આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજની 21મી સદીમાં દરેક લોકોનું સપનું હોય છે કે તે બોલીવુડ ફિલ્મ સ્ટાર ના જેમ સુંદર અને જવાન દેખાવાની દરેકની ઈચ્છા હોય છે. પરંતુ અત્યારે હાલના પ્રદુષણ વાળા વાતાવરણ ના કારણે ઘણા લોકો પરેશાન થઈ ગયા છે.

દરેકને અંદરથી એવો વિચાર તો આવે જ છે કે હું પણ સુંદર દેખાઉં. ઘણા લોકો બજારમાં મલતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. ઘણા લોકો બ્યુટી ટ્રીટમેન્ટ માટે ડોક્ટર જોડે પણ જાય છે. પરંતુ ડોક્ટર જે દવા ને ફેશવોસ આપે છે.

તે બ્યુટી પ્રોડક્ટ દરેક લોકો નથી લઈ શકતા. કારણ કે તે ખુબ જ મોંઘી દાટ પ્રોડક્ટ હોય છે. અને બજાર માંથી મળતી પ્રોડક્ટ નો ઉપયોગ કરવાથી કદાચ તમને તેનાથી એલર્જી પણ થઈ શકે છે.

કારણકે તેમાં કેમિકલ ના રસાયણો આવેલ હોય છે જે સ્કિન ને લોન્ગ ટાઈમે નુકસાન કરી શકે છે. માટે અમે તમારા માટે આ લેખમાં એક સરસ મજાની નવરાત્રી સ્પેશિયલ ધરેલું ટિપ્સ લાવ્યા છીએ જેનો ઉપયોગ કરવાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટ થશે નહિ.

સ્પેશિયલ ધરેલું ટિપ્સ : સૌ પ્રથમ ચહેરાને ચોખા પાણીથી ઘોઈ લો. ત્યારબાદ લૂછી લો. ત્યારપછી એક વાટકીમાં દૂધ લો અને રૂ ને દૂધમાં ડબોળીને ચહેરા પર લગાવી દો. જેથી ચહેરા પર ચોંટી ગયેલ ધુળ અને રજકણો સાફ થઈ જશે.

આટલું કર્યા પછી એક વાટકીમાં મુલ્તાની માટી 1 ચમચી લો, ચણાનો લોટ 1 ચમચી, ચંદન પાવડર 1 ચમચી, તેમાં 3-4 ટીપાં ગુલાબ જળ લો, આ બધાને મિક્સ કરીને જરૂરિયાત પ્રમાણે પાણી નાખવું. ત્યારબાદ બધાને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ બનાવો.

આ પેસ્ટને તમે ચહેરા પર લગાવી દો. તેને 15-20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ લેવું. આ ઉપાય તમે અઠવાડિયામાં 2 વાર કરો, જેથી તમારી ત્વચા તારા જેવી તેજસ્વી થઇ જશે.

અમે જણાવેલ ઉપાય તમને ચોક્કસ તમારા ચહેરા પર ચમક લાવી દેશે. તમે થોડા અઠવાડિયા સુધી આ ઉપાય કરશો, તો ચોક્કસ તમને ફાયદો થશે. જો તમારા ચહેરા પર કોઈ પણ એલર્જી હોય તો તમે સૌથી પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લઇ શકો છો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *