કપાસી એટલે કે દબાવના કારણે ચામડીમાં મોટા બોર સમાન ગાંઠો બની જવી અથવા તો કણીના મોટા સફેદ, ગોળ આકારની મૃત ત્વચા. ઘણા લોકો કપાસી ને ઝામરો તરીકે ઓળખે છે. આ સામાન્ય રીતે પગની આંગળીઓ ઉપર અથવા પગના તળિયામાં નીચે થાય છે.

કપાસીને એક સામાન્ય સમસ્યા કહી શકાય છે પરંતુ ઘણી વખત કેટલાક લોકોને ચાલવાની સમસ્યા થાય છે અને પગમાં સતત દુખાવો થયા કરે છે. આ એક એવી સમસ્યા છે જ્યાં ઘણા લોકોને કોઈ કપાસી થી કોઈ ફરક પડતો નથી જયારે ઘણાને ઓપરેશન પણ કરવું પડી શકે છે.

આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જે ઉપાય કરીને તમે કપાસીની સમસ્યા આસાનીથી દૂર કરી શકો છો. સૌ પ્રથમ જાણીલો કપાસીના કારણો: પગમાં કાંટા વાગવાથી, ટાઇટ જૂતા કે ચંપલ પહેરવાથી, મહિલાઓમાં ખાસ કરીને ઉંચી એડીના સેન્ડલ પહેરવાથી, વધુ સમય સુધી ઉભા રહેવાથી, ઉઘાડા પગે ચાલવાથી અથવા તો જન્મજાત વિકૃતિ વગેરે કારણો હોઈ શકે છે.

હવે જાણીએ કપાસીનો ઘરેલું ઉપચાર: મુલેઠી : મુલેઠી કપાસીના ઇલાજ માટે રામબાણ સાબિત થઇ શકે છે. મુલેઠી નો ઉપયોગ એક ઔષધી તરીકે કરવામાં આવે છે.  સૌ પ્રથમ 1 ચચમી મુલેઠીમાં સરસિયું મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી.

આ પેસ્ટને તમારે રાત્રે સૂતા પહેલા કપાસી પર લગાવીને પટ્ટી બાંધી લેવી. ત્યારબાદ સવારે ઉઠીને નવશેકા પાણીથી પગ ધોઇ લેવા. જો થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાંમાં આવે તો આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે.

લસણ: લસણમાં ઘણા બધા ગુણો રહેલા જેવા કે એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી બેકટેરિયલ અને ફંગલ સંક્રમણથી લડવા માટેના ગુણ છે. કપાસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે લસણ મદદરૂપ થઇ શકે છે. આ માટે સૌ પ્રથમ લસણની કળીને શેકી લેવી અને તેમા લવિંગ મિક્સ કરીને તેનો પાઉડર બનાવી લેવો. ત્યા

રબાદ તેને પગ પર લગાવીને પટ્ટી બાંધી આખી રાત તેને રહેવા દો. આ ઉપાય કરવાથી તમને તરત જ રાહત મળશે. જેઠીમધ: સૌ પ્રથમ રાતે એક ચમચી જેઠીમધના પાઉડરને સરસિયાના તેલમાં મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લેવી ત્યારબાદ આ પેસ્ટને કપાસી પર લગાવવી.

પછી તેના પર પટ્ટી બાંધી આખી રાત રહેવા દો. સવારે આ પટ્ટી કાઢી થોડા ગરમ પાણી માં અથવા તો નવશેકા પાણીથી ધોઈ લેવી. થોડા દિવસ આ ઉપાય કરવાથી કપાસી દૂર થઇ જશે.

સિંધવ મીઠું: એક બાલ્ટીમાં ગરમ પાણી ભરી તેમાં સિંધવ મીઠું નાખી જે જગ્યાએ કપાસી હોય તે જગ્યાએ 15 થી 20 મિનીટને માટે ડુબાડીને રાખો. થોડા દિવસ આ ઉપાય કરવાથી કપાસી ધીરે ધીરે દૂર થઇ જશે. તમને જણાવીએ સિંધવ મીઠામાં આવેલા એન્ટીબેક્ટેરીયલ ગુણ કપાસીને મટાડવા માટે ઉપયોગી છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *