આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

વાળ આપણા ચહેરાની સુંદરતા ને બમણી કરી નાખે છે પરંતુ પ્રદુષિત વાતાવરણ, ધૂળ માટીના રજકણો અને પોષક તત્વોના અભાવના કારણે વાળ કમજોર થતા હોય છે. જેના પરિણામે વાળ ખરવા, વાળ બે મુખવાળા થવા, વાળ સફેદ થાય છે.

આજે મોટા ભાગના લોકો નાની ઉંમરથી વાળની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, તે વ્યક્ત્તિ વાળને ખરતા અટકાવવા માટે તેલ, શેમ્પુ અને દવાઓમાં ખુબ જ પૈસાનો ખર્ચ કરતા હોય છે. આ ઉપરાંત નાની ઉંમરે વાળ સફેદ થવાના કારણે વાળને કાળા કરવા માટે ડાઈ અને કલર વાળી મહેંદી નો ઉપયોગ કરતા હોય છે.

પરંતુ એ બધી વસ્તુ નો ઉપયોગ કરવા કરતા ઘરે જ બનાવેલ આ એક તેલનો ઉપયોગ કરી વાળને ખરતા અને કાળા બનાવી શકાય છે. આ તેલ નેચરલી રીતે ખુબ જ અસરકારક છે, જેને આયુર્વેદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

આ તેલ બનાવવા માટે આપણે ડુંગળીની જરૂર પડશે. વાળ ને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે ડુંગળીનું તેલ ખુબજ ફાયદાકારક છે. ડુંગળી શરીરના સારા સ્વાસ્થ્ય માટે પણ ખાવામાં આવે છે એનો ઉપયોગ તેલ બનાવી વાળમાં લગાવામાં આવે તો વાળને મજબૂત બનાવી શકાય છે.

ડુંગળીનું તેલ બનાવવાની રીત: આ માટે સૌથી પેહેલા એક પેનમાં નારિયેળનું તેલ લેવાનું છે ત્યાર પછી તેને ગરમ કરવા માટે ધીમા ગેસ પર મુકો, ત્યાર પછી તેલ થોડું ગરમ થાય ત્યારે ડુંગળીના નાના નાના ટુકડા કરેલ તેલમાં મિક્સ કરી થોડી વાર હલાવો,

ત્યાર પછી તેમાં કડવા લીમડાના 5-7 પાન નાખવાના છે. ત્યાર પછી તેમાં મેથીના દાણા મિક્સ કરીને બરાબર હલાવો, તેલનો કલર બદલાઈ જાય ત્યાર પછી ગેસ બંધ કરીને ઠંડુ થવા દો, ત્યાર પછી તેને એક બોટલમાં ભરી લો, ત્યાર પછી સવારે અને સાંજે બંને ટાઈમ આ ડુંગળીના તેલની 5 મિનિટ માલિશ કરવાની છે.

આ તેલમાં મળી આવતા લીમડા ના કારણે વાળમાં થયેલ ડેન્ડ્રફ અને જુવો પડી ગઈ હોય તો તેને દૂર કરવાનું કામ કરે છે, લીમડો વાળ ના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે જે વાળને મુલાયમ અને સિલ્કી બનાવે છે.

એમાં મળી આવતા મેથીના દાણા સ્વાસ્થ્ય માટે અને વાળ માટે પણ ખુબ ફાયદાકારક છે. તેમાં મેથીના દાણા નાખવાથી તેમાં મળી આવતા વિટામિન વાળને મજબૂત અને કાળા બનાવવાનું કામ કરે છે. જે વાળને ખરતા અટકાવી વાળને કાળા બનાવી રાખવામાં મદદ કરે છે.

ડુંગળી માં ભરપૂર માત્રામાં ફોસ્ફરસ મળી આવે છે જે વાળ માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેના થી વાળની મજબૂતાઈ વધે છે અને વાળને હેલ્ધી બનાવી રાખે છે.રોજે દિવસમાં બે વખત વાળમાં નાખી માલિશ કરવાથી વાળ ખરતા બંધ થઈ જાય છે અને વાળને મૂળમાંથી કાળા બનાવે છે.

ડુંગળીનું તેલ બજારમાં પણ ખુબ જ આસાનીથી મળી આવે છે પરંતુ ડુંગળીનું તેલ ધરે જ બનાવી તેનો ઉપયોગ કરવાથી તેના સૌથી વધુ ફાયદા જોવા મળે છે. માટે વાળ ના સારા સ્વાસ્થ્ય માટે ડુંગળીનું તેલ ખુબ જ ઉત્તમ માનવામાં આવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *