મિત્રો આયુર્વેદમાં અઢળક વૃક્ષોનો ઉલ્લેખ છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે અને આ વૃક્ષોના મૂળ, ફળ, છાલ અને પાંદડાનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. આયુર્વેદમાં પણ લીમડાના વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આયુર્વેદમાં આ વૃક્ષ સર્વરોગ નિવારિણી તરીકે ઓળખાય છે. જેનો અર્થ છે કે આ વૃક્ષ તમામ પ્રકારના રોગોને દૂર કરે છે.
આજના સમયમાં બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ બનાવવા માટે લીમડાનો જુદી જુદી ઉપયોગ કરવામાં આવે છે. લીમડામાં ભરપૂર માત્રામાં એન્ટિબાયોટિક તત્વો હોય છે અને આ તત્વો રોગોને મટાડવામાં અસરકારક છે. દરરોજ લીમડાનું સેવન કરવાથી ઈન્ફેક્શન ઘા અને ફંગલ ઈન્ફેક્શન સામે પણ રક્ષણ મળે છે. એટલા માટે દરેક લોકોએ રોજે લીમડાના પાન ખાવા જોઈએ અથવા તેનું પાણી પીવું જોઈએ.
લીમડા ના ફાયદા: રક્તપાત દુર કરે છે: તમને જણાવીએ કે જ્યારે શરીરમાં લોહી શુદ્ધ ન હોય ત્યારે ત્વચા પર ખીલ થાય છે. જો તમને પણ ઘણા બધા ખીલની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો સમજી લો કે તમારું લોહી અશુદ્ધ છે અને લોહીને શુદ્ધ કરવા માટે લીમડાનું પાણી લો. લીમડાનું પાણી પીવાથી લોહી સંપૂર્ણ રીતે શુદ્ધ થવા લાગે છે.
લીમડાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા લીમડાના પાનને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. જ્યારે પાણીનો રંગ લીલો થઈ જાય ત્યારે પરથી નીચે ઉતારી આ પાણીને ઠંડુ કરો. ત્યારબાદ તેને ગાળીને રોજ સવારે આ પાણી પીવો. જો તમે ઈચ્છો તો આ પાણી સાથે મધ પણ ખાઈ શકો છો. આ પાણી પીવાથી લોહી શુદ્ધ થશે અને હોર્મોન્સનું સ્તર પણ ઠીક થઈ જશે.
પીડામાંથી રાહત આપે છે : મિત્રો કડવો લીમડો એક દર્દ નિવારક પણ છે અને તેના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. જો તમને સાંધા કે સ્નાયુઓમાં દુખાવો થતો હોય તો કડવા લીમડાના તેલથી માલિશ કરો.
કડવા લીમડાના તેલથી માલિશ કરવાથી બધા જ દુખાવા દૂર થઈ જશે. તમને જે જગ્યા પર દુખે છે ત્યાં થોડું લીમડાનું તેલ લગાવો અને આ તેલથી પાંચ મિનિટ સુધી માલિશ કરો. ત્યાર બાદ કપડું બાંધી લો. તમને દુખાવામાં તરત રાહત મળશે.
ડાયાબિટીસ દૂર રહે : ડાયાબિટીસના દર્દીઓ માટે કડવો લીમડો રામબાણ સાબિત થઇ શકે છે. લીમડાનું પાણી પીવાથી આ રોગમાં રાહત થાય છે અને લોહીમાં હાજર સુગરનું સ્તર યોગ્ય બને છે. ડાયાબિટીસના દર્દીઓએ સવારે ખાલી પેટે અડધો ગ્લાસ કડવા લીમડાનું પાણી પીવું જોઈએ. આ પાણીને અઠવાડિયામાં 2 થી 3 વાર પીવું જોઈએ.
લીમડો ચહેરા પર ચમક લાવે છે : રોજે લીમડાના પાણીથી ચહેરો ધોવાથી ચહેરા પર કુદરતી ચમક આવે છે. આ સિવાય ચહેરાની સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાનો ફેસ પેક લગાવવો શ્રેષ્ઠ માનવામાં આવે છે. લીમડાનો ફેસ પેક લગાવવાથી ચહેરાની ત્વચા યંગ રહે છે જેનાથી તમે મોટી ઉંમરે પણ યુવાન દેખાઈ શકો છો.
આ ફેસ પેક તૈયાર કરવા માટે લીમડાના પાનને સારી રીતે પીસીને તેમાં થોડું મધ ઉમેરી આ ફેસ પેકને ચહેરા પર લગાવી પાણીથી ધોઈ લો.
મિત્રો લીમડાનું પાણી વધુ ન પીવું. વધુ પાણી પીવાથી તમને નુકશાન થઇ શકે છે. અહીંયા જણાવેલ ઉપાયો ઘરગથ્થું અને આયુર્વેદિક છે જે તમને લાંબાગાળે અસર કરી શકે છે. આ ઉપાયો કરતા પેહલા તેની ખાતરી કરીલો.