આજના સમયમાં સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર અને સારી જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે. પરંતુ જ્યારે પોષણની વાત આવે છે, ત્યારે ઘણી મહિલાઓ તેને ડાયટ સમજીને કન્ફ્યુજ થઇ જાય છે. ભારતમાં આજના સમયે મહિલાઓમાં વિટામિનની ઉણપ ખૂબ જ વધુ જોવા મળે .

આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં ઘણી આગળ વધી ગઈ છે, પરંતુ વ્યવસાયિક રીતે આટલું બધું હાંસલ કરવા છતાં, મોટાભાગની મહિલાઓ તેમના સ્વાસ્થ્યની અવગણના કરે છે. અને જો સ્ત્રીઓ 30 વર્ષની આસપાસ હોય ત્યારે તે ભારે તણાવમાં અનુભવે છે, ઊંઘ અને સુસ્તી અનુભવતી હોયછે તેથી તેમણે તેમના આહાર પર ધ્યાન આપવું જોઈએ.

મોટાભાગની મહિલાઓમાં 30 વર્ષની ઉંમર પછી શરીરમાં કેલ્શિયમની ઉણપ જોવા મળે છે. જો તમે પણ આવી મહિલાઓમાંથી છો, તો તમારી જીવનશૈલીને સુધારવામાં તમારી મદદ કરવા માટે, અહીં તમને કેટલીક ટિપ્સ વિષે જણાવીશું જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે સાથે સાથે તમને એનર્જીથી ભરપૂર રહેવામાં પણ મદદ કરશે.

આયર્નથી ભરપૂર ખોરાક ખાઓ: આપણા ભારતમાં લાખો મહિલાઓ એનિમિયાથી પીડાય છે. એનિમિયા એ એવી સ્થિતિ છે જેમાં તમારા લોહીમાં પૂરતા પ્રમાણમાં લાલ રક્તકણોનો અભાવ હોય છે. અને એનિમિયાનું મુખ્ય કારણ આયર્નથી ભરપૂર ખોરાકનું સેવન ઓછું કરવું છે. તમારા શરીરમાં આયર્નનું સ્તર વધારવા માટે કઠોળ, વટાણા, લીલા શાકભાજી અને કિસમિસનો સમાવેશ કરો.

આહારમાં વિટામિન ડી અને કેલ્શિયમનો સમાવેશ કરો: 30 વર્ષની ઉંમર પછી મહિલાઓના શરીરમાં કેલ્શિયમની માત્રા ઓછી થવા લાગે છે , જેની હાડકાંના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેથી, તમારા હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે, તમારે તમારા આહારમાં કેલ્શિયમ અને વિટામિન ડીથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. તમારા આહારમાં દૂધ, ચીઝ, ખજૂર અને અંજીર જેવા કેલ્શિયમયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

હાઇડ્રેશન જરૂરી છે: દરેક લોકોએ નિયમિત સમયાંતરે પાણી પીવું જરૂરી છે. પરંતુ સ્ત્રીઓ પાસે ઘણું કામ અને જવાબદારીઓ હોય છે, તેથી તેઓ પોતાને હાઇડ્રેટ કરવાનું ભૂલી જાય છે, જેના કારણે ડીહાઇડ્રેશનની સમસ્યા થાય છે. તેથી, મહિલાઓએ ઓછામાં ઓછું 4 થી 5 લિટર પાણી પીવું જોઈએ .

તે તમારી ત્વચા, ચયાપચય અને વજન ઘટાડવામાં મદદ કરે છે. તમારા દિવસની શરૂઆત હૂંફાળા ગરમ પાણીથી કરો કારણકે ગરમ પાણી તમારા ચયાપચય માટે એક ચમત્કાર જેવું કામ કરે છે.

જુદા જુદા કલરીંગ શાકભાજી અને ફળો ખાઓ: ફળો અને શાકભાજી એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે આથી તમારા આહારમાં તમામ પ્રકારના ફળો અને શાકભાજીનો સમાવેશ કરો. જુદા જુદા રંગીન ફળો અને શાકભાજી દ્વારા, તમે વિવિધ પ્રકારના એન્ટીઑકિસડન્ટો મેળવી શકો છો.

આહારમાંથી આ ખોરાકને દૂર કરશો નહીં: કોઈ પણ ડાયેટિંગ ટિપ્સ લેવી એ ઠીક છે, પરંતુ તમારા આહારમાં કોઈ મોટો ફેરફાર કરવાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. તેથી, તમારા આહારમાંથી મુખ્ય ખોરાકને દૂર કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ લેવી હંમેશા જરૂરી છે.

અહીંયા જણાવેલ મુદ્દાઓ સામાન્ય માહિતી છે. જો તમે કોઈ પ્રકારની બીમારીથી પીડિત છો, તો પહેલા નિષ્ણાત અથવા ડોક્ટરની સલાહ જરૂર લો. જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *