શરીરને મજબૂત બનાવવાની સાથે મગજને પણ મજબૂત બનાવવું ખુબ જ જરૂરી છે. આ માટે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ અને કેટલાક ફળો વિષે જણાવીશું જેનું નિયમિત સેવન કરવાથી મગજને સ્વસ્થ, તેજ અને મજબૂત બનાવવામાં મદદ કરશે.
વધારે પડતા ટેન્શન, તણાવ, ચિંતા હોવાના કારણે વ્યક્તિનું મગજ યોગ્ય રીતે કામ કરતુ નથી જેના કારણે મગજની કાર્ય ક્ષમતા ધીમી થાય છે અને મગજને લગતી અનેક પ્રકારની બીમારીનો સામનો કરવો પડતો હોય છે.
મગજને હેલ્ધી અને સ્વસ્થ રાખવું જોઈએ, ઘણા બાળકોને લોકો ને વાંચેલું યાદ રહેતું નથી કે પછી કોઈ પણ વસ્તુ ભૂલી જવાની ટેવ હોય છે, જે આજના સમયમાં ઘણા બાળકોમાં જોવા મળે છે, આ માટે આ વસ્તુનું નિયમિત સેવન કરવાથી યાદશક્તિમાં વધારો થશે અને મગજ તેજસ્વી અને મજબૂત બનશે.
બદામ: બદામ મગજ માટે ખુબ જ સારું માનવામાં આવે છે. તેમાં મસ્તિષ્કને પોષણ પૂરું પાડે તેવા અમૂલ્ય પોષક તત્વો મળી આવે છે. બદામમાં યાદશક્તિને પાછી જાગૃત કરવાના ગુણ મળી આવે છે. આ માટે દરરોજ 5-7 બદામ ખાવી જોઈએ. બદામને જયારે ખાઓ ત્યારે તેને 7-8 કલાક પલાળી રાખીને તેની ઉપરની છાલ નીકાળીને જ ખાવી જ જોઈએ.
જેથી તેમાં રહેલ પોષક તત્વો શરીરને સારા પ્રમાણમાં મળી રહેશે. બાળકો ની કમજોર પડી ગયેલ યાદશક્તિને મજબૂત બનાવવા માટે બદામ ખવડાવવા જોઈએ. બદામ નાના મોટા દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક છે. બદામ ખાવાથી નાની મોટી થતી ત્વચા અને વાળને લગતી બધી જ તકલીફ દૂર થાય છે.
અખરોટ: અખરોટ મસ્તિષ્ક આકારમાં હોય છે માટે તે મસ્તિષ્ક ના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. મગજની યાદશક્તિ અને સ્મરણ શક્તિને વધારવાનું કામ અખરોટ કરે છે. આ માટે રાતે એક કે બે અખરોટને પલાળીને સવારે ખાવી જોઈએ. જે મગજની કાર્ય ક્ષમતા વધારે છે અને મગજને જરૂરી ઓક્સિજન અને લોહી ને પહોંચાડે છે જે યાદશક્તિમાં વધારો કરે છે.
દ્રાક્ષ: જેમને વધારે પધારે પડતું કામ કરવું પડતું હોય અને માનસિક રીતે અસ્વસ્થ હોય તો દ્રાક્ષ નું સેવન કરવું જોઈએ. માનસિક રીતે પીડાતા હોય તેવા લોકોને મગજની કાર્ય પ્રણાલી ધીમી પડી જતી હોય છે એવા લોકો એ તાજી દ્રાક્ષ નો જ્યુસ બનાવીને પીવાથી ફાયદો થાય છે. તે વધારે પડતા કામના કારણે મગજ પર પડતા જોરના કારણે કમજોર પડે તો એ કમજોરી દૂર કરવામાં ફાયદો આપે છે.
મોસંબી: આમાં ખુબ જ સારી માત્રામાં ફોસ્ફરસ મળી આવે છે જે મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો જ્યુસ બનાવીને પીવાથી મગજ ની ધીમી પડી ગયેલ કાર્ય પ્રણાલી પાછી જાગ્રત થાય છે. જેના કારણે ભૂલવાની બીમારી પણ દૂર થાય છે. આ ઉપરાંત તમે સફરજન પણ ખાઈ શકો છે જો તમે રોજે એક સફરજન ખાશો તો શરીર નિરોગી રહેશે અને મગજની યાદશક્તિ વધશે. સફરજન મગજ ઉપરાંત હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખુબ ફાયદાકારક છે.