રોજિંદી લાઈફ સ્ટાઈલમાં મોટાભાગના લોકો વ્યસ્ત હોય છે તેવામાં અનિયમિત ખાવાની કુટેવનાં કારણે ઘણા બધા રોગો શરીરમાં થતા હોય છે. આ બધા રોગોને દૂર કરવા માટે નાભીમાં આ તેલ અથવા ઘી ના ચારથી પાંચ ટીપા નાખી માલિશ કરો જેથી ઘણા રોગો દૂર થાય છે.
ઘણા લોકો નાભીમાં તેલ કે ઘી નાખવાથી થતા ફાયદાઓ વિષે જાણતા પણ હોય છે અને અમુક લોકો અજાણ પણ હોય છે. આ માટે આજે આ લેખમાં નાભીમાં તેલ કે ઘી ના ટીપા નાખીને માલિશ કરવાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું.
શરીરમાં મોટાભાગે અલગ અલગ બીમારી થતી હોય છે આ માટે કઈ બીમારીમાં કયું તેલ કે ઘી નો ઉપયોગ કરવો જોઈએ તેના વિષે આજે અમે તમને જણાવીશું. જો તમે નાભીમાં તેલ અને ઘી નો આ રીતે ઉપયોગ કરશો તો રોગ મૂળમાંથી દૂર થાય છે.
નાભીમાં આપણા શરીરની 72 હાજર નસો નું કેન્દ્ર કહેવામાં આવે છે. નાભીની પાછળ જે પીચોટી હોય તેમાં 72 હાજર નસો જોઈન્ટ હોય છે. આ માટે તમે કઈ બીમારીમાં કયું તેલ ઉપયોગ કરો તે સુકાઈ નસોમાં તેલ પહોંચે છે જેથી બીમારી ખુબ જ ઝડપથી દૂર થાય છે.
આંખો માટે: આંખો કમજોર થવી, આંખોના નંબર, ઓછું દેખાવુ જેવી આંખોને લગતી સમસ્યામાંથી કાયમી છુટકાળો મેળવવા માટે રોજે રાતે સુવાના પહેલા નાભીમાં ગાયના ઘી ના ચાર થી પાંચ ટીપા નાખી નાભી ની આજુબાજુ અને નાભી પર 5 મિનિટ માલિશ કરવાની છે.
સારી રીતે માલિશ કર્યા પછી ઉંધી જાઓ, સવારે ઉઠીને સારી રીતે સાફ કરી કરવાનું છે. આ રીતે નાભીમાં ઘી ના ટીપા નાખી માલિશ કરવાથી આંખોની કોઈ નસો સુકાઈ ગઈ હોય તે નસમાં જઈને તેને ફરીથી કાર્ય કરવા માટે ઉતેજીત કરે છે અને આંખોની કમજોરી અને આંખોના નંબરને કાયમી માટે દૂર કરે છે.
વાળ માટે: અત્યારના પ્રદુષિત વાતાવરણમાં મોટાભાગના લોકો વાળની સમસ્યાથી પીડાતા હોય છે તેવા લોકો વાળ ખરવા, નાની ઉંમરે માથાના કે દાઢીના વાળ સફેદ થવા જેવી સમસ્યા હોય છે, તે લોકો એ રાતે સુવાના પહેલા નાભીમાં નારિયેળના તેલના 4-5 ટીપા નાખીને તેની આજુ બાજુ અને તેના ઉપર માલિશ કરો અને આખી રાત માટે રહેવા દો. આ રીતે નારિયેળના તેલથી નાભીમાં માલિશ કરવાથી એક જ મહિનામાં નાની ઉંમરે માથા કે દાઢીમાં આવતા સફેદ વાળ કાળા અને વાળને ખરતા અટકી જશે.
ખીલ: યુવાવસ્થામાં ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ ની સમસ્યા રહેતી હોય છે તેવા લોકોએ નાભીમાં લીમડાના તેલ ના 5 ટીપા નાખીને માલિશ કરવાથી 3-4 દિવસમાં ચહેરા પરના બધા જ ખીલ દૂર થવા લાગશે. થોડા દિવસ આ ઉપાય કરવાથી થોડા જ દિવસમાં ચહેરા પરના બધા જ ખીલ ગાયબ થઈ જશે.
ચહેરા પર ગ્લો લાવે: ચહેરા પરની અંદરની સ્કિન વાઈટ હોય અને બહારની સ્કિન કાળી હોય છે તો કુદરતી રીતે ચહેરાની બહારની ડલ પડી ગયેલ સ્કિનને દૂર કરવા માટે નાભીમાં 5 ટીપા સરસવનું તેલ નાખીને માલિશ કરવાની છે જેથી તે તેલ સ્કિનની નસોમાં જાય છે જેના કારણે સ્કિનને કુદરતી રીતે સુંદર અને ચમકદાર બનાવામાં મદદ કરે છે. નાની ઉંમરે જ ચહેરા પરથી ઘરડા દેખાવા લાગો તો આ તેલને નાભીમાં લગાવાથી ઘરડા પણું દૂર કરી જવાન અને સુંદર બનાવે છે.
હાડકા માટે: આજના સમયમાં નાની ઉંમરે જ લોકોને હાડકાને લગતી સમસ્યા થતી હોય છે, જેના કારણે સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીંચણના દુખાવા થતા હોય છે, આ માટે હાડકા મજબુત રહેવા ખુબ જ જરૂરી છે, આ માટે હાડકાને મજબૂત બનાવવા નાભીમાં એરંડિયાનું તેલના 5 ટીપા નાખી પાંચ મિનિટ માલિશ કરવાથી શરીરના બધા જ હાડકા મજબૂત થશે અને સાંધા ના દુખાવાની બધી સમસ્યા દૂર થશે.
કમજોરી દૂર કરવા: શરીરમાં થતી શારીરિક કમજોરી, પુરુષોની શારીરિક નપુંશક્તા ને દૂર કરવા નાભીમાં ગાયના ઘી ના 5 ટીપા નાખીને માલિશ કરવાથી બધી જ કમજોરી દૂર થાય છે. પુરુષો માટે આ ખુબ જ અસરકારક માનવામાં આવે છે.
પેટના રોગ દૂર કરે: ભોજન પછી ગેસ, અપચો, એસીડીટી, કબજિયાત, પેટનો દુખાવો, પેટ ભૂલવું જેવી સમસ્યા થતી હોય તો રોજે રાતે સુવાના થોડા સમય પહેલા નારિયેળના તેલના 5 ટીપા પાડી માલિશ કરવાથી પેટના બધા રોગો દૂર થાય છે, અને પાચનક્રિયા મજબૂત થાય છે અને પેટને સાફ રાખે છે.
મહિલાઓ માટે: મહિલાઓમાં અવાર નવાર પિરિયડ્સ દરમિયાન થતા દુખાવા અથવા મહિલાઓમાં થતી અન્ય સમસ્યાને દૂર કરવા માટે નાભીમાં નારિયેળના તેલના 5 ટીપા નાખીને નાભીની આજુબાજુ અને નાભીમાં માલિશ કરો. આ રીતે કરવાથી મહિલાઓ ની બધી સમસ્યા થાય છે.
જો તમે નાભીમાં નિયમિત પણે નારિયેળના ટીપા પાડી માલિશ કરશો તો ઘણા નાના મોટા રોગોને દૂર કરી શકાય છે.