પેકના ઉપયોગથી ત્વચા કડક થઈ જાય છે. ઈંડાની સફેદી ત્વચાને ટાઈટ બનાવવામાં ખૂબ જ અસરકારક છે. ફેસ પેક માટે જરૂરી સામગ્રી: એક ચમચી મુલતાની પાવડર, એક ઈંડું, 1 ચમચી દૂધ
ફેસપેક બનાવવાની રીત: આ ફેસ પેક બનાવવા માટે એક બાઉલમાં ઈંડાની સફેદી લો. તેમાં મુલતાની માટી અને દૂધ ઉમેરો. આ મિશ્રણને સારી રીતે ફેટી લો, હવે તેને ચહેરા પર લગાવો. સુકાઈ જાય એટલે પાણીથી ધોઈ લો.
3. મુલતાની માટી અને દૂધનો ફેસ પેક: આ ફેસ પેક ત્વચાની ટેનિંગ દૂર કરવામાં મદદરૂપ છે. તે ચહેરાના વધારાના તેલને પણ ઘટાડે છે. ફેસ પેક માટે જરૂરી સામગ્રી: એક ચમચી મુલતાની માટી, 2 ચમચી દૂધ
ફેસપેક બનાવવાની રીત: એક બાઉલમાં એક ચમચી મુલતાની માટી લો, તેમાં દૂધ ઉમેરો અને પેસ્ટ બનાવો. પછી તેને ચહેરા પર લગાવો, લગભગ 15 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
જો તમે પણ ત્વચા માટે બજારુ ક્રીમ કે કોઈ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતા હોય તો આજથી જ આ કુદરતી અને જુના જમાનાનો ફેસપેક બનાવીને ઉપયોગ કરી શકો છો. આ ફેસપૅકમાં કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી જેથી તમારી ત્વચાને કોઈપણ પ્રકારનું નુકશાન થશે નહીં.