જયારે વ્યક્તિની જીવનશૈલી અને અનિયમિત ખાવાની આદતો હોવાના કારણે વ્યક્તિ ઘણી બધી નાની મોટી બીમારીના શિકાર બનતા હોય છે. તેવી જ કેટલીક બીમારીઓ ને દૂર કરવા માટે ડુંટી માં બે ટીપા તેલ ના નાખીને દૂર કરી શકાય છે.
નાભી આપણા શરીરનું કેન્દ્ર બિંદુ છે. જેમાં દરેક અંગોની નસો નું જોડાણ છે. આ માટે કેન્દ્ર બિંદુ એવા ડુંટીમાં તેલ ના બે ટીપા પાડીને માલિશ કરવાથી ઘણા રોગોને મટાડવામાં મદદ મેળવી શકાય છે. ડુંટી એટલે નાભી જેમાં તેલ નાખવાથી સ્વાસ્થ્ય ને અનેક ઘણા ફાયદાઓ થાય છે.
નાભિમાં તેલ નાખી માલિશ કરવાથી ત્વચા, આંખો, મગજ, પેટના રોગો, વાળ, હાડકા, સ્નાયુઓ, પેટના રોગો વગેરે માં ફાયદાકારક છે. આજે અમે તમને ક્યાં રોગમાં કયા તેલનો ઉપયોગ કરવો જોઈએ તેના વિષે વધુ માહિતી આપીશું.
નાળિયેરનું તેલ: નાળીયેરના તેલને નાભીમાં બે ટીપા નાખીને હળવા હાથે માલિશ કરવાથી આખોનું તેજ વઘે છે. આ ઉપરાંત આંખોને ઠંડક આપે છે, જો તમે આંખોના નંબરના ચશ્મા પહેરતા હોય અને તેને દૂર કરવા માંગતા હોય તો નાળિયેર તેલની માલિશ કરવાની આંખોના નંબર ઓછા કરી શકાય છે.
આ નાળિયેલ ના બે ટીપા નાભી માં નાખી માલિશ કરવાથી મગજની કાર્ય ક્ષમતા માં પણ વઘારો થાય છે, આ ઉપરાંત વાળ ખરતા હોય અથવા વાળને લગતી હોઈ સમસ્યા હોય તો નારિયેળ તેલના બે ટીપા નાભિમાં નાખી માલિશ કરવાથી વાળની સમસ્યા દૂર થાય છે અને વાળને લાંબા અને મજબૂત બનાવે છે.
બદામ તેલ: બદામ નું તેલ ચહેરાની સુંદરતા વધારવામાં મદદ કરે ચ્ચે, જો તમારા ચહેરા પર ખીલ, ડાઘ, ફોલ્લીઓ, કરચલીઓ વગેરે સ્કિન ને લગતી સમસ્યા હોય તો બદામ તેલના બે ટીપા નાભી માં નાખી માલિશ કરવાથી સ્કિન ની દરેક સમસ્યા દૂર થાય છે અને ચહેરાની સુંદરતા વઘારી સ્કિન ને હેલ્ધી બનાવે છે.
લીમડાનું તેલ: ચામડીના રોગ માટ્ટે લીમડાનું તેલ સૌથી અસરકારક માનવામાં આવે છે. જો તમને ખંજવાળ, ધાધર, ખસ જેવી સમસ્યા હોય તો લીમડાના તેલ નો ઉપયોગ કરવાથી ચામડીના રોગો દૂર થાય છે.
એરંડિયાનું તેલ: હાડકા, ઘુંટણ અને સાંઘાના દુખાવા હોય તો એરંડિયાના તેલનો ઉપયોગ કરી શકાય છે. આ માટે એરંડિયાના તેલને સૌથી પહેલા ગરમ કરી લો, ત્યાર પછી તેનો ઉપયોગ કરવાનો છે. આ તેલનો ઉપયોગ નાભીમાં લગાવાથી શરીરના ગમે તેવા દુખાવા હોય તો તેને દૂર કરવામાં મદદ કરે છે.
જો તમે આ બધી બીમારીથી પીડિત છો તો આ તેલનો ઉપયોગ આ બીમારીમાં કરવાથી બીમારીમાં ઘણી રાહત મળે છે. નાભિમાં તેલની માલિશ કરવાથી નસો સુકાઈ ગઈ હોય તો તે નસોને પાછી સક્રિય કરીને તે અંગને યોગ્ય કાર્ય સીલ બનાવવામાં મદદ કરે છે.