બધા વૃક્ષઓમાં લીમડો એક એવું વૃક્ષ છે જેના પાન, ફળ અને લાકડાનો ઉપયોગ આપણા સ્વાસ્થ્ય માટે કરી શકીએ છીએ એટલા માટે લીમડો પ્રાચીન સમયથી આપણા માટે પ્રાકૃતિનું વરદાન છે. લીમડો સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને બંને રીતે ઉપયોગી છે. અત્યારે બજારમાં આવતી ઘણી બ્યુટી પ્રોડક્ટમાં લીમડાનો મુખ્ય વસ્તુ તરીકે ઉપયોગ થાય છે.

લીમડાના પાન કડવા હોય છે આ સાથે તેનું ફળ લીંબોળી પણ કડવી હોય છે પરંતુ આ કડવાશ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લીંબોળીના તેલને આયુર્વેદમાં ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લીંબોળીના તેલનો ઉપયોગ કરવાથી શરીરના ઘણા રોગો અને પરેશાનીઓમાં આરામ મળે છે. તો ચાલો જાણીએ લીંબોળીના તેલના વિવિધ ફાયદાઓ વિષે.

બે મોઢાવાળા વાળ: વાળની સમસ્યા ઘણી બધી હોય છે પરંતુ જો વાળ બે મોઢાવાળા થવા લાગ્યા હોય અથવા તો વાળ બે મોઢાવાળા ઉગે છે તો લીંબોળીનું તેલ લગાવો. અઠવાડિયામાં 3 વખત અને જો ટાઈમ હોય તો દરરોજ 20 થી 25 મિનિટ આ તેલની માલીસ માથામાં કરો. થોડાજ દિવસમાં ફાયદો જણાશે.

વાળમાંથી જૂ કાઢવા: વાળની સારી રીતે સફાઈ ન કરતા કે વાળમાં થયેલા કચરાને કારણે ઘણી વાર વાળમાં જૂ પડવા લાગે છે. માથામાં જૂ પડવાથી માથામાં ખંજવાળ આવે છે. આ વાળમાં જૂને દૂર કરવા કોઈ કેમિક્લ્સ વાળા શેમ્પૂનો ઉપયોગ ના કરવો હોય તો લીંબોળીનુ તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે આખી રાત વાળમાં લીંબોળીનું તેલ નાખી રાખો અને સવારે વાળ ધોઈ લો.

ડેન્ડ્રફ દૂર થાય: ડેન્ડ્રફની સમસ્યા માટે લીંબોળીનું તેલ એકદમ અસરકારક સાબિત થાય છે. ડેન્ડ્રફની સમસ્યામાં બજારુ કેમિકલયુક્ત એન્ટી-ડેન્ડ્રફ શેમ્પૂનો ઉપયોગ કરવાને બદલે ઘરે જ બનાવેલું લીંબોળીના તેલનો ઉપયોગ કરો. આ તેલને માથામાં લગાવો ત્યારબાદ થોડા સમય પછી પાણીથી માથું ધોઈ લો. ત્યારબાદ તમારા માથાના વાળમાં નારિયેળનું તેલ લગાવો.

ખંજવાળ દૂર કરે: ચામડીની સમસ્યા રહેતી હોય તો લીંબોળીના તેલનો ઉપયોગ કરી શકો છો. લીમડાના તેલમાં કડવાશ સાથે એન્ટી બેક્ટેરિયલ ગુણો રહેલા હોય છે જે ડાઘા મટડાવામાં, ઘાના ડાઘ દૂર કરવામ અને ખંજવાળમાં રાહત આપે છે.

ચહેરાની કાળાશ અને કરચલી દૂર કરે: લીંબોળીનું તેલ કાળાશ, કરચલી દૂર કરી ચહેરાની ચમક લાવે છે. આ માટે લીંબોળી ના બીજને સરકા સાથે વાટી લો અને ડબલ માત્રામાં લીંબુની છાલ કે સંતરાની છાલનો પાવડર ઉમેરી દો. ત્યારબાદ તેની ચહેરા પર માલીશ કરવી. આ ઉપાય કરવાથી તમારા ચહેરાની ચમક આવી જશે અને ચહેરાની કાળાશ દૂર થઇ જશે.

ત્વચા માટે: વિટામીન ઈ અને ફેટી એસીડ આપણી ત્વચા માટે ખુબ જ સારું માનવામાં આવે છે જે લીંબોળીના ના તેલમાં સારી માત્રામાં જોવા મળે છે.  આથી સવારે સ્નાન કર્યા પછી એકભાગ લીંબોળી નું તેલ અને બે ભાગનું નારિયેળ તેલ મિક્સ કરીને શરીર પર માલીશ કરવાથી સ્કીન નરમ અને મુલાયમ રહે છે.

સ્કીનને થતું નુકસાન અટકાવે: ઉનાળાની શરૂઆત થઇ ગઈ છે અને ગરમી લાગવાની શરૂઆત થઇ ગઈ છે જેની સીધી અસર આપણી સ્કીન પર થાય છે.  વધુ પડતા તડકામાં રહેવાથી સ્કીનને ઘણું નુકસાન થાય છે અને ચામડીમાં કોલાજનનું ઉત્પાદન પણ ખોરવાય છે જેના કારણે ચહેરા પર ડાધ-ધબ્બા અને કરચલીઓ દેખાવવા લાગે છે.

આથી ઉનાળામાં બહાર જતી વખતે કેમિકલયુક્ત સનસ્ક્રીનનો ઉપયોગ કરતા હોવ તો તે બંધ કરી લીંબોળીનું તેલ લગાવો. કારણકે સ્કીનની નીચે રહેલા કોલાજન લેયર રિપેર કરવામાં લીંબોળીના તેલમાં રહેલા ફેટી એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ્સ મદદ કરે છે.

ખીલ ની સમસ્યા થી છુટકારો: લિબોળીના તેલમાં એન્ટી ઈમ્ફ્લામેન્ટ્રી અને એનાલ્જેસિક એજન્ટ હોય છે જે ચહેરા પરના ખીલ ને રોકવામાં મદદ કરે છે. લીંબોળીમાં રહેલા એન્ટી બેકટેરીયલ ગુણ ચહેરા પર ખીલ પેદા કરવા વાળા બેક્ટેરિયાનો નાશ કરે છે જેથી ચહેરા પર નવા ખીલ થતા અટકાવી શકાય છે.

જખમ/ઘાવમાં રાહત: આગમાં બળી જવાથી કે કોઈ આકસ્મિત કારણથી ત્વચા થયેલ જખમ પર લીંબોળીના તેલનું પોતું કે તેનો મલમ બનાવી વાપરવાથી રાહત મળે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *