Nashpati Fruits na Fayda: શરીર ને સ્વસ્થ બનાવી રાખવા માટે પૌષ્ટિક આહાર લેવો ખુબ જ જરૂરી છે. આ માટે હેલ્થ નિષ્ણાત પણ વિવિધ શાકભાજી અને ફળો ખાવાની સલાહ આપતા હોય છે. કુદરતી રીતે એવા કેટલાક ફળો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે.

તેવું એક ફલ છે એટલેકે નાસપતી વિષે આજે અમે તમને જણાવીશું, નાસપતી ફળોમાં સૌથી પૌષ્ટિક અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ ફલ માનવામાં આવે છે. તેમાં ઘણા બધા ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્ય સંબધિત અનેક સમસ્યાને દૂર કરવામાં માટે વર્ષોથી ઉપયોગ કરવામાં આવે છે.

નાસપતીમાં ફાયબર, વિટામિન-સી, કેલ્શિયમ, આયર્ન, વિટામિન-કે, પોટેશિયમ, વિટામિન-બી, ભરપૂર માત્રામાં મળી આવે છે જે શરીર માટે ખુબ જ આવશ્યક માનવામાં આવે છે. આ ફળને કાપીને તરત જ ખાઈ લેવું જોઈએ વધારે સમય સુધી રહેવા દેવાથી તેમાં રહેલા પોષક તત્વો નાશ પામે છે.

આ એક મોસમી ફળ છે જે ઉનાળામાં અને ચોમાસામાં ની ઋતુમાં વધુ જોવા મળે છે, નાસપતી ફળ ખાવામાં મીઠું અને રસદાર હોય છે. આ ફળને છાલ સાથે જ ખાવું જોઈએ. તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જે પેટ માટે ખુબ જ ફાયદાકા છે, તો ચાલો નાસપતિ ફળ ખાવાના ફાયદા (Nashpati Fruits na Fayda) વિષે જાણીએ.

આ ફળનું નિયમિત પણે ખાવાથી વાત્ત, પિત્ત અને કફ થી ઉત્પન્ન તઃયેલ રોગોનો ને દૂર કરી આ ત્રણ ત્રિદોષને સમ કરે છે. આ ફળ ને ખુબ જ શક્તિ શાળી ફળ માનવામાં આવે છે માટે તેને ખાવાથી સ્મરણ શક્તિ માં વધારો થાય છે અને યાદશક્તિને વધારે છે.

મગજની કાર્યક્ષમતા વધારવામાં માટે નું કાર્ય કરે છે. તે શરીરમાં લોહીના પરિવહનમાં આવતા અવરોધ ને દૂર કરે છે જેથી શરીરના દરેક અંગોને લોહી મળવાથી દરેક અંગો સ્વસ્થ અને હેલ્ધી રહે છે. હૃદયની કાર્ય ક્ષમતા વધારવા અને સ્વસ્થ બનાવી રાખવા માટે આ ફળ ખાવું ખુબ જ લાભદાયક છે.

ડાયજેશન બરાબર ના થવાના કારણે કબજિયાત રહે તો નાસપતી ખાવાથી ડાયજેશન માં સુધારો થાય છે કબજિયાતની તકલીફમાં રાહત મળે છે. માટે નિયમિત સેવન કરીને કબજિયાતને દૂર કરી શકાય છે. આ ફળ ખાવાથી આંતરડાને અને પેટને એકદમ સાફ રાખે છે.

પથરીનો દુખાવો થતો હોય અને પથરીને ભૂકો કરીને બહાર નીકાળવા માટે નાસપતિના ફળનું જ્યુસ બનાવીને રોજે એક ગ્લાસ પીવું જોઈએ. 15 દિવસ આ ફળનું જ્યુસ બનાવી ને પીવાથી પથરીનો ભૂકો થઈ પેશાબ વાટે બહાર નીકળી જશે.

ત્વચા ને હેલ્ધી બનાવી રાખવા માટે નાસપતિ ખુબ જ ફાયદાકારક છે. નાસપતિ ના જ્યુસ નું સેવન કરવાથી અથવા તેનો ગર્ભ ચહેરા પર લગાવાથી ચહેરા પરની કરચલીઓ દૂર થાય છે અને ચહેરા પર નીખાર લાવવામાં મદદ કરે છે. તે વધતી ઉંમરે જવાની જેવી ચમક આપવામાં મદદ કરે છે.

તેમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન મળી આવે છે. જે હિમોગ્લોબીન ને વધારવામાં મદદ કરે છે અને એનિમિયાથી પીડાતા લોહોને રાહત આપે છે. જેમને લોહીની કંઈ હોય લોહી શુદ્ધ બનાવવું હોય તો તેનો જ્યુસ બનાવી પીવાથી ફાયદો થાય છે.

તેમાં વિટામિન-સી પણ મળી આવે છે રોગપ્રતિકારક શક્તિ વધારીને અનેક રોગોથી બચાવી રાખે છે. આ ફળમાં મળી આવતું કેલ્શિયમ હાડકા માટે અતિ આવશ્યક માનવામાં આવે છે. જે હાડકાને સંબધિત અનેક સમસ્યાથી બચાવી હાડકાને મજબૂત બનાવી રાખે છે. ગર્ભવતી મહિલાઓ માટે આ ફળનું સેવન ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *