શું તમે સ્કિન ને લગતી અનેક પ્રકારની સમસ્યાથી પીડાઈ રહ્યા છો? સ્કિન પર ખીલ, ફોલ્લીઓ, કરચલીઓ જેવી અનેક પ્રકરની સમસ્યા હોય તો તે સમસ્યાને કાયમી દૂર કરવા માટે રોજે સવારે અને રાતે સુવાના પહેલા લીમડાના પાણીથી મોં ઘોઈ લો.
લીમડો શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. લીમડો છાંયડો તો આપે છે પરંતુ એ અનેક પ્રકારની બીમારીઓ ને દૂર કરવા માટે આયુર્વેદમાં સૌથી શ્રેષ્ટ માનવામાં આવે છે. તેની છાલ, તેના મૂળ અને તેના પાન પણ આયુર્વેદિક દવાઓ બનાવવા માટે ઉપયોગ થતો આવ્યો છે.
આ માટે સ્કિન ને લગતી અનેક પ્રકારની તકલીફ થવાના કારણે અનેક પ્રકારની દવાઓ અને ક્રીમ નો ઉપયોગ કરતા હોઈએ છીએ તેમ છતાં પણ સ્કિન પર થયેલ ડાઘ, ખીલ, અને ફોલ્લીઓ દૂર થતી નથી તો આ ઉપાય તમારા માટે ખુબ જ અસરકારક સાબિત થશે.
આ માટે આજે અમે તમને લીમડાના પાણીથી મોં ધોવા થી થતા ફાયદાઓ વિષે જણાવીશું, લીમડાના પાણી વડે ચહેરો ધોવામાં આવે તો રાતો રાત સ્કિન ને લગતી દરેક પ્રકારની તકલીફ દૂર થઈ જશે.
લીમડાના પાણી વડે મોં ધોવાના ફાયદા:
સ્કિન ની એલર્જી દૂર થાય: સ્કિન એલર્જી થવાના કારણે ચહેરા પર અસહ્ય ખીલ અને ફોલ્લીઓ જોવા મળતી હોય છે. આ માટે સ્કિન ની આ એલર્જીને દૂર કરવા માટે લીમડાના પાણીનો પ્રયોગ કરી શકો છો, જેમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે.
જે સ્કિન પર થયેલ ખીલ અને ફુલ્લીઓના અંદરના બેક્ટેરિયાનો નાશ કરે છે અને ધીરે ધીરે સ્કિન પર ખીલ અને ફોલ્લીઓ ને દૂર કરે છે જેથી સ્કિન ધીરે ધીરે સાફ અને સ્કિન થવા લાગે છે અને સ્કિન મુલાયમ અને ટાઈટ રહે છે. જેથી થોડા જ દિવસમાં ચહેરા પર નેચરલી ચમક આવશે.
સ્કિન ને ક્લીન કરે: આજના સમયમાં વધુ પડતા પ્રદુષણ અને ધૂળ માટીના રજકણોને ચહેરા પર ચોંટી જતા હોય છે જેના કારણે સ્કિન ના છિદ્રો બંધ થઈ જાય છે જેના કારણે ચહેરો ડ્રાય રહે છે, આ માટે આ ડ્રાય નેસ ને દૂર કરી ચહેરા પર ચોંટેલા રજકણો અને કીટાણુઓનો નાશ કરવા માટે રોજે સવારે અને રાતે સુવાના પહેલા લીમડાના પાણીથી મોં ધોઈ લેવું જોઈએ.
જે ચહેરા પરની બધી જ ગંદકીને દૂર કરી સ્કિન પર આવેલ કાળાશને દૂર કરી સ્કિન ને નિખાર લાવવામાં મદદ કરે છે. જો તમને ચહેરા પર ઓઈલી સ્કિન રહેતી હોય છે અને તેના કારણે ચહેરા પર ખીલ અને ફોલ્લીઓ જેવી સમસ્યા થાય છે તો લીમડાના પાણીથી મોં ધોવાનું શરુ કરી દો.
સ્કિન પરની ઓઈલી ત્વચાને પણ દૂર કરશે અને સ્લિન ને મુલાયમ અને ટાઈટ બનાવશે. લીમડાના પાણીમાં એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી સેપ્ટિક ગુણ મળી આવે છે જે સ્કિન ને લગતી અનેક પ્રકારની તકલીફથી રાતો રાત છુટકાળો અપાવશે અને સ્કિન ને હેલ્ધી, મુલાયમ અને સુંદર બનાવશે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે, તેને અપનાવતા પહેલા, કૃપા કરીને ડોક્ટર અથવા નિષ્ણાતની સલાહ જરૂર લો.