આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજનું જીવન પહેલા કરતા ખુબજ ઝડપથી બદલાઈ રહ્યું છે જેની સીધી અસર ખાણીપીણી પર વધુ થઈ રહી છે. આજે નાના બાળકોથી લઈને મોટી ઉંમરના દરેક લોકોનો આહાર બદલી રહ્યો છે જેના કારણે કબજીયાતની ફરિયાદ પણ સતત વધી રહી છે.

જે લોકોને કબજિયાતની તકલીફ હોય છે તેમને ખબર જ હશે કે કબજીયાત થયા પછી તે ઝડપથી મટવાનું નામ નથી લેતી. તેથી શક્ય હોય ત્યાં સુધી કબજિયાત થાય જ નહીં તેવા પ્રયત્ન કરવા જોઈએ.

જ્યારે શરીરમાં પ્રવાહીની ઉણપ હોય ત્યારે કબજિયાત થાય છે અને આ સમસ્યામાં સવારે પેટ બરાબર સાફ થતું નથી. કબજિયાત હોય તો સવારે નિયમિત પેટ સાફ થતું નથી અથવા મળત્યાગ માટે ખુબજ વધુ જોર કરવું પડે છે.

પેટ બરાબર સાફ ન થવાને કારણે પેટમાં દુખાવો પણ રહે છે કારણ કે શરીરમાંથી મળ સંપૂર્ણપણે બહાર આવ્યો હોતો નથી હોતો. આવી સ્થિતિમાં જો કબજીયાત નો ઉકેલ સમયસર કરવામાં ન આવે તો તે ભયંકર રોગ બની શકે છે. તમને જણાવીએ કે કબજિયાત શરીરમાં થતા મોટાભાગના રોગોનું કારણ છે.

તેથી આજે અમે તમને કબજીયાત મટાડવા નો એક જબરદસ્ત ઇલાજ જણાવીશું. જો તમે આ ઘરેલુ ઉપાય કરી લેશો તો તમને જ નહીં તમારા ઘરમાં કોઈપણ વ્યક્તિને કબજિયાતની તકલીફ થશે નહીં.

કબજીયાતથી કાયમી છુટકાળો મેળવવા માટે તમારે લોટમાં એક વસ્તુ ઉમેરી દેવાની છે. જે તમારા શરીરમાંથી કબજીયાત, અપચો અને ગેસને હંમેશ માટે દૂર કરી દેશે. આ કામ કરવા માટે તમારે ઓટ્સ લાવવાની જરૂર પડશે.

સૌ પ્રથમ તમારે ઓટ્સને પીસી લેવા અને પછી તેને લોટમાં મિક્સ કરી દેવા. હવે દરરોજ આ લોટમાંથી રોટલી બનાવવાનું રાખો. આ રોટલીનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે. આ સાથે જ આહારમાંથી જંકફૂડ, ઠંડુ ખાવાનું અને ઠંડા પીણા ને દૂર કરો.

તમને જણાવીએ કે ઓટ્સ પૌષ્ટિક તત્વોથી ભરપુર હોય છે. તેમાં ઝીંક, મેગ્નેશિયમ, આયરન, વિટામિન બી, ફાઈબર સારી માત્રામાં હોય છે. સુગરના દર્દીઓ માટે તેનું સેવન કરવું પણ ફાયદાકારક છે. તેનાથી વજન પણ ખુબજ ઝડપથી ઘટે છે. અને કબજીયાત તો તરત જ મટી જાય છે. ઓટ્સ તમને કોઈપણ જગ્યાએથી સરળતાથી મળી રહે છે.

જો તમે શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે આખા દિવસમાં થોડો પણ સમય ફાળવી શકતા નથી તો આ ઉપાય જરૂરથી કરી લેવો. તેના માટે તમારે વધારાનો સમય પણ ફાળવવો નહીં પડે અને શરીરની કબજિયાત સહિતની નાની મોટી સમસ્યાઓ દૂર થઈ જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *