યુવાની ગયા પછી વૃદ્ધાવસ્થાની વાત કરવામાં આવે તો હંમેશા એવું કહેવામાં આવતું હોય છે કે ઉંમરની સાથે તમારા શરીરમાં નાની મોટી ઘણી બધી પ્રકારની બીમારીઓ થવા લાગે જેવી કે હાડકા નબળા પડવા. જયારે સ્ત્રીઓ મેનોપોઝની નજીક આવતા આવતા ગંભીર સમસ્યાઓ થવા લાગે છે.
ભલે તમે તમારી જીવનશૈલીનું ગમે તેટલું ધ્યાન રાખો પણ જેમ જેમ તમારી ઉંમર વધતી જાય છે તેમ તમારા શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ સામે આવતી જાય છે. પરંતુ અહીંયા જણાવેલી બાબતોનું જો તમે સારી આદતોનું પાલન કર્યું હશે તો તમે 45 વર્ષની ઉંમર પછી પણ તમને થોડી રાહત મળશે કારણ કે તમે તમારી આસપાસના લોકો કરતા તમે ઓછા બીમાર પડશો.
ઉમર વધવાની સાથે તમારું મેટાબોલિઝમ ધીમું પડતું જાય અને જો સ્ત્રીઓની વાત કરીએ તો તેઓ દર વર્ષે તેમની મસલ્સવજન ઘટતું જાય છે. કારણ કે તમારા શરીરને ટેકો આપતા સ્નાયુઓ ધીમે ધીમે ઘટી રહ્યા હોય છે અને આ સ્થિતિમાં વજન ઘટાડવું મુશ્કેલ બની જાય છે.
આ સ્થિતિમાં 45 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓએ કઈ કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ, તમારે શું ખાવું જોઈએ તે પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. તમે વસ્તુ ખાઓ છો તેમાં ચરબી, વિટામિન્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ખનિજો બધું હોવું ખુબજ જરૂરી છે.
જો તમે વધુ ઉંમરના થઇ ગયા છો અને જો તમે યોગ્ય આહારનું સેવન ના કરો તો તમને શરીરની બીમારીઓ જેવી કે હાઈ બીપી, હૃદય રોગ, ઑસ્ટિયોપોરોસિસ, ડાયાબિટીસ અને અમુક પ્રકારના કેન્સર જેવી બીમારી થઇ શકે છે. આથી તમારે 45 વર્ષની ઉંમર પછી શું ખાવું જોઈએ, તે વિષે તમારે ખૂબ જ ગંભીર થવું જોઈએ.
45 વર્ષની ઉમેર પછી તમારા આહારમાં લીલા પાંદડાવાળી શાકભાજીનો જરૂર સમાવેશ કરો. દરરોજ તમારી થાળીમાં લીલો, સફેદ, લાલ, નારંગી બધા જ કલર હોવા જોઈએ જે શરીરને વિવિધ પોષક તત્વો આપે છે. વધુ ઉંમરે સ્ટાર્ચ અને નોન-સ્ટાર્ચ બંનેની જરૂર હોય છે તેથી ક્યારેક કૂકરમાં ચોખાને રાંધો અને ક્યારેક સામાન્ય સ્ટાર્ચ કાઢીને તેને રાંધો.
શક્ય હોય ત્યાં સુધી વધુ ઉંમરે શક્ય હોય તો વધુ ફળોનું સેવન કરો એટલે કે નિયમિતપણે અનાજ સાથે ફળ ખાવાનું રાખો. હંમેશા તમારા ખોરાકનો અડધો ભાગ અનાજનો હોવો જોઈએ જે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશે. જો તમને કોઈ એલર્જી છે તો તમે તે વસ્તુથી દૂર રહો.
તમે જે વસ્તુ ખાવા માટે પસંદ કરો તે ઓછી ચરબીવાળું હોવું જોઈએ. તમારા આહારમાં દૂધ, દહીં, ચીઝ, સોયા પ્રોડક્ટ વગેરેનો સમાવેશ કરી શકો છો, પરંતુ શક્ય હોય તો ફૂલ ફેટ દૂધને બદલે ઓછી ચરબીવાળું દૂધ કરો જે તમારા માટે વધારે ફાયદાકારક છે.
શરીરમાં પ્રોટીનની ઉણપ ન થાય તે માટે 45 વર્ષની ઉંમર પછી તમારે તમારા આહારમાં ઇંડા, કઠોળ, વટાણા, બદામ, બીજ અને સોયા વગેરે ખાવું જોઈએ. જો તેલની વાત કરીએ તો તમારે ઓલિવ ઓઇલ અને સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને મહિલાઓએ ડાયટ ચાર્ટ બનાવવું જોઈએ.
45 વર્ષની ઉમર પછી સ્ત્રીઓએ તેમના શરીરની જરૂરી કેલરીની ગણતરી માત્ર 10% ખાંડ તરીકે ખાવી જોઈએ. તમારે દરરોજ કેલ્શિયમ, ફાઈબર, પોટેશિયમ, વિટામિન-એ અને વિટામિન-સી વગેરે જરૂરી પોષક તત્વોને તમારા આહારમાં સામેલ કરવા જોઈએ.
મેટાબોલિઝમ બરાબર રાખવા માટે જેમ જેમ વ્યક્તિ 45 વર્ષની નજીક પહોંચે છે તેમ હોર્મોનનું સ્તર વધઘટ થવા લાગે છે. આ સાથે ઇન્સ્યુલિનનું સ્તર પણ વધે છે અને થાઇરોઇડ હોર્મોન 40 પછી ઘટે છે. 45 વર્ષની ઉંમર પછી તમારે દિવસમાં ઓછામાં ઓછા 20 થી 25 ગ્રામ ફાઇબર લેવું જોઈએ.
આ સાથે તમારે સવાર નો નાસ્તો ચોક્કસ કરવ, દરરોજ કસરત કરો અને ખાસ કરીને દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ લો. આજના સમયમાં ઘણીબધી મહિલાઓને 44 પછી પેટની ચરબી વધવા લાગે છે. આ સમયે તમને બધા રોગો થવા લાગે છે. જો તમને કોઈ સમસ્યા હોય તો તમારે તમારે ડૉક્ટરની સલાહ લીધા પછી જ તમારા આહારમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવો જોઈએ.