આપણા શરીરના હાડકાની મજબૂતાઈ આપણા માટે ખુબ જ જરૂરી છે, આપણા શરીરમાં હાડકા કમજોર થવા લાગે તો ઘણી બઘી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જેમ કે સાંઘાના દુખાવા, કમરના દુખાવા, ઢીચણ ના દુખાવા, સ્નયુઓના દુખાવા જેવી અનેક સમસ્યાથી પીડાવવું પડે છે.
તમે જાણતા જ હશો કે આજના સમયમાં દરેક વ્યક્તિની જીવન શૈલી અને અનિમિત ખાણી પીની હોવાથી હાડકાને લગતી બીમારીઓ થતી જોવા મળે છે, કારણકે જયારે આપણા શરીરને પોષક તત્વોની કમી સર્જાય છે ત્યારેબ ઘણા બઘા પ્રકારના હાડકાના દુખાવા થતા જોવા મળે છે.
હાડકાની જે બીમારીઓ છે તે અમુક દાયકા પહેલા વૃદ્ધ લોકો માં જોવા મળતી હતી પરંતુ જેમ ટેક્નોલોજી વઘતી ગઈ છે તેવામાં બેઠાળુ જીવન અને શારીરિક કસરતનો અભાવ હોવાના કારણે હાડકાને લગતી સમસ્યા નાની ઉંમરે જ જોવા મળી રહી છે.
આ માટે હાડકાને લગતી સમસ્યાને દૂર કરવા માટે આપણે કેલ્શિયમથી ભરપૂર હોય તેવા આહાર ખાવા જોઈએ, જે કમજોર પડેલ હાડકાને મજબૂત બનાવે છે. આ આ ઉપરાંત હાડકાને મજબૂત બનાવવા માટે તેલથી માલિશ પણ કરી શકાય છે જે કમજોર પડેલ હાડકાને મજબૂત બનાવે છે, માટે આજે અમે તમને એવા કેટલાક તેલ વિષે જણાવીશું જેનો ઉપયોગ કરવાથી હાડકાને મજબૂત કરી હાડકાના દુખાવામાં રાહત આપશે.
સરસવનું તેલ: સરસવનું તેલ હાડકાને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે, માટે શરીરના કોઈ પણ ભાગમાં સાંઘાના દુખાવો થાય તો સરસવના તેલથી માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. તમે સર્વના તેલથી આખા શરીર પર પણ માલિશ કરી શકો છો જેથી સ્નાયુઓ અને માંશપેશીઓ મદદ રહે છે.
બદામનું તેલ: આ તેલમાં ભરપૂર માત્રામાં વિટામિન-ઈ મળી આવે છે જેની માલિશ શરીર પર કરવાથી અલ્ટ્રાવાયોલેટ કિરણોથી ત્વચાને બચાવી રાખે છે. સાથે ઘુંટણ અને કમરના દુખાવા થાય ત્યારે માલિશ કરવાથી દુખાવાને દૂર કરીને તે ભાગના હાડકાની મજબૂતાઈ વઘે છે.
ઓલિવ ઓઈલ: ઓલિવ ઓઈલ થી શરીરના દુખાવા વાળા ભાગમાં માલિશ કરવાથી દુખાવામાં રાહત મેળવી શકાય છે, માટે ઢીચણ ના દુખાવા સ્નાયુના દુખાવા, કે પછી કમરના દુખાવા થાય ત્યારે રોજે 10 મિનિટ માલિશ કરવાથી દુખાવા સંપૂર્ણ પણે દૂર થઈ જશે. હાડકાના જોઈન્ટ માં લુબ્રિકેંટ ઓછું થઈ ગયું હોય તો ઓલિવ ઓઈલથી માલિશ કરવાથી તેમાંથી વાયુ બહાર નીકળી જાય છે લુબ્રિકેંટ ની માત્રામાં વઘારો કરે છે.
જો તમને શરીરના દુખાવા વારે વારે નાની ઉંમર માં થાય છે તો આ તેલનો ઉપયોગ કરીને દુખાવામાં રાહત મેળવી શકો છો. રોજે તેલથી માલિશ કરવાથી હાડકાની કમજોરી દૂર થાય છે હાડકાને મજબૂત બનાવી રાખવાનું કામ કરે છે.